Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચિકિતાએ એશિયન ગેમ્સમાં દોઢ કલાકમાં બીજો ગોલ્ડ જીત્યો:આર્ચરીમાં વુમન બાદ મિક્સ્ડ ટીમ પણ ચેમ્પિયન; લવલીના બોક્સિંગના ફાઇનલમાં પહોંચી

    18 hours ago

    ભારતીય તીરંદાજોએ એશિયન ગેમ્સમાં બુધવારે બીજો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. દિવસનો પહેલો ગોલ્ડ મહિલા કમ્પાઉન્ડ ટીમમાં આવ્યો. ત્યારબાદ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં પણ ગોલ્ડ મળ્યો. સવારે ભારતે ફાઇનલમાં ચીનને 238-234થી હરાવ્યું. લગભગ એક કલાક બાદ ચિકિતા તનિપાર્થી અને સાહિલ રાજેશ જાધવની જોડીએ મિક્સ્ડ ફાઇનલમાં કોરિયાને ટાઇબ્રેકમાં હરાવ્યું. ગોલ્ડ જીતનારી મહિલા ટીમમાં જ્યોતિ સુરેખા, ચિકિતા તનિપાર્થી અને પૃથિકા પ્રદીપ સામેલ છે. ફાઇનલમાં પૃથિકા અને જ્યોતિનો દરેક શોટ નિશાના પર લાગ્યો. સોનું જીતવાની સાથે ચિકિતા-સાહિલ 2028 ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ ગયા છે. 3 ફોટોમાં ટીમ ઇન્ડિયાનું સેલિબ્રેશન 8માંથી 5 ગોલ્ડ મહિલાઓએ અપાવ્યા ભારતને અત્યાર સુધીમાં 8માંથી 5 ગોલ્ડ મહિલાઓએ અપાવ્યા છે. બાકીના 3 પુરુષોની કબડ્ડી ટીમે અપાવ્યા. પિસ્તોલ અને તીરંદાજીના મિક્સ્ડ ઇવેન્ટમાં સુવર્ણ મળ્યા. ભારતીય મહિલા ટીમે એશિયન ગેમ્સના કમ્પાઉન્ડ ઇવેન્ટમાં સતત બીજું ગોલ્ડ મેડલ જીત્યું છે. ભારતીય ટીમે વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો ભારતે 238 પોઈન્ટના સ્કોર સાથે મહિલા ટીમનો વર્લ્ડ રેકોર્ડ પણ બરાબર કર્યો છે. આ રેકોર્ડ દક્ષિણ કોરિયાના નામે હતો. એશિયાડના 11મા દિવસે 24 ગોલ્ડ મેડલ દાવ પર છે. હાલમાં, ભારત 7 ગોલ્ડ, 21 સિલ્વર અને 25 બ્રોન્ઝ સાથે 53 મેડલ જીતીને 9મા સ્થાને છે.
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થીના આપઘાત મામલે મારવાડી યુનિવર્સિટીએ ABVPનો વિરોધ:100થી વધુ કાર્યકર્તા-વિદ્યાર્થીઓ પહોંચ્યા, ગેટ બહાર સૂત્રોચ્ચાર કર્યાં
    Next Article
    'કંગના રનૌત હવે માત્ર મજાક બનીને રહી ગઈ છે':રાજીવ મસંદનો તીખો પ્રહાર, એક્ટ્રેસે વર્ષો પહેલાં ધર્માના COOને ચમચો-ચાપલૂસ કહ્યા હતા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment