Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્ષાબેન દોશીના સન્માન માટે સુરેન્દ્રનગરમાં અભિવાદન સમારોહ:2 ઓક્ટોબરે બપોરે 3 વાગ્યે GIDC વઢવાણના મેડિકલ હોલમાં યોજાશે

    10 hours ago

    ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા શ્રીમતી વર્ષાબેન દોશીના સન્માન અને અભિવાદન માટે સુરેન્દ્રનગરમાં એક સમારોહ યોજાશે. આ કાર્યક્રમ 2 ઓક્ટોબર, 2026ના શુક્રવારે બપોરે 3 વાગ્યે G.I.D.C., વઢવાણ ખાતે આવેલ મેડિકલ હોલમાં યોજાશે.આ કાર્યક્રમમાં વર્ષાબેન દોશીના શિક્ષણ અને સામાજિક યોગદાનને બિરદાવાશે. તેમણે વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી છે. સમારોહના અધ્યક્ષ તરીકે પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહેશે. કાર્યક્રમમાં વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો પણ ખાસ હાજરી આપશે. આમંત્રિત મહેમાનોમાં શ્રી જગદીશભાઈ મકવાણા, શ્રી જિતેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી રાજેશભાઈ શુક્લ, શ્રી ચંદુભાઈ શિહોરા, શ્રી હાર્દિકભાઈ ટમાલિયા અને શ્રી રાકેશભાઈ રાઠોડ સહિતના આગેવાનો જોડાશે.આ અભિવાદન સમારોહનું આયોજન શ્રીમતી વર્ષાબેન દોશી સન્માન સમારોહ સમિતિ દ્વારા કરાયું છે. આયોજકોએ સારસ્વત મિત્રો, શિક્ષણપ્રેમીઓ, સામાજિક આગેવાનો અને શુભેચ્છકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વર્ષાબેન દોશીનું અભિવાદન કરવા આમંત્રણ આપ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સ્કૂલના કેમ્પસમાં કોમર્શિયલ પ્રવૃતિ ન કરાવવા DEOનો આદેશ:ગરબા ક્લાસ માટે કેમ્પસનો ઉપયોગ કરાતા 4 શાળાની તપાસ સોંપાઈ, શરતોના ભંગ બદલ કાર્યવાહી કરાશે
    Next Article
    રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર:મંત્રી મંડળના નામોની માફક છેલ્લે સુધી સસ્પેન્સ રાખી ભાજપે ફોર્મ ભરવાના કલાકો પહેલા યાદી જાહેર કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment