Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક:વહીવટી કામગીરીને વેગ આપવા પર ભાર, વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા

    11 hours ago

    તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને શનિવારે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જનહિતના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ વહીવટી કામગીરીને વેગ આપવાનો અને નાગરિક સેવાઓનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવાનો હતો. ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ જનતાની સુવિધાઓ સંબંધિત અનેક પ્રશ્નો અને પડકારો રજૂ કર્યા હતા. આ પ્રશ્નોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, કલેક્ટર દેવ ચૌધરીએ સંબંધિત વિભાગના અધિકારીઓને નિર્દેશ આપ્યો કે નાગરિકોના પ્રશ્નોનું સત્વરે અને નિર્ધારિત સમયમર્યાદામાં નિવારણ લાવવામાં આવે. તેમણે અધિકારીઓને કામગીરીમાં પારદર્શિતા અને ત્વરિતતા જાળવવા પર ભાર મૂક્યો હતો. કલેક્ટર દેવ ચૌધરીએ જિલ્લાના વિવિધ સરકારી વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે નાગરિકોની અરજીઓનો નિર્ધારિત સમયમાં નિકાલ લાવવા પર ભાર મૂક્યો, જેથી અરજદારોને કચેરીના ધક્કા ન ખાવા પડે. આ ઉપરાંત, નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શનના કેસો અને આગામી બે વર્ષમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પેન્શન સંબંધિત પ્રશ્નોને અગ્રતાના ધોરણે ઉકેલવા સૂચના અપાઈ હતી. એ.જી. (એકાઉન્ટન્ટ જનરલ) ઓડિટના બાકી પેરાઓનો નિકાલ કરવા, ખાતાકીય તપાસ અને સીએમ ડેશબોર્ડના ડેટા એન્ટ્રીના કામને વધુ સક્રિય બનાવવા પણ સૂચનો આપવામાં આવ્યા હતા. વહીવટી પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા માટે 'ઈ-સરકાર' પોર્ટલની ફરજિયાત અમલવારી અંગે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ અધિક્ષક જે. એન. દેસાઈ, નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તા, પ્રાયોજના વહીવટદાર રાજેશ મૌર્ય, નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના સમાપન સમયે, તમામ વિભાગોએ સંકલન સાધીને જિલ્લાના વિકાસ કાર્યોને ગતિશીલ બનાવવા સંકલ્પ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમરેલી, જામનગર, વલસાડમાં ધોધમાર:17 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સગા ભાઈનાં બાળકને જન્મ આપશે સગીરા, સુરત-સાણંદમાં ખાખીનો આતંક
    Next Article
    ખંભાળિયા કલેકટર કચેરીમાં સંકલન સમિતિ બેઠક:ધારાસભ્ય મુળુભાઈ બેરાએ જનકલ્યાણના કામો ઝડપી પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment