Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર:મંત્રી મંડળના નામોની માફક છેલ્લે સુધી સસ્પેન્સ રાખી ભાજપે ફોર્મ ભરવાના કલાકો પહેલા યાદી જાહેર કરી

    10 hours ago

    રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે મંત્રી મંડળની માફક છેલ્લી ક્ષણ સુધી સસ્પેન્સ જાળવી રાખ્યા બાદ, નામાંકન ફોર્મ ભરવાના ગણતરીના કલાકો પહેલા જ 11 ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. પક્ષના આ નિર્ણય બાદ બપોરે 12:30 વાગ્યે તમામ નિયુક્ત સભ્યો પોતાનું ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ કરશે. ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવાર ફોર્મ ભરશે વર્ષે અંદાજે બેથી ત્રણ અબજનું બજેટ ધરાવતી રાજકોટ મહાનગર પાલિકાની શિક્ષણ સમિતિ નક્કી કરવાનું 'મુહૂર્ત આખરે આવી ગયું છે, આજે ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવાર સમિતિના સભ્ય બનવા માટે ફોર્મ ભરવાના છે. કોર્પોરેટરના સંખ્યાબળના આધારે સમિતિના 12માંથી 11 સભ્યો નક્કી છે જ્યારે કોંગ્રેસ પાસે સાત કોર્પોરેટર હોય તેનો એક સભ્ય પણ સમિતિમાં સ્થાન મેળવશે. મહત્વની વાત એ છે કે ભાજપ દ્વારા કોઈ પણ નામને લઇ વિવાદ ન સર્જાય તે માટે ખાસ કાળજી રાખી છેલ્લે સુધી સભ્યોના નામ અંગે સસ્પેન્સ રાખી ફોર્મ ભરવાના કલાકો પહેલા યાદી જાહેર કરવામાં આવી છે. અને આજે 12.30 વાગ્યે તમામ સભ્યો પોતાનું ફોર્મ ભરવા મનપા કચેરી ખાતે ઉપસ્થિત રહેશે.
    Click here to Read More
    Previous Article
    વર્ષાબેન દોશીના સન્માન માટે સુરેન્દ્રનગરમાં અભિવાદન સમારોહ:2 ઓક્ટોબરે બપોરે 3 વાગ્યે GIDC વઢવાણના મેડિકલ હોલમાં યોજાશે
    Next Article
    રાજ કપૂરની બીમારીના ડરથી લખાઈ હતી 'આનંદ'ની વાર્તા:ઋષિકેશ મુખર્જીએ અમિતાભ-રાજેશ ખન્નાને સેટ પર પૂરી દીધા, ધર્મેન્દ્રએ દારૂ પીને આખી રાત ફોન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment