Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરાનું અપહરણ, ત્રણ મહિને મહારાષ્ટ્રમાંથી આરોપી ઝડપાયો!:ચોકબજાર પોલીસની સફળતા, ‘પાણીપુરી ખાવા જાઉં છું’ કહી નીકળેલી 14 વર્ષીય કિશોરીને હેમખેમ શોધી કાઢી; 22 વર્ષીય ડ્રાઇવર જેલહવાલે, POCSO હેઠળ ગુનો દાખલ

    13 hours ago

    સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાંથી ત્રણ મહિના અગાઉ ‘પાણીપુરી ખાવા જાઉં છું’ કહીને નીકળેલી 14 વર્ષની સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરવાના કેસનો ચોકબજાર પોલીસે પર્દાફાશ કર્યો છે. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ સમન્વયથી પોલીસે મહારાષ્ટ્ર ખાતે ધામા નાખીને આરોપીને દબોચી લીધો છે અને સગીરાને હેમખેમ મુક્ત કરાવી પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી છે. પાણીપુરી ખાવા નીકળેલી સગીરા ગુમ થતાં અપહરણનો ગુનો નોંધાયો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, વેડ રોડ વિસ્તારમાં રહેતા પરિવારની 14 વર્ષીય સગીરા ગત 21 જૂન, 2026ના રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યાના સુમારે પરિવારજનોને ‘હું પાણીપુરી ખાવા જાઉં છું’ તેમ કહી ઘરેથી નીકળી હતી. મોડી રાત સુધી કિશોરી પરત ન ફરતાં ચિંતિત પરિવારે આસપાસ તેમજ સગા-સંબંધીઓમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. સગીરાનો કોઈ પત્તો ન લાગતાં આખરે પરિવારજનોએ ચોકબજાર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ત્રણ મહિના સુધી કેસ રહ્યો અનડિટેક્ટ, સર્વેલન્સ ટીમે સમાંતર તપાસ આદરી ઘટના બન્યા બાદ ત્રણ મહિના સુધી કોઈ નક્કર કડી ન મળતાં કેસ અનડિટેક્ટ રહ્યો હતો. જોકે, સગીરાની સુરક્ષાને ધ્યાને રાખી ચોકબજાર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક કક્ષાએ ગુપ્ત બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું હતું. ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી, કોલ ડિટેઇલ્સ અને સગા-સંબંધીઓની પૂછપરછના આધારે પોલીસને એક મહત્ત્વની લીડ મળી હતી કે, વિનોદ ઉર્ફે રોહિત ગાંગૂડે નામનો યુવક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો છે. ટેકનિકલ એનાલિસિસથી મહારાષ્ટ્રમાં લોકેશન મળ્યું, પોલીસે છાપો માર્યો બાતમી અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીનું લોકેશન મહારાષ્ટ્ર રાજ્યમાં ટ્રેસ થયું હતું. ચોકબજાર પોલીસની એક વિશેષ ટીમે તાત્કાલિક મહારાષ્ટ્રના ચાળીસગાંવ પંથકમાં ધામા નાખ્યા હતા. સ્થાનિક સ્તરે હ્યુમન સોર્સિસની મદદ લઈ પોલીસે સફળ ઓપરેશન પાર પાડી આરોપીને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ અને કાયદેસરની કાર્યવાહી ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ વિનોદ ઉર્ફે રોહિત બાલુ ગાંગૂડે (ઉંમર 22 વર્ષ, વ્યવસાયે ડ્રાઇવર, રહેવાસી: મહારાષ્ટ્ર) તરીકે થઈ છે. પોલીસે આરોપી વિરુદ્ધ BNSની કલમો તેમજ પોક્સો એક્ટની કલમ 4(2), 6 અને 8 હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મુન્દ્રા પોર્ટ નજીક શ્રમિકને અકસ્માત બાદ ઉગ્ર વિરોધ:પથ્થરમારાથી વાહનોમાં તોડફોડ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
    Next Article
    6 નાયબ પોલીસ અધિક્ષક (DySP)ને SP કક્ષાની બઢતી:નિવૃત્તિના દિવસે અમદાવાદ ક્રાઈમબ્રાંચના ACP ભરત પટેલને પ્રમોશન, 2008ની બેચના PIને ASPનું પ્રમોશન આપવા તૈયારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment