Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના 170 વર્ષ જૂના રાજમહેલનું રિસ્ટોરેશન પૂર્ણ:મ્યુઝિયમ અને હેરિટેજ હોટલ બનશે; 6 મહિનામાં જાહેરજનતા માટે ખૂલશે;સયાજીરાવ ગાયકવાડે 1892માં નિર્માણ કરાવ્યું હતું

    12 hours ago

    અમરેલીનો 170 વર્ષ જૂનો ઐતિહાસિક રાજમહેલ ₹25 કરોડના ખર્ચે રિસ્ટોર થયો છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે વર્ષ 1892માં આ ભવ્ય ઇમારત બનાવી હતી. રિનોવેશનની કામગીરી આખરી તબક્કામાં છે અને આગામી 6 મહિનામાં તે લોકો માટે ખુલ્લો મુકાશે. વર્ષોથી જર્જરિત રહેલા આ રાજમહેલમાં હવે મ્યુઝિયમ, હેરિટેજ હોટલ, બેન્કવેટ હોલ અને કાફેટેરિયા જેવી આધુનિક સુવિધાઓ તૈયાર કરવામાં આવશે. ₹25 કરોડના ખર્ચે પુનરુદ્ધાર ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના પ્રયાસોથી રાજ્ય સરકારે આ ઐતિહાસિક ધરોહરના જતન માટે પ્રોજેક્ટ હાથ ધર્યો છે. સાગના લાકડાનો બહોળો ઉપયોગ કરીને રાજમહેલને મૂળ સ્વરૂપમાં તૈયાર કરાયો છે. આ ઐતિહાસિક મહેલ અમરેલી શહેર અને સમગ્ર જિલ્લાની નવી શાન બનવા જઈ રહ્યો છે. સ્થાનિકોમાં ભારે ઉત્સાહ છવાયો સ્થાનિક નિવાસી અક્ષતા કાળે જણાવે છે કે બાળપણથી આ મહેલ પ્રત્યે ભારે જિજ્ઞાસા હતી. રાજમહેલનું સુંદર રિસ્ટોરેશન થતાં સ્થાનિકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. પૌરાણિક વારસાને નજીકથી જોવાનો અને માણવાનો મોકો મળશે. નવી સુવિધાઓથી આ સ્થળ પ્રવાસન ધામ તરીકે પણ ઉભરી આવશે. સરકારી કચેરીઓનો ઐતિહાસિક પુરાવો વેપારી મનીષ સાંગાણીના જણાવ્યા મુજબ સમય જતાં રાજમહેલ અત્યંત જર્જરિત થઈ ગયો હતો. ભૂતકાળમાં અહીં કલેક્ટર કચેરી, કોર્ટ અને એસપી ઓફિસ સહિત વિવિધ સરકારી કચેરીઓ ચાલતી હતી. જર્જરિત હાલત થતાં તમામ કચેરીઓ બંધ કરાઈ હતી, પરંતુ નવેસરથી નિર્માણ થતાં જિલ્લાનું ગૌરવ પુનઃ ઉજાગર થશે. ભવ્ય બનાવટ અને લોકદરબાર ગાયકવાડી શાસન સમયની આ બે માળની ઇમારત આશરે 10થી 13 મીટરની ઊંચાઈ ધરાવે છે. રાજાશાહી વખતમાં અહીં વિશાળ લોક દરબાર ભરાતો હતો. રાજમહેલના પટાંગણમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા પણ સ્થાપિત કરાયેલી જોવા મળે છે, જે ભૂતકાળની ભવ્યતા યાદ અપાવે છે.
    Click here to Read More
    Previous Article
    મમતા બેનર્જીએ કહ્યું- મત ચોરી રોકવા જીવ પણ આપી દઈશું:રાહુલે તેને લોકશાહી પરનો હુમલો ગણાવ્યો, વિપક્ષ 6 ઓક્ટોબરે ચૂંટણી પંચનો ઘેરાવ કરશે
    Next Article
    મચ્છુ-2 ડેમ 100% ભરાયો નથી, ખેડૂતોને સિંચાઈના પાણીની ચિંતા:મોરબી-માળિયાના ખેડૂતોએ શિયાળુ પાક માટે કેનાલમાંથી પાણી છોડવાની માંગ કરી, પાક નુકસાનની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment