Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કંગના રનૌત હવે માત્ર મજાક બનીને રહી ગઈ છે':રાજીવ મસંદનો તીખો પ્રહાર, એક્ટ્રેસે વર્ષો પહેલાં ધર્માના COOને ચમચો-ચાપલૂસ કહ્યા હતા

    14 hours ago

    બોલિવૂડ એક્ટ્રેસમાંથી ભાજપ સાંસદ બનેલી કંગના રનૌત વિશે ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદે કહ્યું છે કે, તે હવે માત્ર એક મજાક બની ગઈ છે. તેમણે એવું પણ કહ્યું છે કે, તે કંગનાને ફિલ્મોમાં અભિનય કરતી જોવાનું મિસ કરી રહ્યા છે. નોંધનીય છે કે, રાજીવ મસંદ અને કંગના રનૌત વચ્ચેનો વિવાદ જૂનો છે. હકીકતમાં, થોડાં વર્ષો પહેલાં રાજીવ મસંદે પત્રકારત્વમાંથી નિવૃત્તિ લીધી હતી અને કરણ જોહરની ધર્મા કોર્નરસ્ટોન એજન્સી (DCA)માં COO (ચીફ ઑપરેટિંગ ઑફિસર) તરીકે કામ કરવા લાગ્યા હતા. આ અંગે કંગનાએ તેમને ખુશામતી, ચમચો અને તેના વિરુદ્ધ ઝેરી વાતો લખનારા કહ્યા હતા. કંગનાએ લખ્યું હતું, ‘રાજીવે સુશાંત અને મારા વિશે સૌથી ઝેરી અને પાયાવિહોણી વાતો લખી હતી. તે ખુલ્લેઆમ સામાન્ય પ્રતિભા ધરાવતા સ્ટાર કિડ્સની ખુશામત કરતો હતો અને ખરેખર સારી ફિલ્મોને નકારાત્મક રિવ્યૂ આપતો હતો. પત્રકાર હોવા છતાં તે હંમેશાં કરણ જોહરનો ચમચો બની રહ્યો. સારું થયું કે તેણે પત્રકારત્વનો મુખોટો ઉતારી નાખ્યો અને સત્તાવાર રીતે કરણ જોહર સાથે જોડાઈ ગયો.’ આ પહેલાં પણ સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં કરણ જોહર, આદિત્ય ચોપરા અને રાજીવ મસંદ પર બોલિવૂડમાં કેમ્પ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. કંગનાએ કહ્યું હતું કે સુશાંતના મામલે મુંબઈ પોલીસે તેમની પૂછપરછ કરવી જોઈએ. આ કોઈ પહેલો મામલો નથી જ્યારે કંગનાએ જાહેરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કોઈ વ્યક્તિ સાથે પંગો લીધો હોય. આ પહેલાં પણ તે તાપસી પન્નુ, દિલજીત દોસાંઝ અને જાવેદ અખ્તર જેવા લોકો સાથે ટકરાઈ ચૂકી છે. વિવાદોની કહાની વાંચો- તાપસી પન્નુ વિરુદ્ધ કંગના સસ્તી નકલ કહી, ઉછેર પર પ્રશ્ન ઉઠાવ્યા તાપસી પન્નુ અને કંગના રનૌત વચ્ચેના વિવાદની શરૂઆત 2018-19ની આસપાસ થઈ હતી. તાપસીએ ફિલ્મ ‘મનમર્ઝિયાં’ના પ્રમોશન દરમિયાન કહ્યું હતું કે, કંગનાને પોતાની વાત કહેવા માટે ફિલ્ટરની જરૂર છે. 2019માં તાપસીએ કંગનાની ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યાં’ના ટ્રેલરની પ્રશંસા કરી હતી, પરંતુ કંગનાનું નામ લીધું નહોતું. આ બાબતે કંગનાની બહેન રંગોલી ચંદેલે તાપસીને ‘સસ્તી નકલ’ કહી હતી. 2020માં સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલિવૂડમાં નેપોટિઝમને લઈને ચર્ચા તેજ થઈ હતી. આ દરમિયાન કંગનાએ તાપસી અને સ્વરા ભાસ્કરને ‘બી-ગ્રેડ એક્ટ્રેસ’ કહી હતી. કંગનાએ કહ્યું હતું કે, બંને આઉટસાઇડર હોવા છતાં નેપોટિઝમનું સમર્થન કરે છે. તાપસીએ આ અંગે કહ્યું હતું કે, આઉટસાઇડર્સે એકબીજા સાથે લડવું જોઈએ નહીં. બંને વચ્ચે સોશિયલ મીડિયા પર લાંબી ચર્ચા થઈ હતી. તાજેતરમાં ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં તાપસીને પૂછવામાં આવ્યું કે, શું તેણે અને કંગનાએ તેમના મતભેદો ઉકેલી લીધા છે. તાપસીએ કહ્યું કે, તે કંગનાને ક્યારેય મળી નથી અને કહેવાતા વિવાદ શરૂ થયા પહેલાં પણ તેની મુલાકાત થઈ નહોતી. તાપસીએ આગળ કહ્યું કે, 'તેના વિશેનો મારો અભિપ્રાય મારો ઉછેર, મારી વાત કરવાની રીત અને વસ્તુઓને જોવાના મારા દૃષ્ટિકોણને દર્શાવે છે.' તે પોતાના દૃષ્ટિકોણ પર અડગ છે. તાપસીના આ નિવેદન પર કંગનાએ શનિવારે સાંજે તેનું નામ લીધા વિના એક પોસ્ટ શેર કરી. તેણે લખ્યું, ‘એક સસ્તી નકલ પોતાની આગામી B-ગ્રેડ ફિલ્મને લઈને પણ હંમેશાની જેમ મીડિયામાં માત્ર હેડલાઇન બનાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ આજે તેણે બધી હદો પાર કરી દીધી. તેણે મારા ઉછેર અને મારા માતા-પિતાની અત્યંત બેશરમીથી મજાક ઉડાવી.’ એક્ટ્રેસે આગળ લખ્યું, ‘મને લાગે છે કે તમામ માતા-પિતા પોતાનાં બાળકો માટે શ્રેષ્ઠ કરે છે. હું ક્યારેય કોઈ દલીલમાં માતા-પિતાને વચ્ચે લાવતી નથી, પરંતુ આજે હું તેમના માતા-પિતાને પણ પૂછવા માગું છું કે તેઓ મારા માતા-પિતાની જેમ કોઈ ઓરિજિનલ વ્યક્તિને શા માટે જન્મ આપી શક્યા નહીં? આટલી સસ્તી નકલ શા માટે? તમારા પ્રયાસો માટે મને અફસોસ છે.’ કંગના રનૌત VS સ્વરા ભાસ્કર કંગનાએ બી-ગ્રેડ એક્ટ્રેસ કહી, સ્વરાએ આઇટમ સૉન્ગની લિંક્સ શેર કરી દીધી કંગનાએ તાપસી પન્નુ સાથે સ્વરાને પણ બી-ગ્રેડ કહી હતી. કંગનાએ કહ્યું હતું કે તેને વીજળીનું બિલ ભરવાની ચિંતા રહે છે. ત્યારથી જ સ્વરા ભાસ્કર અને કંગના વચ્ચે સોશિયલ મીડિયા પર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. વિવાદાસ્પદ નિવેદન બાદ એક વખત કંગનાએ પોસ્ટ કરીને લખ્યું હતું કે કેટરીના અને દીપિકા જેવી એક્ટ્રેસ આઇટમ સૉન્ગ કરે છે, જ્યારે તે આઇટમ સૉન્ગ નકારનારી એકમાત્ર એક્ટ્રેસ છે. તેના પર સ્વરાએ ફિલ્મ ‘રજ્જો’માં કંગના પર ફિલ્માવવામાં આવેલા આઇટમ સૉન્ગની લિંક શેર કરી દીધી હતી. કંગનાએ જવાબમાં લખ્યું, "જ્યારે પણ હું A-લિસ્ટર્સ પર સવાલ ઉઠાવું છું, ત્યારે આ B-ગ્રેડના લોકો સિપાહીની જેમ તેમના બચાવમાં આવી જાય છે. આઇટમ નંબર એવું ગીત છે, જેને ફિલ્મની વાર્તા સાથે કોઈ લેવાદેવા નથી. તેમાં મહિલાઓ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. મેં ડાન્સ ગર્લનું પાત્ર ભજવતી વખતે પણ એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે તે મહિલાઓ માટે અપમાનજનક ન હોય." કંગનાએ આગળ લખ્યું, “આ B-ગ્રેડવાળા લોકો નહીં સમજે. પરંતુ મેં સંજય લીલા ભણસાલી અને ફરાહ ખાનને પણ આઇટમ સોંગ કરવાની ના પાડી છે, જેમણે કેટલાક A-લિસ્ટર્સને રાતોરાત સનસનાટીભર્યા સ્ટાર બનાવી દીધા. આજે હું જે કંઈ છું, તેના માટે મેં ઘણું બધું દાવ પર લગાવ્યું છે. હવે પાછા B-ગ્રેડના લકબગ્ઘાઓ પર આવીએ. જો આ ડિરેક્ટર્સ તમને પાછળથી પસાર થવાની પણ ઑફર આપે, તો તમે રેંગતા-રેંગતા ત્યાં પહોંચી જશો.” કંગના રનોટ વિરુદ્ધ દિલજીત દોસાંઝ ખેડૂત આંદોલનને લઈને સિંગરને કરણ જોહરનો પાલતુ કહ્યો ડિસેમ્બર 2020માં ખેડૂત આંદોલન દરમિયાન કંગનાએ એક વૃદ્ધ શીખ મહિલાને શાહીન બાગની પ્રદર્શનકારી ગણાવી હતી અને કહ્યું હતું કે તેઓ 100 રૂપિયામાં પ્રદર્શન કરવા આવી જાય છે. વિરોધ પ્રદર્શનનું સમર્થન કરી રહેલા દિલજીતે એક પછી એક પોસ્ટ કરવાનું શરૂ કર્યું. એક પોસ્ટમાં દિલજીતે લખ્યું, 'તમારામાં ધેલા જેટલી પણ બુદ્ધિ નથી, અમારી માતાઓને તમે 100 રૂપિયાવાળી કહી. બોલિવૂડની ધમકી આપીને કોઈ બીજાને ડરાવવા જાઓ. અમે અહીં વાત કરવા માટે જ બેઠા છીએ. તું બોલિવૂડવાળાઓને કહેતી રહે.' બીજી પોસ્ટમાં દિલજીતે કહ્યું, 'તને વાત કરવાની તમીજ નથી કે કોઈની મા-બહેનને શું કહેવું જોઈએ. સ્ત્રી હોવા છતાં તું બીજાઓને 100-100 રૂપિયાવાળા કહે છે. અમારા પંજાબની માતાઓ અમારા માટે ભગવાન સમાન છે.' કંગનાએ જવાબમાં દિલજીતને કરણ જોહરનો ચમચો કહેતાં અનેક વાંધાજનક નિવેદનો આપ્યા. બંને વચ્ચે સોશિયલ મીડિયા પર થયેલી ચર્ચા ઘણી ચર્ચામાં રહી હતી. કંગના રનૌત વિરુદ્ધ ઉર્મિલા માતોંડકર ઉર્મિલાને કહી સોફ્ટ પોર્ન સ્ટાર, મળ્યો જડબાતોડ જવાબ સપ્ટેમ્બર 2020માં ઉર્મિલા માતોંડકર અને કંગના વચ્ચેનો વિવાદ બોલિવૂડમાં ડ્રગ્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની છબીને લઈને શરૂ થયો હતો. કંગનાએ બોલિવૂડના ઘણા સેલિબ્રિટીઓને ડ્રગ્સ લેતા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેના પર ઉર્મિલાએ કહ્યું હતું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બદનામ કરવાને બદલે વાસ્તવિક મુદ્દાઓ પર વાત થવી જોઈએ. ત્યારબાદ કંગનાએ એક ઈન્ટરવ્યુમાં ઉર્મિલાને ‘સોફ્ટ પોર્ન સ્ટાર’ કહી હતી અને તેની એક્ટિંગ તથા ફિલ્મો પર સવાલો ઉઠાવ્યા હતા. કંગનાએ શિવસેના પાર્ટી સાથે જોડાયા બાદ 3 કરોડ રૂપિયાનું ઓફિસ ખરીદવા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. ઉર્મિલાએ જવાબ આપતા કહ્યું હતું કે તેણે પ્રોપર્ટી પોતાના પૈસાથી ખરીદી છે અને તેના દસ્તાવેજો બતાવવા માટે તૈયાર છે. થોડા સમય બાદ ઉર્મિલાએ કંગનાને રુદાલી કહી હતી, જેના કારણે કંગના ભડકી ગઈ હતી. ત્યારબાદ એક ઈન્ટરવ્યુમાં ઉર્મિલાએ કહ્યું હતું, “મેં જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો, તેનો મને કોઈ અફસોસ નથી. મને સમજાતું નથી કે આખરે કોઈ વ્યક્તિ હંમેશાં વિક્ટિમ કાર્ડ કેમ રમતી રહે છે. જ્યારે ઈન્ડસ્ટ્રીમાં તમારી આટલી લાંબી અને શાનદાર કારકિર્દી હોય, જ્યાંથી તમને બધું મળ્યું હોય?” કંગના રનૌત વર્સેસ સોના મહાપાત્રા સોનાએ કહ્યું- સુશાંતના મૃત્યુનો ફાયદો ઉઠાવી રહી છે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદથી જ કંગના રનૌત સતત બોલીવૂડ માફિયાઓ પર નિવેદનો આપી રહી હતી, ત્યાર બાદ તેણે રિયા પર પણ અનેક ટ્વીટ કર્યા હતા. આ જોયા બાદ સિંગર સોના મહાપાત્રાએ કહ્યું કે, 'કંગના ટ્વિટર જેવા પ્લેટફોર્મ પર કલાકારોને ગોલ્ડ ડિગર, માફિયા, સસ્તી નકલ અને સોફ્ટ પોર્ન સ્ટાર કહી રહી છે અને સુશાંતના મૃત્યુનો ફાયદો ઉઠાવીને મસીહા બનવાનો પ્રયાસ કરી રહી છે.' સોનાના અનેક ટ્વીટ આવ્યા બાદ કંગનાએ તેને બ્લોક કરી દીધી હતી. કંગના રનૌત VS હૃતિક રોશન હૃતિકને કહ્યું- મૂર્ખ એક્સ, પીછો કરવાનો આરોપ લગાવ્યો, કાનૂની વિવાદ થયો કંગના રનોટ એક સમયે ફિલ્મ કાઇટ અને ક્રિષ 3ના સ્ટાર હૃતિક રોશન સાથે રિલેશનશિપમાં રહી હતી. બ્રેકઅપ બાદ ‘આપ કી અદાલત’માં પહોંચેલી કંગનાએ હૃતિકને મૂર્ખ એક્સ કહ્યું અને જણાવ્યું કે હૃતિક તેનો પીછો કરી રહ્યો હતો તથા પાર્ટીમાં તેના માટે ફ્લોર પર આળોટીને ડાન્સ કરી રહ્યો હતો. થોડા સમય બાદ વર્ષ 2016માં હૃતિક રોશને કંગના વિરુદ્ધ સ્ટોકિંગ અને હેરેસમેન્ટની ફરિયાદ નોંધાવી હતી. કેસ થયા બાદ કંગનાએ હૃતિક પર કાઉન્ટર એટેક કર્યો અને કહ્યું કે હૃતિક રોશન પોતાનું અફેર છુપાવવા માટે આ બધું કરી રહ્યો છે, જેથી તેને છૂટાછેડામાં ફાયદો મળી શકે. તે સમયે હૃતિક રોશન અને સુઝેન ખાન છૂટાછેડા લેવાના હતા. ઘણા મહિનાઓ સુધી ચર્ચામાં રહેલા આ કેસને કોર્ટે પુરાવાના અભાવે બંધ કરી દીધો હતો. કંગનાએ આપ કી અદાલતમાં પણ હૃતિક પર અનેક આરોપો લગાવ્યા હતા. કંગના રનૌત વિરુદ્ધ જાવેદ અખ્તર કંગના બોલ્યાં- જાવેદે ઘરે બોલાવીને ધમકાવ્યાં, કોર્ટ કેસ થયો સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ કંગના રનૌતે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી અને કેમ્પ કલ્ચર વિરુદ્ધ પણ અનેક નિવેદનો આપ્યાં હતાં. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે જ્યારે તેનો હૃતિક રોશન સાથે વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે જાવેદ અખ્તરે તેને પોતાના ઘરે બોલાવી હતી. કંગનાએ દાવો કર્યો હતો કે જાવેદ અખ્તરે તેને ધમકી આપી હતી કે હૃતિકને વિવાદોમાં ન ઢસડે. કંગનાના આ નિવેદન બાદ જાવેદ અખ્તરે 2020માં તેની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 2 વર્ષ પહેલાં કંગનાએ કોર્ટમાં માફી માંગી હતી, ત્યારબાદ આ કેસ બંધ થયો હતો. સમાધાન બાદ કંગનાએ જાવેદ અખ્તર સાથેની તસવીર શેર કરીને લખ્યું, 'આજે મેં અને જાવેદજીએ માનહાનિના કેસમાં સમાધાન કરી લીધું છે. જાવેદજી ખૂબ સારા છે અને તેમણે મારી ડિરેક્ટર તરીકેની આગામી ફિલ્મ માટે ગીતો લખવા માટે પણ હા પાડી દીધી છે.'
    Click here to Read More
    Previous Article
    ચિકિતાએ એશિયન ગેમ્સમાં દોઢ કલાકમાં બીજો ગોલ્ડ જીત્યો:આર્ચરીમાં વુમન બાદ મિક્સ્ડ ટીમ પણ ચેમ્પિયન; લવલીના બોક્સિંગના ફાઇનલમાં પહોંચી
    Next Article
    રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર:મંત્રી મંડળના નામોની માફક છેલ્લે સુધી સસ્પેન્સ રાખી, કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી ખેંચતાણ; પૂર્વ મંત્રી બાબરીયાનું ભાઈ માટે લોબિંગની ચર્ચા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment