Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેવિંગ ખાતા પર મળવા લાગશે 3 ગણું વ્યાજ!:બસ બેંકમાં જઈને કહી દો આ વાત, દરેક ગ્રાહકને મળે છે એક ખાસ સર્વિસ; 99% લોકો નથી જાણતા

    1 day ago

    જો તમે બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવો છો, તો બેંક કર્મચારી તમને બચત ખાતા પર મળતા વ્યાજ સહિત ATM, ડેબિટ કાર્ડ સંબંધિત તમામ માહિતી પણ આપે છે. સામાન્ય રીતે ખાતામાં જમા રકમ પર ખૂબ ઓછું વ્યાજ મળે છે, પરંતુ એક ખાસ સર્વિસ છે, જે ખાતું ખોલાવનાર દરેક ગ્રાહકને મળે છે, પરંતુ તેમને તેના વિશે ઓછી જાણ હોય છે અથવા તો જાણ જ હોતી નથી. આ છે બેંક ઓટો સ્વીપ સર્વિસ, જે તમારા ખાતામાં જમા રકમ પર મળતા વ્યાજને ત્રણ ગણું વધારી શકે છે અને બેંક FDની જેમ વધુ વ્યાજ મળી શકે છે. આ માટે તમારે વધુ કંઈ કરવાનું નથી, ફક્ત બેંકમાં જઈને આ સુવિધાને સક્ષમ કરવા માટે કહેવાનું છે. ચાલો સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે? શું છે ઓટો સ્વીપ સર્વિસ? બેંક ઓટો સ્વીપ સર્વિસ એક એવી સુવિધા છે, જે ગ્રાહકોને સરપ્લસ ફંડ પર વધુ વ્યાજ મેળવવામાં મદદરૂપ થાય છે. તમારા ખાતામાં તેને એનેબલ કરાવ્યા પછી, તમારા સેવિંગ એકાઉન્ટમાં જમા રકમ એક નિશ્ચિત મર્યાદાથી વધુ હોય અથવા સરપ્લસ ફંડ હોય તેવી સ્થિતિમાં આપમેળે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD માં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે અને તે પૈસા પર વ્યાજ પણ બેંક FD વ્યાજ દર મુજબ જ મળવા લાગે છે. ઓટો સ્વીપથી કેવી રીતે ફાયદો થાય છે? દરેક બેંક દ્વારા ખોલવામાં આવેલા ખાતાઓ પર આ વધુ વ્યાજ અપાવતી ઓટો સ્વીપ સર્વિસ આપવામાં આવે છે. સરળ ભાષામાં સમજીએ તો, જો તમે તમારી બેંકમાં જઈને એકાઉન્ટ પર ઓટો સ્વીપ સર્વિસ એનેબલ કરાવી છે, તો તમારા સેવિંગ અથવા કરંટ એકાઉન્ટમાં જમા રકમ પર એક સ્વીપ લિમિટ સેટ કરી દેવામાં આવે છે. જેવી તમારી બેંક ડિપોઝિટ આ લિમિટથી ઉપર જાય છે, તો ઓટો સ્વીપ સર્વિસ આપમેળે એક્ટિવ થઈ જાય છે અને જે પણ પૈસા લિમિટથી ઉપર હોય છે, તે બેંક FD માં જતા રહે છે અને વધુ વ્યાજ મળવા લાગે છે. તેને એક ઉદાહરણ દ્વારા સરળ ભાષામાં સમજીએ તો, જો તમારા સેવિંગ એકાઉન્ટમાં 30,000 રૂપિયાની ઓટો સ્વીપ લિમિટ સેટ કરવામાં આવી છે અને ખાતામાં તમે 1,00,000 રૂપિયા ડિપોઝિટ કર્યા છે. તો પછી ઓટો સ્વીપ સર્વિસ હેઠળ લિમિટથી ઉપરની 70,000 રૂપિયાની વધારાની રકમ FD માં કન્વર્ટ થઈ જશે અને આ રકમ પર તે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ પર મળી રહેલા વ્યાજના હિસાબે વ્યાજ આપવામાં આવશે. જ્યારે 30,000 રૂપિયા પર સેવિંગ એકાઉન્ટ પર નક્કી વ્યાજ મળતું રહેશે. FDમાં રકમ ટ્રાન્સફર કરવાની ઝંઝટમાંથી છુટકારો બેંક ઓટો સ્વીપ સર્વિસમાં બેંક FD ની જેમ વ્યાજનો ફાયદો મળવાથી ગ્રાહકો વધુને વધુ સેવિંગ કરવા માટે પ્રેરિત થાય છે. તેનાથી લોકોની નિયમિત સેવિંગમાં પણ વધારો થતો જાય છે. આ ઉપરાંત આ સુવિધા દ્વારા તમે તમારા ખર્ચાઓને પણ ટ્રેક કરી શકો છો અને બજેટ પણ સેટ કરી શકો છો. ઓટો સ્વીપ સર્વિસમાં તમને મેન્યુઅલી FD માં રકમ ટ્રાન્સફર કરવાની ઝંઝટમાંથી છુટકારો મળી જાય છે, કારણ કે આ એક ઓટોમેટિક પ્રોસેસ છે. સેવિંગ ખાતા પર ત્રણ ગણા વ્યાજનો લાભ સામાન્ય રીતે જોઈએ તો, બેંક ખાતામાં બચત પર મોટાભાગની બેંકો સરેરાશ 2.5 ટકાની આસપાસ વ્યાજ આપે છે. અલગ-અલગ બેંકોમાં આ વ્યાજ દર અલગ-અલગ હોઈ શકે છે. જ્યારે બેંક FD વ્યાજ દર જોઈએ તો, મોટાભાગની બેંકોમાં સામાન્ય ગ્રાહકો માટે વ્યાજ દર સરેરાશ 6.5 થી 7 ટકા સુધી હોય છે. તો ઓટો સ્વીપ સર્વિસ સક્રિય થતાં જ તમારા ખાતા પર આ ત્રણ ગણા વધુ વ્યાજનો લાભ મળવા લાગે છે. એક બીજી સૌથી ખાસ વાત એ છે કે તમને ભલે FD જેવું વધુ વ્યાજ મળે, પરંતુ તમે તમારા ખાતાનો ઉપયોગ સેવિંગ એકાઉન્ટની જેમ જ કરી શકો છો, એટલે કે FD માં રૂપાંતરિત થતા પૈસા તમે જ્યારે ઈચ્છો ત્યારે ઉપાડી શકો છો, જ્યારે ફિક્સ્ડ ડિપોઝિટ પર મેચ્યોરિટી પીરિયડ પૂરો થાય તે પહેલાં ઉપાડ કરી શકાતો નથી. ------------------------------------- આ સમાચાર પણ વાંચો: ઇથેનોલથી પેટ્રોલ પર ₹30 પ્રતિ લિટરની બચત થઈ:સરકારનો દાવો- જો બ્લેન્ડિંગ ન થયું હોત તો દિલ્હીમાં ₹125 પ્રતિ લિટર મળતું, અત્યારે ₹102માં મળી રહ્યું છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો 135 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગઈ હતી, ત્યારે જો તેલ કંપનીઓએ પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ ન કર્યું હોત, તો દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લગભગ 125 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયો હોત. શુક્રવારે પેટ્રોલિયમ મંત્રાલયે ઇથેનોલ કાર્યક્રમની કિંમત, ખાદ્ય સુરક્ષા પર અસર અને કરદાતાઓની સબસિડી સંબંધિત દાવાઓનો જવાબ આપતા આ વાત કહી. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે સંકટના સમયે આ કાર્યક્રમને કારણે પેટ્રોલ પર પ્રતિ લિટર લગભગ 30 રૂપિયાની બચત થઈ. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    એન્કાઉન્ટર:સમાચાર છે કે, પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધી... ને ભારતમાં ઘટી!
    Next Article
    ટીવી કે મોબાઈલ જોતાં જોતાં જમવાની ટેવ છે?:આંતરડાના રોગોનું જોખમ, ઈટિંગ હાઈજીનની આ 10 ભૂલો ટાળો; જાણો ભોજન કરવાની આદર્શ રીત

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment