Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા મૈયાના નીર વધાવશે:સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલોછલ;ડેમ વિસ્તારને ભવ્ય રીતે શણગારાયો

    1 day ago

    રાજપીપળા નજીક આવેલો સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ જળસપાટીએ પહોંચીને છલોછલ ભરાઈ ગયો છે. આ ઐતિહાસિક ક્ષણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડેમ ખાતે ઉપસ્થિત રહીને નર્મદા મૈયાના નીરના વધામણા કરશે. ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકને કારણે ડેમમાં વિપુલ જળરાશિ એકત્ર થઈ છે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે તંત્ર દ્વારા ડેમ વિસ્તારને ભવ્ય રીતે શણગારીને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.નર્મદામાં નીરના વધામણાં બાદ ડેમની રંગબેરંગી રોશની આકર્ષણ જમાવશે જળસપાટી અને પાણીની આવક-જાવક સરદાર સરોવર ડેમમાં હાલમાં 5737.46 MCM જેટલો લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉપરવાસમાંથી ડેમમાં 43,659 ક્યુસેક પાણીની પ્રચંડ આવક નોંધાઈ રહી છે. તેની સામે ડેમમાંથી કુલ 11,564 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં RBPHમાંથી 0 ક્યુસેક અને CHPHમાંથી 11,564 ક્યુસેક પાણીની જાવક ચાલુ રાખવામાં આવી છે. શાસ્ત્રોક્ત વિધિથી નીરના વધામણા નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જવાના આ શુભ અવસરે ખાસ પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સાથે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને નર્મદા નિગમના અધિકારીઓ પણ હાજર રહેશે. આ પ્રસંગે નર્મદા મૈયાને શ્રીફળ, પુષ્પ અને ચુંદડી અર્પણ કરીને પૂજા અર્ચના કરવામાં આવશે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદાના જળ વધાવવા માટે વિશેષ કાર્યક્રમ યોજાશે. તંત્ર દ્વારા આકર્ષક રોશની અને તૈયારીઓ મુખ્યમંત્રીના આગમનને પગલે નર્મદા નિગમ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. સમગ્ર નર્મદા ડેમ પરિસરને રંગબેરંગી રોશની અને શણગારથી સજાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વડોદરાથી માર્ગ માર્ગે એકતાનગર પહોંચશે. ત્યારબાદ તેઓ નર્મદા ડેમ સ્થળ પર પહોંચીને નીરના વધામણાના કાર્યક્રમમાં સહભાગી થશે. ઉપરવાસમાંથી પાણીની વિપુલ આવક ચાલુ હાલમાં ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 49,718 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે. પાણીની આ જંગી આવકના કારણે ડેમ પોતાની પૂર્ણ સપાટી સર કરવા તરફ આગળ વધી રહ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નર્મદા કંટ્રોલ ઓથોરિટીના નિયમોનુસાર જળ સ્તરનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં પાણીની અછત દૂર થશે નર્મદા ડેમ સમગ્ર ગુજરાત માટે સિંચાઈ અને પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. ડેમમાં પાણીનો પૂરતો જથ્થો સંગ્રહિત થતાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા કાયમી ધોરણે ઉકેલાઈ જશે. આગામી કડકડતા ઉનાળા દરમિયાન પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતા પૂરતી માત્રામાં જળવાઈ રહેશે. વીજ ઉત્પાદન ક્ષમતામાં પણ મોટો વધારો પાણીના વિપુલ જથ્થાની સાથે સાથે વીજ ઉત્પાદનમાં પણ ગતિ આવી છે. નર્મદા ડેમના કેનાલ હેડ પાવર હાઉસના ત્રણ ટર્બાઇન હાલમાં પૂરજોશમાં કાર્યાન્વિત કરીને વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન ડેમ સંપૂર્ણ ભરાવાની તૈયારીમાં હોવાથી સમગ્ર રાજ્યના ખેડૂતો અને નાગરિકોમાં હર્ષ અને ખુશીનો માહોલ છવાયો છે. ગુજરાતની પાણીની ચિંતા ટળી નર્મદા ડેમ વધુ એક વખત પૂર્ણ સપાટીથી ભરાવા તરફ આગળ વધી રહ્યો છે. જે હાલ 98 ટકા જેટલો ભરાઇ ચુક્યો છે. આગામી એક વર્ષ માટે રાજ્યના ખેડૂતોને પીવાનું પાણી સિંચાઈનું પાણી આપવા સક્ષમ બની ગયો છે. એટલું જ નહિ રાજ્યની ઇન્ડસ્ટ્રીઝને પાણી પૂરું પાડવા અને રાજ્યની નદીઓ તળાવો ભરવા માટે પણ સક્ષમ બન્યો છે. આગામી ઉનાળાની સીઝન સુધી પૂરતું પીવાનું પાણી આપી શકાશે આ વર્ષે નર્મદા બેસિન અને ડેમમાં થયેલા વ્યાપક વરસાદને કારણે પાણીની સારી આવક થઈ છે, જેના પરિણામે રાજ્યને મોટો લાભ થશે. ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિના કારણે રાજ્યના 10,014 ગામો, 183 શહેરો અને 7 મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને 4 કરોડ જેટલા લોકોને આગામી ઉનાળાની સીઝન સુધી પૂરતું પીવાનું પાણી આપી શકાશે. કચ્છના રણપ્રદેશ સુધી નર્મદા જળ સિંચાઇ નર્મદા કમાન્ડ વિસ્તારના તમામ ખેડૂતોને રવી પાકની સિંચાઈ માટે પર્યાપ્ત પાણી મળશે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદ્વહન યોજનાઓ માટે પણ નર્મદા જળ પૂરા પાડવામાં આવી રહ્યા છે. સરદાર સરોવર યોજના થકી 63 હજાર કિલોમીટર લંબાઇના નહેર માળખા દ્વારા કચ્છના રણપ્રદેશ સુધી નર્મદા જળ સિંચાઇ અને પીવાના ઉપયોગ માટે મળી રહ્યા છે, જે ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિ માટે જીવાદોરી સમાન છે. સરદાર સરોવર ડેમ ગુજરાતની જીવાદોરી નર્મદા નદી પર સ્થિત સરદાર સરોવર ડેમ ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા ગામ નજીક આવેલો છે. આ ડેમ માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન માટે પણ પાણી અને વીજળીનો મુખ્ય સ્ત્રોત છે. ડેમના નિર્માણ અને ઇતિહાસ પર એક નજર સરદાર સરોવર ડેમની પાયાની શિલા 5 એપ્રિલ 1961ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા મૂકવામાં આવી હતી. 1979માં વર્લ્ડ બેંકના સહયોગથી આ પ્રોજેક્ટને આકાર આપવામાં આવ્યો હતો. 1987માં ડેમનું બાંધકામ શરૂ થયું, પરંતુ 1995માં નર્મદા બચાવો આંદોલનના કારણે સુપ્રીમ કોર્ટ દ્વારા આ પ્રોજેક્ટને સ્થગિત કરવામાં આવ્યો. 2000માં આ પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવામાં આવ્યો અને 2017માં એની ઊંચાઈ 163 મીટર સુધી વધારવામાં આવી. 17 સપ્ટેમ્બર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ડેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    19 વિરોધ પક્ષોનું 2થી 8 ઓક્ટોબર દેશભરમાં વિરોધ પ્રદર્શન:6 ઓક્ટોબરે ચૂંટણી પંચનો ઘેરાવ કરશે, I.N.D.I.A. બ્લોકનો નિર્ણય, ખડગેએ કહ્યું- ચૂંટણી પંચ કઠપૂતળી બન્યું
    Next Article
    મોઝામ્બિક અને દક્ષિણ આફ્રિકાના સાંસ્કૃતિક પ્રવાસે ભારતીય પ્રતિનિધિમંડળ:પાંચ હજારથી વધુ વિદેશીઓને રાસ-ગરબાની ઝાંખી કરાવાઈ, અનેક સ્થળોએ ઇતિહાસમાં પ્રથમ વખત ગરબાનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment