Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પ્રજાપતિ સમાજનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો:તેજસ્વી વિદ્યાર્થીઓ, બાળાઓનું સન્માન કરાયું; કોર્પોરેટર ભાવેશ કોશિયાનું પણ સન્માન

    8 hours ago

    સુરેન્દ્રનગરના પશ્ચિમ વિભાગમાં ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા અને તેમની પ્રતિભાને બિરદાવવા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ધોરણ-1થી અનુસ્નાતક કક્ષા સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિના આધારે ઇનામો આપી સન્માનિત કરાયા. અભ્યાસમાં ઉત્સાહ વધે તે માટે આશ્વાસન ઇનામ પણ અપાયા. આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 10ના કોર્પોરેટર અને એક્ટિવ જર્નાલિઝમ ગ્રુપના પ્રમુખ ભાવેશભાઈ કોશિયાનું ખાસ સન્માન કરાયું. નાની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. છેલ્લા એક વર્ષમાં જન્મેલી બાળાઓ અને તેમની માતાઓનું પણ રોકડ પુરસ્કાર આપી સન્માન કરાયું. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ કમિશ્નર કુમાર લખતરીયાએ સ્વરોજગાર યોજનાઓની માહિતી આપી. કાર્યક્રમ બાદ સૌ માટે ભોજનની વ્યવસ્થા કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    PGVCLની મેગા ડ્રાઈવ, 107.96 લાખની વસૂલાત:વેરાવળ વિભાગમાં 95 ટીમોએ 1406 ગ્રાહકો પાસેથી બાકી રકમ વસૂલી, 145 જોડાણો કપાયા
    Next Article
    હવે WhatsApp પર મેસેજ મોકલવા પર ચાર્જ લાગશે:આવતીકાલથી બિઝનેસ કંપનીઓ માટે નવો નિયમ લાગુ, ગ્રાહકો માટે ફ્રી; 15 સવાલ-જવાબમાં સમજો પૂરો મામલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment