Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુબઈ-તેલ અવીવ ફ્લાઇટ હાઇજેક થયાની આશંકા:ઇઝરાયલે ફાઇટર જેટ મોકલ્યું, લેન્ડિંગ પછી ખબર પડી- પાઇલટો વચ્ચે બોલાચાલી થઈ હતી

    7 hours ago

    દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાંથી અચાનક હાઇજેકનો એલર્ટ મળ્યા બાદ ઇઝરાઇલમાં હડકંપ મચી ગયો. વિમાને પહેલા સામાન્ય ઇમરજન્સીનો 7700 કોડ મોકલ્યો અને ત્યારબાદ 7500 કોડ મોકલ્યો, જે હાઇજેક અથવા વિમાનમાં ગેરકાયદેસર દખલનો સંકેત હોય છે. આ પછી ઇઝરાયલે વિમાન તરફ ફાઇટર જેટ મોકલી દીધાં. ફ્લાઇટે પોતાનો માર્ગ બદલી નાખ્યો અને સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર ઉતરી ગઈ. વિમાનમાં આશરે 180 મુસાફરો સવાર હતા. તેમાં 150થી વધુ ઇઝરાયલી નાગરિકો હતા. લેન્ડિંગ બાદ સામે આવ્યું કે વિમાનમાં હાઇજેક જેવી કોઈ સ્થિતિ નહોતી. ઇઝરાયલી સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, પાઇલટો વચ્ચે થયેલી બોલાચાલી બાદ આ સિગ્નલ મોકલવામાં આવ્યા હતા. સાઉદી અરેબિયાની ઉપર માર્ગ બદલ્યો ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટા મુજબ, વિમાન સાઉદી અરેબિયા ઉપર પહોંચ્યા બાદ પોતાના નિર્ધારિત માર્ગથી વળી ગયું હતું. ત્યારબાદ વિમાન તાબુક એરપોર્ટ તરફ આગળ વધ્યું. થોડા સમય માટે ફ્લાઇટ-ટ્રેકિંગ વેબસાઇટ્સ પર વિમાનની સ્થિતિ દેખાતી પણ બંધ થઈ ગઈ હતી. ઇઝરાયલમાં વડાપ્રધાન-રક્ષામંત્રીની કટોકટી બેઠક વિમાનમાંથી મળેલા એલર્ટ બાદ ઇઝરાયલમાં સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી. હિબ્રૂ મીડિયા અનુસાર, વડાપ્રધાન અને રક્ષામંત્રીએ પણ આ મામલે કટોકટી બેઠક કરી હતી. આ દરમિયાન વિમાનની સ્થિતિ અને તેમાં સવાર મુસાફરો અંગે માહિતી એકત્રિત કરવામાં આવી હતી. ઇઝરાયલની એરફોર્સના ફાઇટર જેટ્સ પણ વિમાન તરફ મોકલવામાં આવ્યા હતા. પાઇલટ્સ વચ્ચે કઈ વાત પર વિવાદ થયો? પાઇલટ્સ વચ્ચે કઈ બાબતને લઈને વિવાદ થયો હતો, તેની માહિતી હજુ સામે આવી નથી. 7500 કોડ કયા કારણસર મોકલવામાં આવ્યો હતો, તે પણ સ્પષ્ટ નથી. હાલમાં આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. વિમાન સાઉદી અરેબિયામાં ઉતર્યા બાદ અધિકારીઓને ઘટનાની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવાની તક મળી છે.
    Click here to Read More
    Previous Article
    અજય દેવગનની 'દૃશ્યમ-3'ની રિલીઝ રોકવાની માંગ:કૉપિરાઇટ વિવાદ પર મદ્રાસ હાઇકોર્ટે સુનાવણી મુલતવી રાખી; એડવાન્સ બુકિંગ ₹18 કરોડને પાર
    Next Article
    લવાલ મારામારી કેસના ત્રીજા દિવસે મહિપતસિંહે શેખી મારી:ઈન્ફ્લુએન્સરે કહ્યું- ટોળું દેખાવાથી સાબિત નથી થતું કે પત્ની હુમલો કરવા ગઈ, 10 વર્ષથી હું અને વિવાદ સમાનાર્થી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment