Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોક્સી કોલેજમાં વનમહોત્સવ ઉજવાયો:વિદ્યાર્થીઓએ લીધો હરિયાળીનો સંકલ્પ;આચાર્યએ જન્મદિવસે વૃક્ષ વાવવા અનુરોધ કર્યો

    10 hours ago

    વેરાવળની ચોક્સી કોલેજમાં તાલુકા કક્ષાના વનમહોત્સવની ઉજવણી કરાઈ. નવી પેઢીમાં પર્યાવરણ સંરક્ષણની ભાવના વિકસે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓ, મહાનુભાવો અને વનવિભાગના અધિકારીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો. સીટી મામલતદાર એચ.એમ. બારૈયાએ જણાવ્યું કે, કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં ગીર સોમનાથ જિલ્લામાં વનમહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વનવિભાગ રોપાઓનું વિતરણ કરી વધુ વૃક્ષારોપણ માટે લોકોને પ્રોત્સાહિત કરી રહ્યું છે. તેમણે વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ અંગે ચિંતા વ્યક્ત કરી, પ્રકૃતિનું જતન જરૂરી હોવાનું કહ્યું. કોલેજના આચાર્ય જીગર રાવલે વિદ્યાર્થીઓને જન્મદિવસ વૃક્ષ વાવીને ઉજવવા અને કોલેજ કેમ્પસને ‘પ્લાસ્ટિક મુક્ત’ બનાવવા અપીલ કરી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ પર્યાવરણ સંરક્ષણના શપથ લીધા.
    Click here to Read More
    Previous Article
    ધારાસભ્ય ઉમેશ મકવાણાની અધ્યક્ષતામાં સાંકરડીમાં સેવા સેતુ કાર્યક્રમ:ગ્રામજનોએ વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો, અધિકારીઓને સ્થળ પર સૂચનાઓ અપાઈ
    Next Article
    ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીના રાજ્યસભા ઉમેદવાર બન્યા:અખિલેશ યાદવની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું, 16 ઓક્ટોબરે ચૂંટણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment