Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એન્કાઉન્ટર:સમાચાર છે કે, પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધી... ને ભારતમાં ઘટી!

    1 day ago

     નેતા બનવામાં કેટલો ખર્ચ થાય?(ડૉ. મહેન્દ્ર મૈસૂરીયા, અમદાવાદ) -તમે ક્યારેય નેતા બની નહીં શકો. પોતાના ખર્ચે નેતા બનવું છે તો!  ફોનની એક રિંગ વાગ્યા પછી ફોન કટ કરી દેનારાઓ શું મેસેજ આપે છે?(ડૉ. સંકેત શેઠ, કરમસદ) - હા, પણ આ કસરત કોઈ એક જ વ્યક્તિ માટે થાય!  પત્નીને પતિવ્રતા કહેવાય તો પ્રેમિકાને?(મહાસુખ દરજી, અમદાવાદ) - જે કહેવાતું હોય એ, પણ ‘બહેન’ કે ‘પત્ની’ ન કહેવાય!  લગ્નનો ટ્રેન્ડ કેમ બદલાયો છે?(કિરણ મોવડીયા, માણસા) - ટ્રેન્ડ બદલવામાં શું પેલીને ‘બહેન’ કહેવાની છે?  કુંભમેળામાં સ્નાન કરવાથી બધાં પાપો દૂર થઈ જાય? (હિતેશ દમણીયા, સુરત) - એક વાર નહાવા માટે ઠેઠ કુંભમેળાની રાહ ન જોવાય, ભાઈ!  અસામાજિક તત્ત્વો પોલીસની આબરૂના લીરા ઉડાડે છે...! (શશિકાંત મશરૂ, જામનગર) - આપણે એ બેમાંથી એકેય સાથે લેવાદેવા ખરી?  તમને ક્યારેય દ્રાક્ષ ખાટી લાગી હતી ખરી?(અમૃત સોલંકી, બોટાદ) - એક જમાનામાં દર મહિને દ્રાક્ષો ખાટી લાગતી હતી!  પૃથ્વી ગોળ કેમ ફરે છે?(શિવમ યાજ્ઞિક, રાજકોટ) - ફરવાનું હોય ત્યારે ગોળ જ ફરાય... ચોરસ કે ત્રિકોણ નહીં!  સમય તો સહુને સાચવી લે છે, પણ સમયને સાચવનાર કોણ? (જીતેન્દ્ર કેલા, મોરબી) - બહુ ઊંડી ચોટ ખાધી લાગે છે તમે!  ઓનલાઈન ફ્રેન્ડ અને ઓફલાઈન ફ્રેન્ડ વચ્ચે શું ફરક? (સુનીલ વર્મા, અમદાવાદ) - એક ત્રીજોય હોય છે, ‘આઉટલાઈન ફ્રેન્ડ!’  પ્રકાશ સીધી લાઈનમાં જ કેમ ગતિ કરે છે? (સ્મિત આચાર્ય, અમદાવાદ) - એ લોકોમાં સાઈડ બતાવીને વળવાનું ન હોય!  તમારી ફિટનેસનું રહસ્ય કહેશો?(મીત નાંઢા, અમદાવાદ) - રોજ નહાવાનું!  ‘ઉપરના લેવલે’ય ભીનું સંકેલવાના ક્લાસિસ લેવા પડતા હશે ને? (પરેશ અંતાણી, રાજકોટ) - હજી મારી પાસે ભીનું સંકેલાવવા કોઈ આવ્યું નથી!  સિંદૂરના ભાવ વધે તો શ્રી હનુમાનજીની સેવામાં કોઈ ફરક પડે? (ડૉ. રાજન હાથી, વડોદરા) - ‘મન, ક્રમ, વચન ધ્યાન જો લાવૈ…’  છૂટાછેડા પછી લગ્નનું આલ્બમ જોઈ શકાય ખરું? (ઘનશ્યામ ભરૂચા, વિરાર, મુંબઇ) - ના. છૂટાછેડાનાં આલ્બમો બજારમાં મળતા નથી!  મારે જિંદગી જીવવી હોય તો શું કરવું? (નરેશ પરમાર, ભરૂચ) - આમાં તો ગામ આખાની મદદ લેવી પડે!  દર્દી પાસે આધાર-કાર્ડ માગવાનો શું અર્થ?(મધુકર માંકડ, રાજકોટ) - ભૂંગળી વાળીને કાનમાં ફેરવવા આધાર-કાર્ડો બનાવ્યા નથી!  કોઇ આગાહી કરે કે ન કરે... વેકેશન પતે એટલે બધાં વાવાઝોડાં પાછાં આવશે!(અશ્વિન મોરે, વડોદરા) - એકાદ-બે બાળકો હોય તો શું વાંધો?  ‘આપણે કેટલા ટકા?’ કહેનારને 90-ઉપર ટકા આવતા હશે? (કનુ જોશી, વડોદરા) - મને દસ ટકામાં ગણવો.  પોસ્ટ, પોલીસ કે એસ. ટી. કર્મચારીના યુનિફોર્મ ખાખી કેમ હોય છે? (દિનકરરાય પાણેરી, ઊના) - એટલું તો પહેરે ને?  બપોરે ક્રિકેટ રમતા છોકરાઓથી આખી સોસાયટી ત્રાસી જાય છે... શું કરવું?(મહેશ સપનાવાલા, અમદાવાદ) - તમારા છોકરાઓને એમની સાથે રમવા મોકલો.  જંત્રી અને મંત્રી વચ્ચે શું ફરક?(યોગેશ શાંતિ પટેલ, વડોદરા) - વાહ! તમને પ્રાસ બેસાડતાં આવડી ગયું! હજી બીજા ગોતી કાઢો.  ‘અશોક દવેનું જીવન, એક શબ્દમાં’, જવાબમાં ડિમ્પલ ન ચાલે!(યશ મહેતા, અમદાવાદ) - સારું. બે શબ્દો રાખો. ‘ડિમ્પલ કાપડિયા!’  બાર ગાઉએ બોલી બદલાવાનું શું કારણ હશે?(ડૉ. ગિરીષ દ્વિવેદી, વડોદરા) - બધાને હિંદી બોલતાં તો ન ફાવે ને?  ઉર્વશી, રંભા અને મેનકા, એ ત્રણમાંથી કોને પસંદ કરો? (નિખિલ રિંડાણી, અમદાવાદ) - હું કોઈ વૃક્ષ નીચે વર્ષોનું તપ કરવા બેસવાનો નથી!  દુકાન ખૂણામાં હોય તોય ‘સેન્ટર’ ને વચ્ચે હોય તોય ‘કોર્નર’ નામ કેમ આપતા હશે?(અક્ષય વ્યાસ, અમદાવાદ) - મારે પાન-બાનનો ગલ્લો હોય એવું ક્યાંય લાગ્યું?  ડૉક્ટરો ફીના પૈસા રિસેપ્શન-કાઉન્ટર પર ચૂકવવાનું કેમ કહે છે? (યોગેશ જોશી, હાલોલ) - આભાર માનો કે, ઉપચારેય ત્યાંથી કરાવવાનું નથી કહેતા!  ગુજરાતી છાપાંઓમાં આંકડા અંગ્રેજીમાં કેમ છપાય છે? (ઓમપ્રકાશ વૈષ્ણવ, કલોલ) - તમારા ઉપર વિશ્વાસ કે, એટલું અંગ્રેજી તો આવડે છે!  ‘અશોક દવેનું જીવન, એક શબ્દમાં’ના જવાબમાં ‘સાગર જેવું વિશાળ’ કીધું, પણ ડિમ્પલનું નામેય નહીં? (પરેશ ઉપાધ્યાય, વલ્લભ વિદ્યાનગર) - જોયું? તમેય જાણી ગયા છો, તોય પૂછો છો ને?  કપડાં હાથથી ધોવાં સારાં કે વોશિંગ મશીનમાં? (કેયૂર મોઢીયા, કાલોલ) - તમે પૂછ્યું નથી કે કોનાં કપડાં?  કાયમ પતિએ જ પત્નીની માફી કેમ માગવી પડે છે? (તુષાર પરમાર, આણંદ) - તમારી સાથે ન્યાય નથી થયો... ઓહ!  12-સાયન્સ લીધા પછી શું કરવું જોઈએ? (પ્રહ્લાદ ચૌહાણ, અમદાવાદ) - ભણવાનું ચાલુ રાખવું જોઈએ!  હું રોજ મારું રાશિ ભવિષ્ય વાંચું છું... (ધર્મેશ ખખ્ખર, ગાંધીનગર) - ચાલો, હવે હાલાં કરી જાઓ! કાલે ફરીથી વાંચજો.
    Click here to Read More
    Previous Article
    માય સ્પેસ:પેપર લીક નથી થયું; સિસ્ટમ ગળવા લાગી છે
    Next Article
    સેવિંગ ખાતા પર મળવા લાગશે 3 ગણું વ્યાજ!:બસ બેંકમાં જઈને કહી દો આ વાત, દરેક ગ્રાહકને મળે છે એક ખાસ સર્વિસ; 99% લોકો નથી જાણતા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment