Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોઝામ્બિક અને દક્ષિણ આફ્રિકાના સાંસ્કૃતિક પ્રવાસે ભારતીય પ્રતિનિધિમંડળ:પાંચ હજારથી વધુ વિદેશીઓને રાસ-ગરબાની ઝાંખી કરાવાઈ, અનેક સ્થળોએ ઇતિહાસમાં પ્રથમ વખત ગરબાનું આયોજન

    7 hours ago

    ભારત સરકારના વિદેશ મંત્રાલય હેઠળના ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ (ICCR) દ્વારા સત્તાવાર પાસપોર્ટ પર મોઝામ્બિક અને દક્ષિણ આફ્રિકાની સાંસ્કૃતિક યાત્રા માટે એક પ્રતિનિધિમંડળની પસંદગી કરવામાં આવી છે. આ વિશેષ પ્રવાસ દરમિયાન વિદેશની ધરતી પર ભારતીય પરંપરા અને સંસ્કૃતિને વિશ્વ સમક્ષ રજૂ કરવાની મહત્વપૂર્ણ જવાબદારી ગ્રૂપને સોંપાઈ છે. દક્ષિણ આફ્રિકા સ્થિત ભારતીય રાજદૂતાવાસમાં વિશેષ વર્કશોપ આ સાંસ્કૃતિક આદાનપ્રદાન પ્રવાસ દરમિયાન પાંચ હજારથી વધુ લોકોને ભારતીય રાસ-ગરબાની ઝાંખી કરાવવામાં આવી હતી. ઇતિહાસમાં પ્રથમ વખત ગરબાનું આયોજન થયું હોય તેવી જગ્યાઓ પર ભવ્ય પર્ફોર્મન્સ આપવાની સાથે દક્ષિણ આફ્રિકા સ્થિત ભારતીય રાજદૂતાવાસમાં વિશેષ વર્કશોપ પણ યોજવામાં આવ્યા હતા. આ મિશન દ્વારા સેંકડો વિદેશી વિદ્યાર્થીઓને ભારતની સમૃદ્ધ ગરબા પરંપરાથી માહિતગાર કરી સંસ્કૃતિનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. ભારતની સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક મંચ પર રજૂ કરાઈ સરકાર દ્વારા સત્તાવાર પાસપોર્ટ પર મળતી આ પ્રકારી જવાબદારી માત્ર એક પ્રવાસ ન બની રહેતા ભારતની સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનું એક અત્યંત ગૌરવપ્રદ માધ્યમ બની રહી છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા મૈયાના નીર વધાવશે:સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલોછલ;ડેમ વિસ્તારને ભવ્ય રીતે શણગારાયો
    Next Article
    ગુજરાત હોઈકોર્ટમાંથી આસારામને ઝટકો:બસ-ટ્રક વચ્ચે ટક્કર થતા પાંચના મોત, નિરમા યુનિ.ની વિદ્યાર્થિનીઓ સામે શ્રમિકના અશ્લીલ ચેનચાળા, વિદાય પહેલા તાલાલામાં વરસાદની જમાવટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment