Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખંભાળિયા કલેકટર કચેરીમાં સંકલન સમિતિ બેઠક:ધારાસભ્ય મુળુભાઈ બેરાએ જનકલ્યાણના કામો ઝડપી પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી

    13 hours ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં ખંભાળિયા કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય મુળુભાઈ બેરાએ જનકલ્યાણલક્ષી યોજનાઓ અને કામોને ત્વરિત પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. ધારાસભ્ય મુળુભાઈ બેરાએ બરડા જંગલ સફારી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અંતર્ગત જમીન સંપાદન, ભાણવડના મેવાસા ગામે તળાવની કામગીરી, સૌની યોજના હેઠળ આંબરડી, જે.પી.દેવળીયા, ભણગોર, ચોખંડા તથા શેઢાખાઈ ડેમ, ચોખંડા જામપર ડેમને નર્મદાના નીર આપવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે વીજ વિભાગના પ્રશ્નો, માર્ગ મરામત, ભાણવડની વી.એમ.ઘેલાણી સરકારી હાઈસ્કૂલની જર્જરિત બિલ્ડિંગ દૂર કરવા અને ધાર્મિક પ્રવાસન સ્થળોના વિકાસ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે લોકોપયોગી યોજનાઓના અસરકારક અમલીકરણ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે તત્પરતા દાખવી યોગ્ય લાભાર્થીઓને લાભ આપવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ વીજ પુરવઠો, માર્ગ મરામત, આરોગ્ય, સિંચાઈ અને સ્વચ્છતા સહિતના વિભાગોના વિવિધ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા અને જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી ત્વરિત કામગીરી પૂર્ણ કરવા સૂચનો આપ્યા હતા. પ્રવર્તમાન સ્થિતિમાં જિલ્લામાં વરસાદની ઘટને કારણે પીવાના પાણી અને પશુઓ માટે ઘાસચારા સહિતના મુદ્દાઓ પર કલેકટર તન્નાએ સંબંધિત વિભાગને ત્વરિત કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ચિમનભાઈ નકુમ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જયેશભાઈ જેઠવા, ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.જોશી, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નાયબ વન સંરક્ષક અરુણકુમાર, નાયબ વન સંરક્ષક પોરબંદર ચિરાગ ચાંદગુડે, નિવાસી અધિક કલેકટર એમ.વી.દેસાઈ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    તાપી કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક:વહીવટી કામગીરીને વેગ આપવા પર ભાર, વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા
    Next Article
    વડોદરા કલેક્ટરના નામનું ઇન્ટરનેશનલ નંબર પરથી ફેક એકાઉન્ટ:ફોટાનો ઉપયોગ કરી વોટ્સએપ પાર ડુપ્લીકેટ એકાઉન્ટ બનાવાયું, ચેટ થકી છેતરવાનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment