Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૂતેલા પિતાની કુહાડીના ઘા ઝીંકી ગળું, મોઢું કાપી હત્યા:હત્યાને અંજામ આપી દીકરો સારોલીમાં ઓળખ છુપાવીને રહેતો હતો; બાતમી આધારે મજૂરીકામ કરતા કિરણ ટ્રાન્સપોર્ટમાંથી ઝડપાયો

    13 hours ago

    બિહાર રાજ્યના સમસ્તીપુર જિલ્લામાં પોતાના જ પિતાની ઘાતકી હત્યા કરી સુરત આવી સંતાયેલા વોન્ટેડ આરોપીને સારોલી પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આરોપી સુરતના સારોલી વિસ્તારમાં ઓળખ છુપાવી ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં મજૂરીકામ કરી રહ્યો હતો. સારોલી પોલીસે ચોક્કસ બાતમીના આધારે છટકું ગોઠવી આરોપીને દબોચી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બિહાર પોલીસને જાણ કરી છે. કિરણ ટ્રાન્સપોર્ટમાં હમાલી કરતો હોવાની ચોક્કસ બાતમી મળી સારોલી પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીદારે ચોક્કસ બાતમી આપી હતી કે, બિહારના સમસ્તીપુર જિલ્લાના હલોઈ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપી શિવશંકર રઘુવીર સહાની હાલ સારોલી ગેટ પાસે આવેલા કિરણ ટ્રાન્સપોર્ટમાં હમાલીનું કામ કરી રહ્યો છે. બાતમીમાં આરોપીના કપડાંનું વર્ણન આછા લીલા રંગનું ટી-શર્ટ અને ગ્રે કલરનો ચડ્ડો મળ્યું હતું. જેના આધારે પોલીસ કાફલાએ તુરંત કિરણ ટ્રાન્સપોર્ટ પર દરોડો પાડ્યો હતો અને વર્ણન મુજબના શખ્સને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. ઓળખ છુપાવી ઈશ્વરકૃપા રેસિડેન્સીમાં રહેતો હતો પોલીસે સ્થળ પરથી 26 વર્ષીય શિવશંકર રઘુવીર સહાનીને ઝડપી લઈ કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે તે મૂળ બિહારના સમસ્તીપુર જિલ્લાના હલોઈ થાણા વિસ્તારના દરવા ગામનો વતની છે. હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ તે વતનથી ભાગીને સુરત આવ્યો હતો અને સારોલી ગામના હનુમાન ફળિયામાં આવેલી ઈશ્વરકૃપા રેસિડેન્સીના ફ્લેટમાં ભાડે રહી ઓળખ છુપાવી દિવસો વિતાવતો હતો. આરોપી સામે હલોઈ પોલીસ સ્ટેશનમાં અઢી મહિના અગાઉ ગુનો નોંધાયો હતો. પૈસા બાબતે ઝઘડો થતાં ઊંઘતા પિતા પર કુહાડીના ઘા ઝીંક્યા પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ, આરોપી શિવશંકર સુરતમાં રહેતો હતો જ્યારે તેની પત્ની વતનમાં પરિવાર સાથે રહેતી હતી. ઘરમાં પૈસા બાબતે અવારનવાર ઝઘડા થતા હોવાથી તે પિતા સામે અદાવત રાખતો હતો. અઢી મહિના અગાઉ વતનમાં પિતા રાત્રે ઊંઘી રહ્યા હતા ત્યારે આવેશમાં આવી શિવશંકરે કુહાડી વડે તેમના પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. પિતાનું ગળું, મોઢું અને હાથ કાપી નાખી ઘાતકી હત્યા કર્યા બાદ તે નાસી છૂટ્યો હતો. આ મામલે ફરિયાદી માતાએ પોતાના જ હત્યારા દીકરા શિવશંકર વિરુદ્ધ હલોઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. BNSS કલમ હેઠળ કાર્યવાહી, બિહાર પોલીસને સોંપાશે સારોલી પોલીસે વોન્ટેડ આરોપી શિવશંકર સહાની સામે BNSS કલમ-72 મુજબ કાયદેસરની અટકાયતી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સમસ્તીપુરના હલોઈ પોલીસ સ્ટેશનને સત્તાવાર જાણ કરવામાં આવી છે અને બિહાર પોલીસની ટીમ સુરત આવી આરોપીનો કબ્જો મેળવે તે માટેની તજવીજ તેજ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ સિવિલમાં મૃતદેહ બદલાયો, અંતિમ સંસ્કાર પણ થઈ ગયા:દીકરી અમેરિકાથી આવી પણ પિતાના અંતિમ દર્શન ન કરી શકી, પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા
    Next Article
    Gujarat Breaking News | 3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Rain Update News | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment