Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડપર ગામે જુગારધામ પર LCBનો દરોડો:જાહેરમાં જુગાર રમતા 7 શખ્સોની પોલીસે ધરપકડ કરી સ્થળ પરથી રોકડ, વાહનો અને મોબાઈલ મળી કુલ રૂ. 5.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    14 hours ago

    જામનગર એલ.સી.બી. ટીમે લાલપુર તાલુકાના મોડપર ગામમાં દરોડો પાડ્યો હતો. વીરડા વાડી સીમમાં રમેશભાઈ ગાગીયાની વાડી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હતો. પોલીસે જુગાર રમતા 7 લોકોને પકડ્યા હતા.પોલીસે સ્થળ પરથી 60,000 રોકડા, ગંજીપાનાના 52 પત્તા, એક ફોરવ્હીલર, બે મોટરસાઇકલ અને 7 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. કુલ 5,05,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પકડાયેલા લોકોમાં રમેશભાઈ રામદેભાઈ ગગીયા આહીર (ઉં.વ.35), રામ મુળુભાઈ ચાવડા આહીર (ઉં.વ.35), રાહુલ જીવાભાઈ ગાગીયા આહીર (ઉં.વ.23), યોગેશભાઈ મેરગભાઈ ધ્રાગુ આહીર (ઉં.વ.26), લાખાભાઈ હમીરભાઈ ના આહીર (ઉં.વ.47), ભાયાભાઈ ભીખાભાઈ કરમૂર આહીર (ઉં.વ.46) અને દાનાભાઈ લખુભાઈ વરોતરિયા આહીર (ઉં.વ.36)નો સમાવેશ થાય છે.આ કાર્યવાહી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એમ.વી. ભાટીયા અને એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    સુભાષનાગરમાં બંધ મકાનમાંથી 3.25 લાખની ચોરી કરનાર એક શખ્સ ઝડપાયો:મકાનમાલિક દિકરીના ઘરે રાજકોટ ગયા અને તસ્કરો સોના ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ લઈને રફુચક્કર થયા હતા
    Next Article
    SIR પૂર્ણ થયેલા રાજ્યોમાં ફોર્મ-6માંથી ઘોષણા પત્ર દૂર કરાયું:પૂછવામાં આવ્યું હતું- શું 2003માં માતા-પિતા મતદારો હતા, બે ચૂંટણી કમિશનરોએ વાંધો ઉઠાવ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment