Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 નાયબ પોલીસ અધિક્ષક (DySP)ને SP કક્ષાની બઢતી:નિવૃત્તિના દિવસે અમદાવાદ ક્રાઈમબ્રાંચના ACP ભરત પટેલને પ્રમોશન, 2008ની બેચના PIને ASPનું પ્રમોશન આપવા તૈયારી

    13 hours ago

    ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં મહત્વનો વહીવટી નિર્ણય લેતાં વર્ગ-1 સંવર્ગના 6 નાયબ પોલીસ અધિક્ષક (DySP)ને પોલીસ અધિક્ષક (SP) વર્ગ-1ની એક્સ કેડર જગ્યાએ In-situ બઢતી આપવાનો આદેશ કર્યો છે. ગૃહ વિભાગ દ્વારા આજે 30 સપ્ટેમ્બર, 2026ના રોજ આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સાડા ત્રણ દાયકા સુધી ગુજરાત પોલીસમાં સેવા આપનાર ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલને નિવૃત્તિના દિવસે સરકાર દ્વારા એસપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. ભરત પટેલ સહિત કુલ છ એસીપીને સરકારે એસપી તરીકે પ્રમોશન આપ્યું છે. આ અધિકારીઓ ઘણા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા. 6 અધિકારીઓને એસપી તરીકે જ પ્રમોશન ગૃહ વિભાગ દ્વારા વિરમગામ એસઆરપી ગ્રુપના એસીપી બાલકૃષ્ણ ચૌબે, સુરત ટ્રાફિક એસીપી મોઇન શેખ, સુરત આઇબીના એસીપી બી.એસ. મોરી, વલસાડ એસીપી એ.કે. વર્મા, ગાંધીનગર પોલીસભવનના એસીપી ડી.પી. ચુડાસમા તથા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલને જે તે સ્થળે જ એસપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. 2008ની બેચના PIને ASP તરીકે પ્રમોશન અપાશે સિનિયર અધિકારીઓને પ્રમોશન આપ્યા બાદ હવે વર્ષ 2001થી 2004 સુધીના જે પોલીસ ઇન્સ્પેક્ટરોના પ્રમોશન બાકી છે તેમના તથા 2008ની બેચના પોલીસ ઇન્સ્પેક્ટરોને એસીપી તરીકે પ્રમોશન આપવાની ખાતાકીય કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે સરકાર દ્વારા તેની જાહેરાત કરવામાં આવશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપીના પોસ્ટિંગ માટે ચોમેરથી લોબિંગ અને ભલામણો શરૂ થઈ ગઈ છે. હવે જોવાનું એ રહ્યું કે આ પોસ્ટ માટે સરકાર દ્વારા કોને જવાબદારી સોંપવામાં આવે છે. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપીની રેસમાં શંકર ચૌધરી, સતીશ ચૌધરી, મિલાપ પટેલ, જીતુ યાદવ, જે.ડી. પુરોહિત, કિરણ મોદી સહિતના અધિકારીઓના નામ ચર્ચામાં છે.
    Click here to Read More
    Previous Article
    સગીરાનું અપહરણ, ત્રણ મહિને મહારાષ્ટ્રમાંથી આરોપી ઝડપાયો!:ચોકબજાર પોલીસની સફળતા, ‘પાણીપુરી ખાવા જાઉં છું’ કહી નીકળેલી 14 વર્ષીય કિશોરીને હેમખેમ શોધી કાઢી; 22 વર્ષીય ડ્રાઇવર જેલહવાલે, POCSO હેઠળ ગુનો દાખલ
    Next Article
    'Heard Screams, Then Plane Dived': Flyers Recount flydubai Flight Horror

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment