Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફ્રેન્ડશિપ હોય તો આવી...:સ્મૃતિના બર્થ-ડે પર ઇમોશનલ થઈ જેમિમાહ, ભારતીય ક્રિકેટરની ઇન્સ્ટા પોસ્ટ વાઇરલ

    8 hours ago

    ઈન્ડિયન વુમન્સ ક્રિકેટ ટીમની સ્ટાર બેટર સ્મૃતિ મંધાના આજે તેનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે. ભારતમાં મહિલા ક્રિકેટની લોકપ્રિયતા સતત વધી રહી છે. હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના વર્તમાન સમયમાં ભારતીય મહિલા ક્રિકેટની કરોડરજ્જુ છે. ઇતિહાસમાં પહેલીવાર ભારતીય મહિલા ટીમ ગત વખતે વન-ડે વર્લ્ડ કપનું ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ભારતીય મહિલા ટીમની ખેલાડીઓ પાસેથી ફેન્સની અપેક્ષાઓ વધુ વધી ગઈ છે. જેમિમાહ રોડ્રિગ્સે તસવીરો શેર કરી સ્મૃતિ મંધાનાને તેના જન્મદિવસ નિમિત્તે દુનિયાભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. મંધાનાની ખાસ મિત્ર અને ટીમ ઈન્ડિયાની સાથી ખેલાડી જેમિમાહ રોડ્રિગ્સે પણ તેના માટે એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે. જેમિમાહ રોડ્રિગ્સની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે. જેમિમાહ રોડ્રિગ્સે સ્મૃતિ સાથેની પોતાની કેટલીક તસવીરો શેર કરીને દિલની વાત કહી છે. જેમિમાએ મંધાનાને બુઢી કહી! જેમિમાહ રોડ્રિગ્સે પોસ્ટમાં લખ્યું કે, "મારા સૌથી ખરાબ સમયમાં મને પ્રેમ કરવાથી લઈને મારી સૌથી મોટી સફળતા પર મને ગળે લગાવવા માટે સૌથી ઝડપી દોડવા સુધી... હું બસ એટલું જ કહી શકું છું કે હું તને મારી જિંદગીમાં પામીને ખૂબ આભારી છું. રન, ટ્રોફીઓ અને પ્રશંસા આવતા-જતા રહેશે, પરંતુ જે હંમેશા રહેશે તે છે આપણો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને કાળજી. મારી (હવે બુઢી થઈ ચૂકેલી) મોટી બહેનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! હું તને પૂરા દિલથી પ્રેમ કરું છું." લોર્ડ્સ ટેસ્ટમાં બંને ખેલાડીઓ ચમક્યા સ્મૃતિ મંધાનાએ તાજેતરમાં જ ક્રિકેટ જગતમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે ચાલુ મહિને જ ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સના મેદાન પર રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચ દરમિયાન 300 ઈન્ટરનેશનલ મેચ રમનારી સૌથી યુવા મહિલા ક્રિકેટર બની છે. આ મેચમાં ભારતને જીત અપાવવામાં સ્મૃતિ મંધાના અને જેમિમાહ રોડ્રિગ્સનું ખાસ યોગદાન રહ્યું છે. સ્મૃતિ મંધાનાના બેટથી રન નીકળ્યા મેચની વાત કરીએ તો, સ્મૃતિ મંધાનાએ પહેલી ઇનિંગ્સમાં શાનદાર 83 રન બનાવ્યા અને બીજી ઇનિંગ્સમાં પણ ફિફ્ટી ફટકારી. બીજી તરફ, ભારતની બે શરૂઆતી વિકેટો વહેલી પડી ગયા બાદ જેમિમાહે 35 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી અને સ્મૃતિ સાથે મળીને ટીમને સંભાળી હતી. મંધાના માટે ટુર્નામેન્ટ છોડી દીધી હતી સંગીતકાર પલાશ મુચ્છલ સાથે સ્મૃતિ મંધાનાના લગ્ન તૂટ્યા બાદ જેમિમાહે અધવચ્ચેથી જ વુમન્સ બિગ બેશ લીગ છોડી દીધી હતી. આ મુશ્કેલ સમયમાં તે સ્મૃતિ મંધાનાને સાથ આપવા માટે ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરી હતી.
    Click here to Read More
    Previous Article
    Sonam Wangchuk पर Police कार्रवाई, भड़क गया पूरा विपक्ष | Akhilesh-Mamata| Sanjay Singh| Pawan Khera
    Next Article
    અમરેલી, જામનગર, વલસાડમાં ધોધમાર:17 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સગા ભાઈનાં બાળકને જન્મ આપશે સગીરા, સુરત-સાણંદમાં ખાખીનો આતંક

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment