Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુભાષનાગરમાં બંધ મકાનમાંથી 3.25 લાખની ચોરી કરનાર એક શખ્સ ઝડપાયો:મકાનમાલિક દિકરીના ઘરે રાજકોટ ગયા અને તસ્કરો સોના ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ લઈને રફુચક્કર થયા હતા

    14 hours ago

    ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલી લક્ષ્મી સોસાયટીમાં રહેતા પ્રતિભાબેન ગીરીશભાઈ શાહ ગત 21 સપ્ટેમ્બરે મકાનને તાળું મારી રાજકોટ દીકરીના ઘરે ગયા હતા. આ સમય દરમિયાન 25 સપ્ટેમ્બરની મોડી રાત્રે અજાણ્યા ત્રણ તસ્કરોએ મકાનની બારીના કાચ તોડી અને ગ્રીલ વાળીને ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. તસ્કરો કબાટમાંથી સોના-ચાંદીના દાગીના, હીરાની ચુન્ની, ચાંદીના વાસણો, ઈમીટેશન જ્વેલરી, ઘડિયાળો અને પરફ્યુમ સહિત કુલ રૂ. 3.25 લાખની મત્તા ચોરીને નાસી છૂટ્યા હતા. ત્રણ શખસો પૈકીના એક આરોપી રાજુ ઝડપાયો, 2 ફરાર પરત ફરેલા મકાનમાલિકે સીસીટીવી કેમેરા ચકાસતા ત્રણ શખસો કેદ થયેલા જોવા મળ્યા હતા, જેના આધારે તેમણે 28 સપ્ટેમ્બરે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટના અંગે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા જપ્ત પોલીસે ચોરી કરનાર ત્રણ શખસો પૈકીના એક આરોપી રાજુ સવજીભાઈ સોલંકી (રહે. જવાહર મેદાન, ગુરુદ્વારા પાસે, ભાવનગર)ને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા કબ્જે કરવામાં આવી છે અને અન્ય આરોપીઓને પકડવા પોલીસે આગળની પૂછપરછ તથા કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર:મંત્રી મંડળના નામોની માફક છેલ્લે સુધી સસ્પેન્સ રાખી, કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી ખેંચતાણ; પૂર્વ મંત્રી બાબરીયાનું ભાઈ માટે લોબિંગની ચર્ચા
    Next Article
    મોડપર ગામે જુગારધામ પર LCBનો દરોડો:જાહેરમાં જુગાર રમતા 7 શખ્સોની પોલીસે ધરપકડ કરી સ્થળ પરથી રોકડ, વાહનો અને મોબાઈલ મળી કુલ રૂ. 5.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment