Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી, જામનગર, વલસાડમાં ધોધમાર:17 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સગા ભાઈનાં બાળકને જન્મ આપશે સગીરા, સુરત-સાણંદમાં ખાખીનો આતંક

    10 hours ago

    જામનગરમાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ બાળદર્દી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ગુજરાતમાં અત્યાર સુધી 11 બાળકોનાં મોત નોંધાયા છે, આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ, ફોગિંગ અને સઘન તકેદારીની કામગીરી શરૂ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સગીરા મોટા ભાઈના બાળકને જન્મ આપશે હાઈકોર્ટે નવસારીની 17 વર્ષીય દુષ્કર્મ પીડિતાના 34 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત સગીરાના જીવને જોખમ હોવાથી નામંજૂર કરી કુદરતી પ્રસૂતિનો આદેશ આપ્યો છે. જન્મ બાદ બાળકને દત્તક સંસ્થાને સોંપવામાં આવશે, જ્યારે પ્રસૂતિ, સારવાર, નવજાતની સંભાળ અને 6 મહિના સુધીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લોકાર્પણ કર્યાના ગણતરીના કલાકોમાં લિફ્ટ ખોટકાઈ PM નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ લોકાર્પણના ગણતરીના કલાકોમાં જ ગોધરા રેલવે સ્ટેશનની નવી લિફ્ટ ખોટકાતા 3 મહિલા સહિત 6 મુસાફરો અંદાજે દોઢ કલાક સુધી અંદર ફસાયા... ફાયર વિભાગે ગેસ કટરથી લિફ્ટ કાપીને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આતંકી બિલાલ કઠવાડાની 'હોટલ દિવ્યા'માં રહેતો ATSના હાથે ઝડપાયેલો જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલ આરોપી બિલાલ શેરા છેલ્લા એક વર્ષથી અમદાવાદના કઠવાડાની હોટલ દિવ્યામાં રહેતો હતો, તે માત્ર રાત્રે સૂવા માટે જ હોટલ આવતો, રોકડમાં પેમેન્ટ કરતો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રખડતી ગાયો સાથે બાઈક અથડાતાં યુવકનું મોત સાણંદ-બાવળા રોડ પર રસ્તા વચ્ચે બેઠેલી રખડતી ગાયો સાથે બાઈક અથડાતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો IN/OUT ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરી શરૂ ગિરનારમાં પ્રથમ દિવસે ધબડકા બાદ 'IN/OUT' ઓનલાઈન રજિસ્ટ્રેશન બપોરથી ફરી શરૂ કરાયું, જ્યારે 14 સપ્ટેમ્બર સુધી સમગ્ર વિસ્તારને 'સાયલન્સ ઝોન' જાહેર કરી મોટા અવાજે જયઘોષ, સૂત્રોચ્ચાર અને વાજિંત્રો વગાડવા પર પ્રતિબંધ મૂકાયો છે. લાડુ નિર્વાણ દિવસે SDRFની ટીમ તહેનાત રખાઇ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ‘મફતની મલાઈ બંધ થતાં ખાખીનો આતંક શરૂ’ મફતનો ચા-નાસ્તો ન આપતા વેપારીને પોલીસ સ્ટેશનમાં 350થી વધુ ડંડા માર્યાનો આક્ષેપ, સુરત પોલીસ સામે તપાસના આદેશ. બીજી તરફ સાણંદ પોલીસ સ્ટેશનમાં બે આરોપીને ઝાડ સાથે બાંધી માર માર્યાનો ફોટો વાયરલ થતાં સમગ્ર મામલે વિવાદ સર્જાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો VMCના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી અધૂરી છોડી દેવાઈ VMCના કોન્ટ્રાક્ટરે ગટર લાઇનની કામગીરી બાદ રસ્તાનું કામ અધૂરું છોડતાં વરસાદમાં બિસ્માર રસ્તાથી સ્થાનિકો ભારે પરેશાન...રહીશોએ વિરોધ પ્રદર્શન કરી તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભૂતિયા સ્કૂલ બંધ કરાવવા કોંગ્રેસની માંગ રાજકોટની ન્યૂ ફ્લોરા સ્કૂલ સ્થળ ફેરફારની મંજૂરી વિના રહેણાંક મકાનમાં ચલાવાતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરી શાળા બંધ કરવાની માંગ કરી છે....DEOએ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં તપાસ કમિટી રચી છે અને અહેવાલ બાદ નિયમભંગ સાબિત થશે તો કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમરેલી, જામનગર અને વલસાડમાં ધોધમાર વરસાદ અમરેલી, જામનગર અને વલસાડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ, દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય થતાં આગામી કલાકોમાં વરસાદની શક્યતા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ફ્રેન્ડશિપ હોય તો આવી...:સ્મૃતિના બર્થ-ડે પર ઇમોશનલ થઈ જેમિમાહ, ભારતીય ક્રિકેટરની ઇન્સ્ટા પોસ્ટ વાઇરલ
    Next Article
    તાપી કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક:વહીવટી કામગીરીને વેગ આપવા પર ભાર, વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment