Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા કલેક્ટરના નામનું ઇન્ટરનેશનલ નંબર પરથી ફેક એકાઉન્ટ:ફોટાનો ઉપયોગ કરી વોટ્સએપ પાર ડુપ્લીકેટ એકાઉન્ટ બનાવાયું, ચેટ થકી છેતરવાનો પ્રયાસ

    11 hours ago

    વડોદરા જિલ્લા કલેક્ટરના નામે સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બનાવીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરાયો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યા લેભાગુ તત્ત્વ દ્વારા કલેક્ટરના સત્તાવાર ફોટાનો દુરુપયોગ કરીને એક નકલી વોટ્સએપ એકાઉન્ટ ઊભું કરવામાં આવ્યું હતું. આ નકલી એકાઉન્ટ દ્વારા સરકારી અધિકારીઓ અને અન્ય નાગરિકોને મેસેજ કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. ફેક એકાઉન્ટ બનાવીને વોટ્સએપ ચેટ થકી છેતરવાનો પ્રયાસ હાલમાં કેટલાક ઠગબાજો દ્વારા કોઈના પણ ફોટાનો ઉપયોગ કરીને તેના નામનું ફેક એકાઉન્ટ બનાવી દેવામાં આવે છે અને ત્યાર બાદ તેઓના મિત્ર વર્તુળમાં મેસેજ કરીને નાણાંની માંગણી કરવામાં આવે છે. કેટલાક લોકો તેમાં ભેરવાઇ જાય છે અને નાણાકીય વ્યવહાર કરી દે છે. ત્યારે આ ઠગબાજોએ છેલ્લા કેટલાક સમયથી જાણીતી હસ્તીઓના પણ ચહેરાનો ઉપયોગ કરીને ઠગવાનું કાવતરું ઘડી નાખ્યું છે. સોશ્યલ મીડિયા ઉપર ચેટ કરીને ઠગબાજો સામેવાળા વ્યક્તિને ઠગવાનો પ્રયાસ કરી રહ્યા છે. કલેક્ટરે સાયબર સેલનો સંપર્ક કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી વડોદરા જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયાના ફોટાનો ઉપયોગ કરી વોટ્સએપ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. અને કેટલાક લોકોને મેસેજ પણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો વડોદરાના જિલ્લા કલેક્ટરના ધ્યાને આવતા જ તેમણે તાત્કાલિક એક્શન લીધા હતા. કલેક્ટરે આ અંગે વડોદરા પોલીસના સાયબર સેલનો સંપર્ક કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે, જેથી આ ફેક એકાઉન્ટ ચલાવનાર ગુનેગારને સહેલાઈથી પકડી શકાય. લોકોને ફેક એકાઉન્ટથી બચવા અપીલ આ સાથે જ તેમણે જાહેર જનતા અને તમામ સરકારી વિભાગોને પણ સાવચેત કર્યા છે કે, આ પ્રકારના કોઈપણ ફેક એકાઉન્ટ પરથી આવતા મેસેજનો જવાબ ન આપવો, કોઈ પણ પ્રકારની નાણાકીય કે વહીવટી વાતચીત ન કરવી અને આવા છેતરપિંડીના પ્રયાસોથી દૂર રહેવું.
    Click here to Read More
    Previous Article
    ખંભાળિયા કલેકટર કચેરીમાં સંકલન સમિતિ બેઠક:ધારાસભ્ય મુળુભાઈ બેરાએ જનકલ્યાણના કામો ઝડપી પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી
    Next Article
    8 people killed, 18 injured in Ahmedabad fire | અમદાવાદમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment