Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર:મંત્રી મંડળના નામોની માફક છેલ્લે સુધી સસ્પેન્સ રાખી, કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી ખેંચતાણ; પૂર્વ મંત્રી બાબરીયાનું ભાઈ માટે લોબિંગની ચર્ચા

    15 hours ago

    વર્ષે અંદાજે બેથી ત્રણ અબજનું બજેટ ધરાવતી રાજકોટ મહાનગર પાલિકાની શિક્ષણ સમિતિ નક્કી કરવાનું 'મુહૂર્ત આખરે આવી ગયું છે, આજે(30 સપ્ટેમ્બર) ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવાર સમિતિના સભ્ય બનવા માટે ફોર્મ ભરવાના છે. ભાજપ કોર્પોરેટરના સંખ્યાબળના આધારે સમિતિના 12માંથી 11 સભ્યો નક્કી છે, જ્યારે કોંગ્રેસ પાસે સાત કોર્પોરેટર હોય તેનો એક સભ્ય પણ સમિતિમાં સ્થાન મેળવશે. મહત્વની વાત એ છે કે ભાજપ દ્વારા કોઈ પણ નામને લઇ વિવાદ ન સર્જાય તે માટે ખાસ કાળજી રાખી છેલ્લે સુધી સભ્યોના નામ અંગે સસ્પેન્સ રાખી ફોર્મ ભરવાના કલાકો પહેલા યાદી જાહેર કરવામાં આવી છે. અને આજે 12.30 વાગ્યે તમામ સભ્યો પોતાનું ફોર્મ ભરવા મનપા કચેરી ખાતે ઉપસ્થિત રહેશે. કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી ખેંચતાણ ચાલી રહી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 પૈકી માત્ર એક સભ્ય જાહેર કરવામાં પણ કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસ પોતાના એક સભ્યનું નામ જાહેર કરી શકી નથી અને હવે ફોર્મ ભરવાના છેલ્લી ઘડીએ એટલે કે 12 વાગ્યે પ્રદેશ કોંગ્રેસની સૂચના બાદ ફાઇનલ નામ જાહેર કરી ઉમેદવારને ફોર્મ ભરાવવામાં આવશે. પૂર્વ મંત્રી ભાનુબેન બાબરીયાનું ભાઈ માટે લોબિંગ ઉલ્લેખનીય છે કે, આ વખતે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભાજપ દ્વારા નો રિપીટ થિયરી અપનાવી તમામ 11 નવા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ સરકાર નિયુક્ત ત્રણ સભ્યોના નામમાં પૂર્વ મંત્રી ભાનુબેન બાબરીયાના ભાઈનું નામ જાહેર કરવામાં આવે તેવી પુરેપુરી શક્યતા સેવાઈ રહી છે. કારણ કે આ માટે તેમના દ્વારા લોબિંગ પણ કરી દેવામાં આવ્યું હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે. જો કે આવું થાય તો ભાજપમાં પણ પરિવાર વાદ ચાલતો હોવાનું ચિત્ર સામે આવી શકે છે. કારણ કે આજે જાહેર કરેલ નામો પૈકીનું એક નામ ડોલીબેન ટાંક પણ ભાજપ નેતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ ઉપકુલપતિ વિજય દેસાણીમાં દીકરી પણ છે.
    Click here to Read More
    Previous Article
    'કંગના રનૌત હવે માત્ર મજાક બનીને રહી ગઈ છે':રાજીવ મસંદનો તીખો પ્રહાર, એક્ટ્રેસે વર્ષો પહેલાં ધર્માના COOને ચમચો-ચાપલૂસ કહ્યા હતા
    Next Article
    સુભાષનાગરમાં બંધ મકાનમાંથી 3.25 લાખની ચોરી કરનાર એક શખ્સ ઝડપાયો:મકાનમાલિક દિકરીના ઘરે રાજકોટ ગયા અને તસ્કરો સોના ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ લઈને રફુચક્કર થયા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment