Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PGVCLની મેગા ડ્રાઈવ, 107.96 લાખની વસૂલાત:વેરાવળ વિભાગમાં 95 ટીમોએ 1406 ગ્રાહકો પાસેથી બાકી રકમ વસૂલી, 145 જોડાણો કપાયા

    8 hours ago

    PGVCLના વેરાવળ વિભાગે વીજ બિલની બાકી રકમ વસૂલવા મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ ચલાવી. આ માટે 95 ટીમો મેદાનમાં ઉતરી હતી. ડ્રાઇવ દરમિયાન કુલ 1406 ગ્રાહકો પાસેથી 107.96 લાખ રૂપિયાની વસૂલાત થઈ. કાર્યવાહી પહેલા 1261 વીજ ગ્રાહકોએ 85.24 લાખ રૂપિયા ચૂકવી દીધા. જ્યારે બિલ નહીં ભરનારા 145 ગ્રાહકોના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. આ જોડાણો સામે 22.72 લાખ રૂપિયા બાકી હતા. ડિસ્કનેક્ટ કરાયેલા જોડાણોમાંથી 72 ફરી ચાલુ કરાયા, જેના 6.53 લાખ રૂપિયા રિકનેક્શન ચાર્જ તરીકે વસૂલવામાં આવ્યા. આ ડ્રાઇવમાં અંકોલવાડી, પ્રભાસ પાટણ, પ્રાચી, સુત્રાપાડા, તાલાળા, વેરાવળ ટાઉન અને વેરાવળ GIDCની ટીમો જોડાઈ હતી. PGVCLએ ગ્રાહકોને સમયસર વીજ બિલ ભરવા અપીલ કરી છે, જેથી જોડાણ કાપવાની અને ફરી જોડવાની કાર્યવાહી ટાળી શકાય.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત ATSએ 5 પાકિસ્તાનીને ઝડપ્યા:લક્ષદ્વીપના દરિયામાં ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન, 500 કિલોથી વધુ ડ્રગ્સ લઈ બોટમાં આવતા હતા
    Next Article
    સુરેન્દ્રનગરમાં પ્રજાપતિ સમાજનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો:તેજસ્વી વિદ્યાર્થીઓ, બાળાઓનું સન્માન કરાયું; કોર્પોરેટર ભાવેશ કોશિયાનું પણ સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment