Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈમિગ્રેશન:વિઝિટર વિઝા પૂરા થઈ જાય તો?

    8 hours ago

    રમેશ રાવલ સવાલ: મારા ફાધર અને મારા ગ્રાન્ડ મધર બંને અમેરિકાના સિટીઝન હતાં અને બંને મૃત્યુ પામ્યાં છે. તો શું હું તેમના આધારે સિટીઝન થઇ શકું? - પ્રવીણાબેન પટેલ, અમદાવાદ જવાબ: હા, જો તમારા ફાધર તમારા જન્મ વખતે અમેરિકાના સિટીઝન હતા અને તે વખતના અને હાલના ફેરફાર થયેલા નિયમોને આધીન જ પ્રયત્ન કરી શકાય. આ ઉપરાંત તમારા પિતા સિટીઝન થયા પછી દસ વર્ષે અમેરિકામાં રહ્યા હોવા જોઇએ. ટૂંકમાં આ કેસમાં ઘણા કોમ્પ્લિકેશન્સ હોવાથી તમારે અમેરિકાના આ બાબતના એક્સપર્ટ એટર્નીની સલાહ લેવી જોઇએ. સવાલ: મારી પુત્રીના તારીખ 20-8-2026ના રોજ વિઝા એપ્રૂવ થઇ ગયા છે, પરંતુ 14-9-2026 સુધી પાસપોર્ટ પાછો આવ્યો નથી. તો ક્યારે આવશે? - જોગિની (Jogini) મજમુદાર, અમદાવાદ જવાબ: આ જવાબ પ્રસિદ્ધ થશે તે તારીખ સુધીમાં પાસપોર્ટ તમને મળી ગયો હશે. જો તે આવ્યો ના હોય તો ઇમેલ કરીને જાણી શકાય અથવા અમેરિકાના વિઝા હોય તો અમદાવાદની ઓફિસમાં રૂબરૂ તપાસ કરવી. સવાલ: અમારા પુત્રને 2023માં તમારી સલાહને લીધે વિઝિટર વિઝા મળ્યા પછી તે અમેરિકા આવી ગયો છે. અને તે અમારી સાથે રહે છે. અમે ગ્રીનકાર્ડ હોલ્ડર છીએ. હવે તેને ગ્રીનકાર્ડ એપ્લાય કરવા માટે શું કરવું જોઈએ? તેની કોગ્નિટિવ ડેવલપમેન્ટ કન્ડિશન હોવાથી તે સંપૂર્ણપણે અમારા પર આધારિત છે.- નિગમ પટેલ, અમેરિકા જવાબ: જો તમારા પુત્રની ઉંમર 21 વર્ષની અંદર કે તે ઉપરાંતની હોય તો પણ તેની ચેઈન્જ ઓફ સ્ટેટસની અરજી કરી F-2ની કેટેગરીમાં પિટિશન ફાઇલ કરવા ત્યાંના એટર્નીની સલાહ લેવી જોઇએ. સવાલ: મારી સિસ્ટર યુ.કે.માં એક વર્ષથી રહે છે અને મારે તેને મળવા વિઝિટર તરીકે U.K. જવું હોય તો વિઝા માટે કયા ડોક્યુમેન્ટસ અને કેટલું બેન્ક બેલેન્સ જોઈએ? અને એ માટેની શું પ્રોસીજર છે?- જાનકી જોશી, અમદાવાદ જવાબ: U.K.ના વિઝા સહેલાઇથી મળતા નથી. તેથી તમારે નવા નિયમો પ્રમાણે ત્યાંના જ ઇમિગ્રેશન એક્સપર્ટ બેરિસ્ટર-લોયર મારફતે એપ્લાય કરવું જોઇએ. સવાલ: મારા પિતાએ 2015માં I-130ની પિટિશન ફાઇલ કરી છે, પરંતુ હજુ સુધી તેની એપ્રૂવલ નોટિસ આવી નથી તો શું કરવું? - વિમલ કમ્બારી, રાજકોટ જવાબ: જો તમારી F-3ની પિટિશન હોય તો 2010ની પિટિશન્સ ઘણાંની એપ્રૂવ થઈ N.V.C.માંથી વેલકમ લેટર આવ્યા છે. તેથી તમારા પિટિશનરે ઈમેલ કરીને અથવા ત્યાંની ઓફિસમાં જઇ તપાસ કરવી જોઈએ. જો પૂરી માહિતી આપી ના હોય તો વિલંબ થઈ શકે. તમે મારી એપોઇન્ટમેન્ટ લેવા તથા મને કેસ સોંપવા માગો છો, પરંતુ તે હવે હું લેતો નથી. એટલે ફોન નંબર મોકલી શકો તો ફ્રી સર્વિસ આપીશ. સવાલ: હું સીનિયર સિટીઝન છું. મારા અમેરિકાના B-1, B-2 વિઝા તારીખ 31-8-2025ના રોજ પૂરા થઇ ગયા છે. તો શું ડ્રોપબોક્સમાં રિન્યૂ થઇ શકે? - નરેન્દ્ર દવે, અમદાવાદ જવાબ: હા, થઇ શકે, પરંતુ એપ્લાય કરતાં પહેલાં તમારે અમદાવાદમાં આવેલ તે બાબતની ફેસિલિટી સેન્ટરની ઓફિસમાં રૂબરૂ જઇ તપાસ કરવી જોઈએ. એક વર્ષ ઉપરાંતનો સમય થઇ ગયો હોવાથી નવા વિઝા લેવા માટે કોન્સ્યુલેટમાં અરજી કરવાની માહિતી મળી શકે. વિઝા રિન્યૂ થતા નથી, નવા વિઝા અપાય છે. સવાલ: હું અમેરિકામાં જૂન 2022થી જુલાઇ 2027ના સ્ટુડન્ટ વિઝા ઉપર ગયેલી. મારો સ્ટડી May 2025માં પૂરો થઇ ગયા પછી મને OPTની સમયમર્યાદા 23 જુલાઇ 2026 સુધીની મળવાથી તે ગ્રેસ પીરિયડ પૂરો થતા હું ભારત પાછી આવી છું. હવે મારે H-1B વિઝા ઉપર અમેરિકા જવું હોય તો શું કરવું જોઈએ? - ધારા ત્રિવેદી, અમદાવાદ જવાબ: H-1B વિઝા સહેલાઇથી મળતા નથી. તેના માટે તમારે કયા રિજિયનમાં જોબ કરવાની છે તેના માટે જોબ આપનારે લેબર સર્ટિફિકેશન મેળવવું પડે. આ માટે અરજી કરવા ફોર્મ I-797 ભરીને અરજી કરવી પડે. જો બંને મંજૂર થાય પછી જ એપ્રૂવલ લેટર તમને મળે ત્યારે વિઝા માટે કોન્સ્યુલેટમાં ઇન્ટરવ્યૂ આપીને વિઝા લેવા પડે. ડોક્યુમેન્ટ્સ તથા ઈન્ટરવ્યૂ તૈયાર કરવા જોઈએ. સવાલ: મારા પુત્રના અમેરિકાના અભ્યાસના May 2027ના કોન્વોકેશનમાં મારે જવું છે. મારી સાથે પત્ની અને એક નાનો પુત્ર છે. તો તે બંને માટે વિઝા મુકાય કે પછી અમારાં બંનેના વિઝા મુકાય? - નરેશ દીયોરા, સુરત જવાબ: કોન્વોકેશનમાં હાજર રહેવા માટે સ્ટુડન્ટનાં માતા-પિતાને જ કોલેજ-યુનિવર્સિટી આમંત્રણ આપે છે. તેથી તેના માતા-પિતાએ જ વિઝિટર વિઝા માટે અપ્લાય કરવું જોઈએ. તમારા 14 વર્ષના પુત્ર સાથે અપ્લાય કરવાથી વિઝા ઓફિસરને શંકા જાય કે તમે તમારા ફેમિલી સાથે અમેરિકામાં રહી જશો અને ભારત પાછાં નહીં આવો. જો તમને આમંત્રણ મળે તો પણ તમે માતા-પિતા જ એપ્લાય કરજો.
    Click here to Read More
    Previous Article
    પ્રસંગકથા:મોભ વિના છત ન બને અને પિતા વિના ઘર…
    Next Article
    ડૉક્ટરની ડાયરી:કોઈ આંખ જો ભીની થઈ તો, કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment