Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુન્દ્રા પોર્ટ નજીક શ્રમિકને અકસ્માત બાદ ઉગ્ર વિરોધ:પથ્થરમારાથી વાહનોમાં તોડફોડ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

    12 hours ago

    મુન્દ્રા પોર્ટ નજીક MPL કંપની પરિસરમાં શ્રમિકને અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચ્યા બાદ પરિસ્થિતિ તંગ બની હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં કર્મચારીઓ અને શ્રમિકો કંપની પરિસરમાં એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમિયાન પથ્થરમારો થતાં કેટલાક વાહનોને નુકસાન પહોંચ્યું હોવાની માહિતી સામે આવી છે. પરિસ્થિતિ વણસતાં પોલીસનો મોટો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને કંપની પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ MPLમાં કોન્ટ્રાક્ટર તરીકે કામગીરી કરતી ફેબટેક કંપની સાથે સંકળાયેલા એક કર્મચારી સાથે બસમાં સવાર થતી વખતે અકસ્માત સર્જાયો હતો. ચાલુ બસમાં ચડવાનો પ્રયાસ કરતી વખતે કર્મચારી અકસ્માતગ્રસ્ત થતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં જ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબી તપાસ બાદ કર્મચારીની સ્થિતિને ધ્યાનમાં લઈને તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર તબીબી ટીમ દ્વારા કરવામાં આવેલું ઓપરેશન સફળ રહ્યું છે અને હાલ ઈજાગ્રસ્ત કર્મચારી હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. બીજી તરફ અકસ્માતની ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા શ્રમિકોમાં રોષ ફેલાયો હતો. મોટી સંખ્યામાં કર્મચારીઓ કંપની પરિસરમાં ભેગા થયા હતા અને અકસ્માતની પરિસ્થિતિ અંગે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન મામલો ઉગ્ર બનતાં પથ્થરમારો થયો હતો અને કેટલાક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હોવાની માહિતી મળી છે. અચાનક સર્જાયેલી આ સ્થિતિને પગલે કંપની પરિસરમાં તંગદિલીનો માહોલ ઊભો થયો હતો. ઘટનાની ગંભીરતા જોતા પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કંપની પરિસર અને આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ફેબટેક કંપની દ્વારા જણાવાયું છે કે ઈજાગ્રસ્ત કર્મચારીને જરૂરી તબીબી સહાય અને તમામ શક્ય સહકાર આપવામાં આવી રહ્યો છે. બસમાં ચડતી વખતે બનેલી ઘટનાની વિગતો તથા સમગ્ર પરિસ્થિતિ અંગે સંબંધિત સ્તરે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કંપનીએ કર્મચારીઓની સલામતીને પ્રાથમિકતા આપવાની અને સુરક્ષા સંબંધિત માર્ગદર્શિકાઓના પાલનને સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    મચ્છુ-2 ડેમ 100% ભરાયો નથી, ખેડૂતોને સિંચાઈના પાણીની ચિંતા:મોરબી-માળિયાના ખેડૂતોએ શિયાળુ પાક માટે કેનાલમાંથી પાણી છોડવાની માંગ કરી, પાક નુકસાનની શક્યતા
    Next Article
    સગીરાનું અપહરણ, ત્રણ મહિને મહારાષ્ટ્રમાંથી આરોપી ઝડપાયો!:ચોકબજાર પોલીસની સફળતા, ‘પાણીપુરી ખાવા જાઉં છું’ કહી નીકળેલી 14 વર્ષીય કિશોરીને હેમખેમ શોધી કાઢી; 22 વર્ષીય ડ્રાઇવર જેલહવાલે, POCSO હેઠળ ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment