Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    19 વિરોધ પક્ષોનું 2થી 8 ઓક્ટોબર દેશભરમાં વિરોધ પ્રદર્શન:6 ઓક્ટોબરે ચૂંટણી પંચનો ઘેરાવ કરશે, I.N.D.I.A. બ્લોકનો નિર્ણય, ખડગેએ કહ્યું- ચૂંટણી પંચ કઠપૂતળી બન્યું

    13 hours ago

    ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને કોંગ્રેસ સહિત 19 વિપક્ષી પાર્ટીઓ 2થી 8 ઑક્ટોબર સુધી દેશભરમાં માર્ચ કાઢશે. 6 ઑક્ટોબરે ચૂંટણી પંચનો ઘેરાવ કરવામાં આવશે. આ નિર્ણય બુધવારે દિલ્હીના કૉન્સ્ટિટ્યૂશન ક્લબમાં યોજાયેલી INDIA બ્લૉકની બેઠકમાં લેવામાં આવ્યો. લગભગ 3 કલાક સુધી ચાલેલી બેઠકમાં 3 બાબતો પર સહમતિ બની. 1. CEC જ્ઞાનેશ કુમારને હટાવવા માટે સંસદમાં પ્રસ્તાવ લાવવામાં આવે. 2. મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવેલા નામોને જાહેર કરવામાં આવે. નામ દૂર કરતાં પહેલાં મતદારને નોટિસ અને અપીલ કરવાની તક આપવામાં આવે. 3. EVMની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવે. બેઠક બાદ ખડગેએ આરોપ લગાવ્યો કે મોદી-શાહ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ચૂંટણી પંચને કઠપૂતળી બનાવી દીધું છે. ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને મતચોરી કરી રહી છે. ઇન્ડિયા બ્લોકની બેઠકમાં 19 પક્ષો સામેલ થયા. તેમની પાસે લોકસભામાં 178 અને રાજ્યસભામાં 62 સાંસદો છે. આ પક્ષો છે- કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ટીએમસી, NCP (SP), શિવસેના (UBT), RJD, CPM, CPI, NC, PDP, JMM, CPI-ML, IUML, KC (M), MDMK, VCK, RSP, AIFB અને KC (J). રાહુલ બોલ્યા- અમે એક ગઠબંધન છીએ I.N.D.I.A. બ્લોકની બેઠક સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચેનો લાઇવ બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ઇઝરાઇલ જઈ રહેલી ફ્લાઇટને ક્રેશ કરાવવાનો પ્રયાસ:પાઇલટને ચાકુ માર્યું, વિમાન 17 હજાર ફૂટ નીચે આવ્યું; ફાઇટર જેટની દેખરેખ હેઠળ ઇમરજન્સી લેન્ડિંગ
    Next Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા મૈયાના નીર વધાવશે:સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલોછલ;ડેમ વિસ્તારને ભવ્ય રીતે શણગારાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment