Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અજય દેવગનની 'દૃશ્યમ-3'ની રિલીઝ રોકવાની માંગ:કૉપિરાઇટ વિવાદ પર મદ્રાસ હાઇકોર્ટે સુનાવણી મુલતવી રાખી; એડવાન્સ બુકિંગ ₹18 કરોડને પાર

    6 hours ago

    અજય દેવગન સ્ટારર ફિલ્મ 'દૃશ્યમ 3: ધ કન્ક્લુઝન'ની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. મદ્રાસ હાઈકોર્ટમાં મેસર્સ રાજકુમાર થિયેટર પ્રાઇવેટ લિમિટેડે મેસર્સ વાઇડ એંગલ ક્રિએશન્સ વિરુદ્ધ અરજી દાખલ કરીને ફિલ્મની વિશ્વવ્યાપી રિલીઝ અને વિતરણ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી છે. કંપનીનો આરોપ છે કે તેમની મંજૂરી વિના ફિલ્મનું હિન્દી વર્ઝન બનાવવું કૉપિરાઇટના નિયમોનું ઉલ્લંઘન છે. જોકે મદ્રાસ હાઈકોર્ટે કેસની સુનાવણી મુલતવી રાખી છે. કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ ઝડપથી ચાલી રહ્યું છે. ફિલ્મ 2 ઑક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. કૉપિરાઇટના ઉલ્લંઘનનો આરોપ, કોર્ટે સુનાવણી મુલતવી રાખી મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ કે. કુમારેશ બાબુની બેન્ચ સમક્ષ આ મામલાની સુનાવણી થઈ. 'દૃશ્યમ 3' વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી કૉપિરાઇટ સંબંધિત મધ્યસ્થતા (આર્બિટ્રેશન)નો મામલો ઉકેલાઈ ન જાય, ત્યાં સુધી ફિલ્મને વિશ્વભરમાં પ્રદર્શિત કરવામાં ન આવે.' કંપનીનો દાવો છે કે તેની પાસે ફિલ્મના એડેપ્ટેશન રાઇટ્સ અને કૉપિરાઇટ અધિકારો છે, જેનો ઉલ્લંઘન કરીને આ હિન્દી રીમેક બનાવવામાં આવી છે. એડવાન્સ બુકિંગ 18 કરોડ રૂપિયા પાર પહોંચી કાનૂની વિવાદ વચ્ચે ફિલ્મની એડવાન્સ બુકિંગને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેડ વેબસાઇટ સૈકનિલ્કના અહેવાલ અનુસાર, આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં 18.48 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે. બ્લોક સીટ્સને બાદ કરતાં આ આંકડો 12.21 કરોડ રૂપિયા છે. અત્યાર સુધીમાં 21,281 શો માટે આશરે 4.77 લાખ ટિકિટો વેચાઈ ચૂકી છે. ફિલ્મના 24 શો સંપૂર્ણપણે હાઉસફુલ થઈ ચૂક્યા છે. ટ્રેડ એનાલિસ્ટ્સ અનુસાર, દેશના મુખ્ય બજારોમાં એડવાન્સ બુકિંગના આંકડા ઘણા મજબૂત છે. શરૂઆતના અંદાજ મુજબ, ફિલ્મ ભારતમાં પહેલા દિવસે 40 કરોડ રૂપિયાથી વધુનું નેટ કલેક્શન કરી શકે છે. સ્ટાર કાસ્ટ અને ફિલ્મની પૃષ્ઠભૂમિ ફિલ્મ 'દૃશ્યમ 3: ધ કન્ક્લૂઝન'માં અજય દેવગન ફરી એકવાર વિજય સાલગાંવકરના પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે તબુ, શ્રિયા સરન, ઇશિતા દત્તા, મૃણાલ જાધવ, રજત કપૂર અને પ્રકાશ રાજ પોતાની જૂની ભૂમિકાઓમાં પરત ફરી રહ્યા છે. આ ભાગમાં જયદીપ અહલાવતની પણ એન્ટ્રી થઈ છે. આ ફ્રેન્ચાઇઝી પોતાની સસ્પેન્સ થ્રિલર વાર્તા માટે જાણીતી છે, જેના અગાઉના બંને ભાગ બોક્સ ઑફિસ પર સફળ રહ્યા હતા. છેલ્લી ઘડીએ અક્ષય ખન્નાએ ફિલ્મ છોડી આ પહેલાં એક્ટર અક્ષય ખન્નાએ છેલ્લી ઘડીએ શૂટિંગ છોડ્યું હોવાને કારણે આ ફિલ્મ ચર્ચામાં રહી હતી. 'દૃશ્યમ 3'ના લેખક અને ડિરેક્ટર અભિષેક પાઠકે જણાવ્યું હતું કે અજય દેવગન સાથે અક્ષય ખન્નાના સીનનું શૂટિંગ થવાનું હતું, તેના એક અઠવાડિયા પહેલાં જ તેમણે પ્રોજેક્ટ છોડી દીધો હતો. આ છતાં નિર્માતાઓએ શૂટિંગ મુલતવી રાખવાને બદલે ત્રણ દિવસમાં જ સ્ક્રિપ્ટ ફરીથી લખી. અક્ષય ખન્નાના પાત્રને નવા પાત્રમાં બદલીને જયદીપ અહલાવતને કાસ્ટ કરવામાં આવ્યા. ‘દૃશ્યમ’ની વાર્તા અજય દેવગનની ફિલ્મ ‘દૃશ્યમ’ 31 જુલાઈ 2015ના રોજ રિલીઝ થઈ હતી. નિશિકાંત કામતના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ મલયાલમ ફિલ્મ ‘દૃશ્યમ’ની હિન્દી રીમેક હતી. ફિલ્મમાં અજય દેવગન સાથે તબ્બુ, શ્રિયા સરન, ઈશિતા દત્તા અને મૃણાલ જાધવ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળ્યા હતા. વાર્તા ગોવામાં રહેતા વિજય સાલગાંવકરના પરિવારની છે. વિજય ચાર ધોરણ સુધી ભણેલો છે અને કેબલ ઓપરેટરનું કામ કરે છે. તેને ફિલ્મો જોવાનો ખૂબ શોખ છે. તે ફિલ્મોમાંથી ઘણી વસ્તુઓ શીખે પણ છે. વિજયની જિંદગી ત્યારે બદલાઈ જાય છે, જ્યારે તેની મોટી દીકરી અંજુ સાથે એક ગંભીર ઘટના બને છે. પોલીસ અધિકારી મીરા દેશમુખનો દીકરો સેમ અંજુને પરેશાન અને બ્લેકમેલ કરે છે. આ દરમિયાન એક અકસ્માતમાં અંજુના હાથે સેમની હત્યા થઈ જાય છે. પોતાના પરિવારને જેલ જવાથી બચાવવા માટે વિજય એક મોટી યોજના બનાવે છે. તે પરિવાર સાથે મળીને એવી વાર્તા તૈયાર કરે છે, જેથી પોલીસને લાગે કે તેઓ 2 અને 3 ઓક્ટોબરના રોજ ગોવાથી બહાર હતા. વિજય હોટલની બુકિંગ, ફિલ્મ જોવાના ટિકિટ અને બીજા પુરાવાઓ દ્વારા પોતાની વાર્તાને મજબૂત કરે છે. મીરા દેશમુખને વિજયના પરિવાર પર પૂરી શંકા હોય છે. પોલીસ વારંવાર પૂછપરછ કરે છે અને પરિવાર પર દબાણ બનાવે છે. પરંતુ વિજય દરેક પ્રશ્નનો જવાબ પોતાની બનાવેલી વાર્તા મુજબ આપે છે. ફિલ્મનો સૌથી મોટો સસ્પેન્સ એ જ છે કે શું પોલીસ વિજયના પરિવાર સુધી પહોંચી શકશે? આખરે વિજય પોતાના પરિવારને બચાવવામાં સફળ થાય છે. ‘દૃશ્યમ 2’ની વાર્તા અજય દેવગનની ‘દૃશ્યમ 2’ વર્ષ 2015માં આવેલી મલયાલમ ફિલ્મ ‘દૃશ્યમ’ની સિક્વલ હતી. ફિલ્મનું ડિરેક્શન અભિષેક પાઠકે કર્યું હતું. ફિલ્મ 18 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. વાર્તા પહેલી ફિલ્મના બનાવોના 7 વર્ષ પછી શરૂ થાય છે. વિજય સાલગાંવકર હવે પહેલા કરતાં વધુ અમીર થઈ ગયો છે. તેનું પોતાનું સિનેમાઘર છે અને તે ફિલ્મ બનાવવાનું સપનું જોઈ રહ્યો છે. જોકે, તેના પરિવાર માટે સેમના મોતનું રહસ્ય હજુ પણ ડર બની રહ્યું છે. વાર્તામાં મોટો વળાંક ત્યારે આવે છે, જ્યારે પોલીસને એક નવો સાક્ષી મળે છે. તે દાવો કરે છે કે તેણે ઘટનાવાળી રાત્રે વિજયને પોલીસ સ્ટેશન પાસે જોયો હતો. આ પછી સેમના મોતનો કેસ ફરીથી ખુલી જાય છે. આ વખતે તપાસની જવાબદારી આઈજી તરુણ અહલાવત પાસે આવે છે. અક્ષય ખન્ના દ્વારા ભજવવામાં આવેલો તરુણ ખૂબ જ ચાલાક પોલીસ અધિકારી છે. તે વિજય અને તેના પરિવારને ફસાવવા માટે એક પાક્કો પ્લાન બનાવે છે. પોલીસ વિજયના ઘરના આંગણામાંથી સેમનું હાડપિંજર પણ શોધી કાઢે છે. ફોરેન્સિક રિપોર્ટ પણ પરિવારની વિરુદ્ધ જાય છે. વિજયની ધરપકડ કરવામાં આવે છે અને એવું લાગે છે કે હવે તેનું બચવું મુશ્કેલ છે. પરંતુ વિજય ફરી એકવાર પોતાની સમજદારી અને ફિલ્મોમાંથી શીખેલા જ્ઞાનનો ઉપયોગ કરે છે. તે કોર્ટમાં એવા પુરાવા રજૂ કરે છે, જેનાથી પોલીસને મળેલું હાડપિંજર સેમનું નહીં, પરંતુ કોઈ બીજાનું સાબિત થાય છે. છેવટે વિજય ફરી એકવાર પોતાના પરિવારને બચાવી લે છે. લગભગ ₹50 કરોડના બજેટમાં બનેલી ફિલ્મે દુનિયાભરમાં લગભગ ₹345 કરોડ કમાયા અને મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ.
    Click here to Read More
    Previous Article
    ભારતે એશિયાડમાં આજે ચોથો ગોલ્ડ જીત્યો:તીરંદાજીમાં 3 અને શૂટિંગમાં એક ગોલ્ડ મેડલ જીત્યો; અત્યાર સુધી 10 સુવર્ણ પદક આવ્યા
    Next Article
    દુબઈ-તેલ અવીવ ફ્લાઇટ હાઇજેક થયાની આશંકા:ઇઝરાયલે ફાઇટર જેટ મોકલ્યું, લેન્ડિંગ પછી ખબર પડી- પાઇલટો વચ્ચે બોલાચાલી થઈ હતી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment