Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કૂલના કેમ્પસમાં કોમર્શિયલ પ્રવૃતિ ન કરાવવા DEOનો આદેશ:ગરબા ક્લાસ માટે કેમ્પસનો ઉપયોગ કરાતા 4 શાળાની તપાસ સોંપાઈ, શરતોના ભંગ બદલ કાર્યવાહી કરાશે

    10 hours ago

    નવરાત્રી નજીક આવતા જ અમદાવાદ શહેરની શાળાઓને કમાવવાની લાલચ જાગી ગઈ છે. કોમર્શિયલ પ્રવૃતિ માટે શાળાનું કેમ્પસ ભાડે આપવામાં આવ્યું હોવાની ચાર જેટલી શાળાઓની ફરિયાદ મળતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે. તેમજ અમદાવાદ શહેરની અન્ય શાળાઓને પણ શાળાના કેમ્પસમાં ધંધાકીય પ્રવૃત્તિ ન કરવા પણ કડક સૂચના આપવામાં આવી છે. જો અન્ય શાળામાં પણ નિયમોનું પાલન નહીં કરવામાં આવે સરકારની શરતોના ભંગ બદલ કડક કાર્યવાહી કરવાની પણ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તૈયારી દર્શાવી છે. શહેરની તમામ શાળાઓને કેમ્પસમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ ન કરાવવા તાકીદ શાળાઓમાં શિક્ષણના હિતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે પ્રોફેશનલ અને કોમર્શિયલ પ્રવૃત્તિઓ કરવાની છૂટ આપવામાં આવતી હોય છે. પરંતુ નવરાત્રી નજીક આવતા કેટલીક શાળાઓએ કેમ્પસને કમાવવાનું સાધન બનવા દીધું છે. ચાર્જ લઈને શાળાના કેમ્પસમાં ગરબા કરાવતી શાળાઓની ફરિયાદ મળતા અન્ય શાળાઓને પણ તાકીદ કરવામાં આવી છે. અમદાવાદ શહેરની તમામ શાળાઓને કેમ્પસમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ ન કરાવવા માટે તાકીદ કરવામાં આવી છે. કમાવવાની લ્હાયમાં શાળાનું કેમ્પસ કોમર્શિયલ પ્રવૃત્તિ માટે જો શાળાઓ ભાડે આપશે તો નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. તેમજ જે શાળાઓની ફરિયાદ મળી છે તેના તપાસ રિપોર્ટ બાદ તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. 'ગરબા ક્લાસિસ શાળાના કેમ્પસમાં ચલાવવામાં આવે છે તેવું ધ્યાને આવ્યું' અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, મણિનગર વિસ્તારની જયમનબેન દવે અને શેઠ હીરાભાઈ કન્યા વિદ્યાલયમાં ફરિયાદ વીડિયો સ્વરૂપે અમને મળી હતી. જેમાં ગરબા ક્લાસિસ શાળાના કેમ્પસમાં ચલાવવામાં આવે છે તેવું અમારા ધ્યાને આવ્યું હતું. જેમાં બહારના લોકો પાસેથી ચાર્જ લઈને ગરબાની પ્રેક્ટિસ શાળાના કેમ્પસમાં કરાવવામાં આવતી હતી. કોમર્શિયલ પ્રવૃતિ શાળામાં કરાવવામાં આવતી હોવાનું ધ્યાને આવતા શાળાને નોટિસ આપીને ખુલાસો પણ માંગવામાં આવ્યો છે, તેમજ શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. જેથી તપાસ અહેવાલ આવ્યા બાદ શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ, નિયમનું પાલન નહીં થતું હોય તો કાર્યવાહી કરાશે વધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, તેમજ વધુ બે શાળા જેમાં ઘાટલોડિયા વિસ્તારની નાલંદા વિદ્યાલય અને શ્રેયસ ફાઉન્ડેશન નામની શાળાઓમાં પણ આ પ્રકારની પ્રવૃતિ કરાવવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી તેની ફરિયાદને પણ ધ્યાને શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમજ વધુ વિગતો તપાસનો અહેવાલ આવ્યા બાદ સામે આવશે. પ્રોફેશનલ અને કોમર્શિયલ પ્રવૃત્તિઓ શિક્ષણને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓના હિતમાં ચાલતી હોય તો તે યોગ્ય છે. પરંતુ કોમર્શિયલ પ્રવૃત્તિ માટે શાળા કેમ્પસનો ઉપયોગ કરી શકાય નહીં. શાળાના કેમ્પસમાં ધંધાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો તે જરાય પણ યોગ્ય નથી. જેથી અન્ય શાળામાં પણ જો નિયમનું પાલન નહીં થતું હોય તો સરકારની જે શરતો છે તેના ભંગ બદલ શાળા સામે કાર્યવાહી કરવાની ફરજ પડશે. જેથી નિયમોનું પાલન કરવા તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    OpenAI’s GPT-6.1 Sol AI Model Launched With Near-GPT-6 Astra Intelligence at Significantly Lower Costs
    Next Article
    વર્ષાબેન દોશીના સન્માન માટે સુરેન્દ્રનગરમાં અભિવાદન સમારોહ:2 ઓક્ટોબરે બપોરે 3 વાગ્યે GIDC વઢવાણના મેડિકલ હોલમાં યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment