Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લવાલ મારામારી કેસના ત્રીજા દિવસે મહિપતસિંહે શેખી મારી:ઈન્ફ્લુએન્સરે કહ્યું- ટોળું દેખાવાથી સાબિત નથી થતું કે પત્ની હુમલો કરવા ગઈ, 10 વર્ષથી હું અને વિવાદ સમાનાર્થી

    19 hours ago

    ખેડાના લવાલ ગામે મારામારી કેસમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મહિપતસિંહ ચૌહાણના પુત્ર સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ છે. તેણે પણ અગાઉ આવી જ ફરિયાદી સામે ફરિયાદ કરી છે. ફરિયાદીએ કોલેજની એક યુવતી કે જેને ધર્મની બહેન માની છે, તેને સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા કૃષ્ણપાલસિંહે ફરિયાદીને માથામાં લોખંડની પાઇપ મારી હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે દિવ્ય ભાસ્કરે મહિપતસિંહની સાથે વાતચીત કરી હતી અને તેમનો પક્ષ જાણ્યો હતો. જેમાં તેમણે સ્પષ્ટ કર્યુ કે ક્યારે પણ કોઈની દાદાગીરી વધે ત્યારે કાયદાકીય પગલાં લેવા અને ફરિયાદ કરવી અનિવાર્ય બને છે. સાથે 10 વર્ષથી તેઓ વિવાદમાં રહે છે એમ જણાવીને વિરોધીઓને શાંતિથી જીવો એમ કહીને તેમને તેમનું કામ કરવા દેવા એવી વાત પણ કરી હતી. આ ઘટના ગામનો આંતરિક મામલો છે વિવાદ અંગે મહિપતસિંહ ચૌહાણે પોતાની પ્રતિક્રિયા આપતા તમામ આક્ષેપો ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના ગામનો આંતરિક મામલો છે અને ઝઘડો પણ અન્ય લોકો વચ્ચે થયો હતો, જે ફરિયાદ પરથી પણ સ્પષ્ટ થાય છે. તેમ છતાં, દરેક બાબતમાં તેમનું નામ ઘસડી લાવવાનો ખોટો પ્રયાસ થઈ રહ્યો છે. જરૂરિયાત કરતાં વધુ દાદાગીરી વધે ત્યારે કાયદાકીય પગલાં અને ફરિયાદ અનિવાર્ય બની જાય છે, જેથી લોકોમાં સુધારો આવે. દીકરા અને પરિવાર સામેના આક્ષેપો અંગે વળતો પ્રહાર લોકો દ્વારા તેમના દીકરા પર ગેરમાર્ગે દોરાવાના લાગેલા આક્ષેપો અંગે મહિપતસિંહે કહ્યું કે, માત્ર તે તેમનો દીકરો છે એટલા માટે જ તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. વિરોધીઓ પણ જાહેરમાં સ્વીકારે છે કે તેઓ સારું કામ કરે છે, પરંતુ હવે પરિવાર, પત્ની અને દીકરાને વચ્ચે લાવીને નામ ખરાબ કરવાનો હીન પ્રયાસ થઈ રહ્યો છે. તેમને એ વાતનું ખાસ દુઃખ છે કે આ વિવાદમાં ગામની એક નિર્દોષ દીકરીનું નામ પણ ચગાવવામાં આવ્યું છે. પત્ની પર લાગેલા આક્ષેપો પર સ્પષ્ટતા પત્ની પર ફરિયાદીના ઘરે હુમલો કરવા જવાના આક્ષેપોને નકારતા તેમણે જણાવ્યું કે, કોઈ ટોળું દેખાઈ જવાથી એવું સાબિત નથી થતું કે તેમની પત્ની ત્યાં હતી કે કોઈના પર દંડો લઈને હુમલો કરવા ગઈ હતી. છેલ્લા 2 દિવસથી સંયમ જાળવીને સ્થિતિ જોઈ રહ્યા છે, પણ સ્પષ્ટ દેખાય છે કે દરેક વાતમાં તેમને જ નિશાન બનાવાય છે. દીકરાની સંડોવણી અને વાઇરલ સ્ટેટસની પ્રતિક્રિયા મહિપતસિંહે સ્પષ્ટ કર્યું કે વાઇરલ સ્ટેટસ કે આ સમગ્ર ઘટના સાથે તેમના દીકરાને કોઈ લેવાદેવા નથી. સામે પક્ષનો એકમાત્ર હેતુ ગમે તેમ કરીને દીકરાનું નામ વચ્ચે લાવીને વિવાદ ઊભો કરવાનો છે. આ પણ વાંચો: ઈન્ફ્લુએન્સર મહિપતસિંહના પુત્રએ માથામાં પાઇપ મારી, પત્ની ટોળું લઈ પહોંચી મહિપતસિંહ અને વિવાદ હવે સમાનાર્થી બની ગયા છે અન્ય વિવાદો અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, તેઓ છેલ્લા 10 વર્ષથી જાહેર જીવનમાં છે અને જ્યારથી માર્કેટમાં આવ્યા છે ત્યારથી જ વિવાદો તેમની સાથે જોડાયેલા છે. હવે તો એવું લાગે છે કે મહિપતસિંહ અને વિવાદ બંને એકબીજાના સમાનાર્થી શબ્દો બની ગયા છે. આ પણ વાંચો: લવાલ ગામે મહિપતસિંહના પુત્ર અને ભાઈ પર 9 શખસોનો હુમલો સોશિયલ મીડિયામાં પોસ્ટ ન મૂકવા બાબતે ઝઘડો કરતા કૃષ્ણપાલસિંહ મહિપતસિંહ ચૌહાણે પણ ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ મુજબ, તેઓ પોતાના પિતા દ્વારા કરવામાં આવતી સામાજિક સેવાના વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરે છે. આ બાબતની અદાવત રાખી ગામના મહાવીરસિંહ કિશોરસિંહ ચૌહાણ તેમજ હંસરાજસિંહ ચન્દ્રસિંહ જાડેજા તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ ન મૂકવા બાબતે ઝઘડો કરતા હતા. ગત 26 સપ્ટેમ્બરના રોજ રાત્રે કૃષ્ણપાલસિંહ ગામના ગેટ પાસે ઊભા હતા ત્યારે મહાવીરસિંહ પોતાના હાથમાં લોખંડની પાઇપ લઈને આવ્યા હતા. તેમની સાથે અન્ય 8 શખ્સો પણ ગેરકાયદે મંડળી બનાવીને પહોંચ્યા હતા. મહાવીરસિંહે લોખંડની પાઇપ કૃષ્ણપાલસિંહના માથામાં મારી આ દરમિયાન સોશિયલ મીડિયામાં રીલ્સ મૂકવા બાબતે અપશબ્દો બોલી મહાવીરસિંહે લોખંડની પાઇપ કૃષ્ણપાલસિંહના માથામાં મારી દેતા તેમને ગંભીર ઈજા થઈ હતી. બૂમાબૂમ થતાં તેમને છોડાવવા પડેલા તેમના કાકા અને મિત્રને પણ ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો. ઘટના બાદ ઈજાગ્રસ્ત કૃષ્ણપાલસિંહને એમ્બ્યુલન્સ મારફતે ખેડાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન થકી વિવિધ સેવાકીય કાર્યો મહિપતસિંહ ચૌહાણ ગુજરાતના ખેડા જિલ્લાના લવાલ ગામના વતની, સામાજિક કાર્યકર અને મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશનના સ્થાપક છે. તેઓ 'માહી સરપંચ'ના હુલામણા નામથી પણ ઓળખાય છે. તેઓ વર્ષ 2017માં લવાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમણે આમ આદમી પાર્ટીમાંથી માતર અને ખંભાત બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. શ્રમિકોના પગાર, અધિકારો અને જરૂરિયાતમંદ લોકોના પ્રશ્નોને લઈને તેમણે વિવિધ રજૂઆતો અને આંદોલનો કર્યા છે. મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન દ્વારા તેઓ વૃદ્ધાશ્રમ, શૈક્ષણિક સંકુલ અને અનાથ દીકરીઓના સમૂહ લગ્ન જેવી પ્રવૃત્તિઓ ચલાવે છે. અનાથ અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ, રહેવા તથા ભોજનની વ્યવસ્થા પણ કરેલી છે. માર્ચ 2026માં તેમના દ્વારા 101 માતા-પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા. જયેશ રાઠોડ અને મહિપતસિંહ બંનેએ સામસામે આક્ષેપ કરતાં વીડિયો વાઇરલ કર્યા હતા. મહિપતસિંહ ચૌહાણ અને જયેશ રાઠોડનો તાજેતરનો વિવાદ ગત ઓગસ્ટ અને ચાલુ સપ્ટેમ્બર મહિનામાં મહિપતસિંહ ચૌહાણ અને જયેશ રાઠોડ નામના વ્યક્તિ વચ્ચે સોશિયલ મીડિયા પર ભારે શાબ્દિક યુદ્ધ અને આક્ષેપબાજી જોવા મળી હતી. જયેશ રાઠોડ અને અન્ય વિરોધ કરનારાઓ દ્વારા મહિપતસિંહની કમાણી, તેમની 50 લાખની ગાડી અને કરોડોની સંપત્તિ તેમજ ફાઉન્ડેશનની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પોપટ આહીર અને મહિપતસિંહ સામે 1.60 કરોડની છેતરપિંડીના આક્ષેપો અંગે દિલીપ પટેલ (મામા) નામના વ્યક્તિ સાથે જોડીને પણ અફવાઓ અને વાતો વહેતી થઈ હતી. આ અંગે મહિપતસિંહે વીડિયો જાહેર કરીને તમામ આક્ષેપો નકારી કાઢ્યા હતા અને તેને પોતાની બદનામી કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું.થોડા દિવસો પહેલા જ આ વિવાદનો અંત આવ્યો હતો, જેમાં જયેશ રાઠોડે માફી માંગી હતી અને બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થઈ ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    દુબઈ-તેલ અવીવ ફ્લાઇટ હાઇજેક થયાની આશંકા:ઇઝરાયલે ફાઇટર જેટ મોકલ્યું, લેન્ડિંગ પછી ખબર પડી- પાઇલટો વચ્ચે બોલાચાલી થઈ હતી
    Next Article
    હરિતા ભદ્રાએ એશિયન ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો:200 મીટર દોડમાં કચ્છ સાથે દેશનું ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment