Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ સિવિલમાં મૃતદેહ બદલાયો, અંતિમ સંસ્કાર પણ થઈ ગયા:દીકરી અમેરિકાથી આવી પણ પિતાના અંતિમ દર્શન ન કરી શકી, પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા

    13 hours ago

    રાજકોટ સિવિલ હોસ્પિટલનો વધુ એક ગંભીર છબરડો સામે આવ્યો છે. કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવેલા વૃદ્ધના મૃતદેહની અદલાબદલી થઈ ગઈ અને અંતિમસંસ્કાર પણ થઈ ગયા. પિતાની અંતિમવિધિ માટે દીકરી અમેરિકાથી રાજકોટ આવી પણ સિવિલની બેદરકારીના કારણે અંતિમ દર્શન ન કરી શકી. ગંભીર છબરડા બાદ સિવિલ તંત્રએ કમિટી બનાવી તપાસ હાથ ધરી છે. 92 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ બદલાયો અને અંતિમ સંસ્કાર પણ થઈ ગયા મૃતક હરસુખલાલ ઠાકરના પુત્ર મુકેશભાઈએ જણાવ્યું કે, મારા પિતા હરસુખલાલ શાંતિલાલ ઠાકરને ગોળાનું ઓપરેશન કરાવવા માટે રાજકોટની દોશી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમની ઉંમર 92 વર્ષ હોવાથી આ સારવાર અને ઓપરેશન જોખમી હતું પરંતુ તેમના માટે જરૂરી હોવાથી અમે ઓપરેશન કરાવવા નિર્ણય કર્યો. આ પછી તેમની તબિયત બગડતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા અને સવારે અવસાન થયું. મારા બેન અમેરિકા હોવાથી તે રાજકોટ પહોંચે ત્યાં સુધી તેમની રાહ જોવા માટે નિર્ણય કરી અમે લોકોએ પિતાના મૃતદેહને સિવિલ હોસ્પિટલના કોલ્ડસ્ટોરેજમાં 28 સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવ્યો અને બુધવારે સવારે લઇ જઈ 10 વાગ્યે અંતિમ યાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું. કોલ્ડ સ્ટોરેજ પહોંચ્યા તો મૃતદેહ બદલાયાની અને અંતિમ સંસ્કાર થઈ ગયાની જાણ થઈ મુકેશભાઈએ વધુમાં જણાવ્યું કે, આજે સવારે જયારે અમે પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે કોલ્ડસ્ટોરેજમાં અમારા પિતાનો મૃતદેહ જોવા મળ્યો ન હતો. હોસ્પિટલના સ્ટાફને જાણ કરતા તેઓએ તપાસ કરતા કોલ્ડસ્ટોરેજમાં મૃતદેહ બદલાઈ જવાના કારણે તેમના પિતાના અંતિમ સંસ્કાર ગઈકાલે બપોરે 2.30 વાગ્યે રામનાથપરા સ્મશાન ખાતે થઇ ગયા હોવાનું જાણવા મળ્યું.મુંબઈના વૃદ્ધ ગોપાલભાઈના પરિવારને ગઈકાલે હરસુખલાલ ઠાકરનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અમેરિકાથી દીકરી આવી પણ પિતાના અંતિમ દર્શન ન થયા અમેરિકાથી દીકરી રાજકોટ આવ્યા બાદ પિતાના અંતિમ સંસ્કાર કરવા પરિવારે નિર્ણય કર્યો હતો. પરંતુ તંત્રના પાપે પરિવાર પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર ન કરી શકતા અશ્રુભીની આંખે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું અને જવાબદાર સામે કાર્યવાહી માંગ સાથે પરિવારજનો પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જેથી પોલીસે જાણવા જોગ નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. સિવિલ તંત્રએ મામલાની તપાસ માટે કમિટીની રચના કરી રાજકોટ સિવિલ અધિક્ષક કમલસિંહ ડોડીયાએ નિવેદન આપતા જણાવ્યું કે, ખૂબ જ ગંભીર તેમજ દુઃખદ બનાવ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે બન્યો છે.આ બનાવ કયા કારણોસર બન્યો અને મૃતદેહની અદલા બદલી થઈ છે તે બાબતે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. ભવિષ્યમાં આ પ્રકારે બનાવ ન બને તે માટે SOP પણ બનાવવામાં આવશે. મૃતદેહની અદલા બદલીમાં ગુનાહિત બેદરકારી છે કે કેમ તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવશે. અસામાન્ય પરિસ્થિતિમાં મૃતદેહની અદલાબદલી થઈ છે. ત્યારે આ તપાસ કમિટીના તપાસમાં શું સામે આવશે તે જોવું મહત્વનું રહેશે.
    Click here to Read More
    Previous Article
    મિલકત-પાણીવેરામાં એપાર્ટમેન્ટ નહીં ફ્લેટદીઠ ₹5,000 વ્યાજમાફી:રાજકોટમાં લો અને હાઇરાઈઝ બિલ્ડીંગોને પાણીવેરામાં ₹30 હજારથી 3.75 લાખનો ફાયદો, મુદ્દલ કરતા વધુ વ્યાજ નહીં વસૂલાઈ
    Next Article
    સૂતેલા પિતાની કુહાડીના ઘા ઝીંકી ગળું, મોઢું કાપી હત્યા:હત્યાને અંજામ આપી દીકરો સારોલીમાં ઓળખ છુપાવીને રહેતો હતો; બાતમી આધારે મજૂરીકામ કરતા કિરણ ટ્રાન્સપોર્ટમાંથી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment