Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મચ્છુ-2 ડેમ 100% ભરાયો નથી, ખેડૂતોને સિંચાઈના પાણીની ચિંતા:મોરબી-માળિયાના ખેડૂતોએ શિયાળુ પાક માટે કેનાલમાંથી પાણી છોડવાની માંગ કરી, પાક નુકસાનની શક્યતા

    12 hours ago

    પાછોતરો વરસાદ ન થવાને કારણે મોરબી અને માળિયા તાલુકાનો મચ્છુ-2 ડેમ આ વર્ષે 100 ટકા ભરાયો નથી. ખેડૂતો શિયાળુ પાક માટે કેનાલમાંથી પાણી છોડવાની માંગ કરી રહ્યા છે, કારણ કે પાણી ન મળે તો કરોડો રૂપિયાના નુકસાનની શક્યતા છે. ચોમાસાના પહેલા રાઉન્ડમાં ડેમ ભરાયો હતો, પણ પાછળથી વરસાદ ન આવતા રૂલ લેવલ જળવાયું નથી. મોરબી અને માળિયાના 18 ગામના ખેડૂતો સિંચાઈ માટે આ ડેમ પર નિર્ભર છે. સરપંચ જીતેન્દ્ર ઠોરીયાએ કહ્યું કે, પાણી ન મળતા ઘઉં, ચણા, જીરું જેવા પાકની ઉપજ ઘટશે અને આર્થિક નુકસાન થશે. મચ્છુ-2 ડેમના મદદનીસ ઇજનેર આર.જે. પરમારના જણાવ્યાં મુજબ, ડેમની ક્ષમતા 3104 MCFT છે, હાલમાં 2444 MCFT પાણી છે. સિંચાઈ માટે પાણીની રજૂઆત કરાઈ છે. 700-800 MCFT પાણી છોડવાથી 7000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈનો લાભ મળશે, પણ ડેમ ભરાયેલ ન હોવાથી આયોજન મુશ્કેલ છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના 170 વર્ષ જૂના રાજમહેલનું રિસ્ટોરેશન પૂર્ણ:મ્યુઝિયમ અને હેરિટેજ હોટલ બનશે; 6 મહિનામાં જાહેરજનતા માટે ખૂલશે;સયાજીરાવ ગાયકવાડે 1892માં નિર્માણ કરાવ્યું હતું
    Next Article
    મુન્દ્રા પોર્ટ નજીક શ્રમિકને અકસ્માત બાદ ઉગ્ર વિરોધ:પથ્થરમારાથી વાહનોમાં તોડફોડ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment