Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રસંગકથા:મોભ વિના છત ન બને અને પિતા વિના ઘર…

    8 hours ago

    નટવર આહલપરા ઘ રને મોભ ન હોય તો છત બને જ નહીં. પિતા તો મોભ સમાન છે. માન-સન્માન નહીં પણ કેટકેટલાંય અપમાનો સહન કરે! મોભ બનીને ઘરનું, સમાજનું અને રાષ્ટ્રનું ધ્યાન રાખનાર પિતાનું સન્માન તેઓ જીવતા હોય ત્યારે કરવામાં આવે તો તેઓ કેટલા રાજી થાય? ગામડાંમાં નળિયાવાળાં મકાનો આજેય જોવા મળે છે. મકાનની પાછલી દીવાલને પછીત, બાજુની બંને દીવાલને કરા અને છત ઉપર આગળ-પાછળના નળિયાવાળા ભાગને પડાળ કહેવાય છે. બરાબર વચ્ચે મોભને જડવામાં આવે છે. ખૂબ જાડું, લાંબું, ગોળ અથવા ચોરસ લાકડું અને તેમાં ખાંચા પાડી પટ્ટીઓ લગાડી તેના ઉપર લોખંડના ખીલા ઠોકવામાં આવે છે. જેમ વરરાજાનાં લગ્નનું મુહૂર્ત લેવાય છે, તેમ ગામડાંમાં મોભ ચડાવવાનું મુહૂર્ત લેવાતું હોય છે. લીલાં કપડામાં ચાંદીનો સિક્કો અને શ્રીફળ મૂકી, શ્રીફળને સૂતરની આંટીથી વીંટીને મોભ સાથે બાંધવામાં આવે છે. મોભ મુકાય ત્યારે ઘરે મિષ્ટાન બને છે અને મોભનું પૂજન કરવામાં આવે છે. મોભને બે બાજુથી ખીલા જડવામાં આવે છે. મોભને આગલા અને પાછલા બંને પડાળનો ભાર ઝીલવો પડે છે. આ જ રીતે ઘરના પિતાને ઘરનો, ધંધાનો અને સમાજનો એમ ત્રણ પ્રકારનો ભાર ઝીલવો પડે છે. ત્રણેય સ્થાનેથી અપમાન પણ સહન કરવા પડે છે. પિતા પુરુષ છે એટલે રડી શકે નહીં. તેણે પત્ની, સંતાન, કુટુંબ અને સમાજના કડવા ઘૂંટડા પીવાના અને આવી પડેલા અણધાર્યા ઘા હસીને સહન કરવાના! જેમ મોભ ઉપર ભાર જ નાખ્યા કરવામાં આવે તો મોભની જે દશા થાય, તેવી જ દશા ઘરના મોભ સમા પિતાની થાય છે. આજે આધુનિક યુગમાં બંગલો અને હાઈરાઈઝ્ડ ટાવર્સમાં રહેલા બીમ એ મોભનું જ પ્રતીક છે ને? ‘કુંવરબાઈના મામેરા’ વખતે નણંદ કુંવરબાઈને કહે છે, ‘આ શું પિતા-પુત્રીનું હેત! બધાંને ફજેત કરવા આવ્યાં છે. સાત પેઢીનું નામ બોળાવ્યું ને પાછા સાથે સાધુડાને લાવ્યા છે. એવા બાપ કરતાં તો ન બાપ સારા!’ ત્યારે કુંવરબાઈ જવાબ આપે છે, ‘અરે! નણંદબા, આવડો ગર્વ શાનો? પાછળથી શા માટે બડબડાટ કરો છો? કોઈનો લાખોપતિ પિતા મારે શું કામનો?’ કુંવર રડે છે. દોડતાં-દોડતાં આવીને પિતા નરસિંહને ભેટીને કહે છે: ‘અરે રે! મારા બાપ, તમે નથી લાવ્યા નાડાછડી, નથી મોળિયું કે નથી કુમકુમ પડી. અરે! મારે દરિદ્ર આવ્યું શા કાજ? આના કરતાં તો હું મરી ગઈ હોત તો સારું હતું. તમે પાછા જાઓ! મોસાળું કરવાના તમારા ઢંગ દેખાતા નથી.’ એ સમયે નરસિંહ મહેતા રડતી કુંવરના માથે હાથ મૂકતાં કહે છે, ‘અરે! મારી દીકરી, મોસાળું કરશે વૈકુંઠનાથ. તારી વડસાસુને કહો, પહેરામણી જેટલી કરવી હોય તેટલી લખાવે. દીકરી, રૂડો દિવસ છે. મોસાળું કરવા હરિ આવશે જ. જય શ્રીકૃષ્ણ... જય શ્રીકૃષ્ણ...’ આવા પિતાને માર્જિનમાં કેમ કાઢી નંખાય? થૂંકી નાખવું સહેલું છે, પણ પિતાની જેમ ખારા, તીખા, મોળા અને કડવા ઘૂંટડા પી જુઓ તો ખબર પડે!
    Click here to Read More
    Previous Article
    વસુંધરાના વહાલાં દવલાં:વિશ્વની અનોખી ચૂંટણી: જ્યાં મતદાનથી નેતા નહીં પણ પક્ષી ચૂંટાયું
    Next Article
    ઈમિગ્રેશન:વિઝિટર વિઝા પૂરા થઈ જાય તો?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment