Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસુંધરાના વહાલાં દવલાં:વિશ્વની અનોખી ચૂંટણી: જ્યાં મતદાનથી નેતા નહીં પણ પક્ષી ચૂંટાયું

    9 hours ago

    ન્યૂઝીલેન્ડના પક્ષી જગતનો એક અનોખો અને રોમાંચક ઉત્સવ એટલે ‘બર્ડ ઓફ ધ યર.’ દર વર્ષે યોજાતી આ લોકપ્રિય ચૂંટણી માત્ર કોઈ સુંદર પક્ષીને પસંદ કરવાનો શોખ નથી, પરંતુ ગંભીર મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહેલી પ્રજાતિઓનાં સંરક્ષણ અંગે વૈશ્વિક જાગૃતિ ફેલાવવાનો એક મંચ છે. વર્ષ 2026ની ચૂંટણીમાં 1.05 લાખથી વધુ લોકોના ઉત્સાહપૂર્ણ મતદાન બાદ, જે પક્ષીના માથે તાજ મુકાયો છે તેનું નામ છે બ્લેક રોબિન. સ્થાનિક માઓરી ભાષામાં તેને ‘કાકારુઇયા’ અને મોરિઓરી ભાષામાં ‘કારુરે’ તરીકે ઓળખવામાં આવે છે. પોતાના કાળાં પીંછાં, કાળી આંખો અને તીક્ષ્ણ ચાંચના લીધે પક્ષી જગતમાં તેને લાડથી ‘ગોથ બર્ડ’ પણ કહેવામાં આવે છે. ન્યૂઝીલેન્ડનાં 80 ટકા મૂળ પક્ષીઓ કોઈને કોઈ જોખમનો સામનો કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં બ્લેક રોબિનની આ જીત આખી દુનિયાને એ આશા આપે છે કે જો માનવજાત ઈચ્છે અને નિષ્ઠાવાન પ્રયાસ કરે, તો લુપ્ત થવાની અણી પરથી પણ કુદરતના જીવોને પાછા લાવી શકાય છે. 1980માં બ્લેક રોબિન લુપ્ત થવાને આરે હતું બ્લેક રોબિનની જીત માત્ર એક ટ્રોફી નથી, પરંતુ વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ ઇતિહાસની સૌથી ચમત્કારિક વાપસીની ગાથા છે. ન્યૂઝીલેન્ડના મુખ્ય ભૂમિભાગથી પૂર્વમાં આશરે 800 કિલોમીટર દૂર આવેલા ચાથમ ટાપુઓ પર જ આ નાનકડું પક્ષી જોવા મળે છે. વસવાટ ગુમાવવો અને બહારથી ઘૂસી આવેલા શિકારી જીવોના કારણે 1970-80ના દાયકામાં બ્લેક રોબિન લુપ્ત થવાની છેલ્લી અણી પર પહોંચી ગયું હતું. સમગ્ર પૃથ્વી પર માત્ર 5 પક્ષીઓ જ બચ્યાં હતાં. 350 બ્લેક રોબિન ‘ઓલ્ડ બ્લૂ’ના વંશજ ‘80ના દાયકામાં તે સમયે પ્રજનન કરી શકે તેવી માત્ર એક જ માદા બચી હતી, જેનું નામ વૈજ્ઞાનિકોએ ‘ઓલ્ડ બ્લૂ’ રાખ્યું હતું. ઓલ્ડ બ્લૂ અને તેના જીવનસાથી ‘ઓલ્ડ યલો’ની જોડીએ પક્ષીશાસ્ત્રી ડૉ. ડોન મર્ટન સાથે મળીને એક નવો ઇતિહાસ રચ્યો. વૈજ્ઞાનિકોએ અનોખો પ્રયોગ કરીને બ્લેક રોબિનનાં ઈંડાં અન્ય સમાન પક્ષીઓ, જેમ કે ચેટ રોબિનના માળામાં ઉછેરવા મૂક્યા, જેનાથી ઓલ્ડ બ્લૂ વારંવાર નવાં ઈંડાં મૂકી શકી. આજે જીવિત તમામ 350 બ્લેક રોબિન આ એકમાત્ર ‘ઓલ્ડ બ્લૂ’ના વંશજ છે. વજનદાર પોપટ અને બાજ હારી ગયા આ વર્ષની સ્પર્ધામાં ઘણા રસપ્રદ વળાંકો જોવા મળ્યા હતા. ‘ફોરેસ્ટ એન્ડ બર્ડ’ સંસ્થા દ્વારા શરૂ કરાયેલી આ સ્પર્ધા તેના 20 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ મતો મેળવીને લોકપ્રિયતાના શિખરે પહોંચી ગઈ હતી. આ ચૂંટણીમાં પક્ષીઓ વચ્ચે ખૂબ જ રસાકસીભરી ટક્કર જોવા મળી, જેમાં વિશ્વનો સૌથી વજનદાર અને ઊડી ન શકતો પોપટ ‘કાકાપો’ બીજા ક્રમે રહ્યો અને ગયા વર્ષનો વિજેતા તથા ન્યૂઝીલેન્ડનું એકમાત્ર ફાલ્કન પક્ષી ‘કારેઆરેઆ’ ત્રીજા નંબરે આવ્યું. સૌથી વિશેષ વાત એ રહી કે કુલ પડેલા મતોમાંથી 88 ટકા જેટલા મત ખુદ ન્યૂઝીલેન્ડના સ્થાનિક નાગરિકોએ આપ્યા હતા, જે સાબિત કરે છે કે સ્થાનિક લોકો પોતાની કુદરતી સંપત્તિ અને વન્યજીવોના રક્ષણ માટે કેટલા જાગૃત અને લાગણીશીલ છે. ‘બર્ડ ઓફ ધ યર’, પણ સંઘર્ષ લાંબો બ્લેક રોબિન ‘બર્ડ ઓફ ધ યર’ બની ગયું હોવા છતાં વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે કે આ લડાઈ હજી પૂરી થઈ નથી. ચાલતા સંરક્ષણ પ્રયાસો છતાં આ પક્ષી હજી પણ ‘થ્રેટન્ડ નેશનલી ક્રિટિકલ’ શ્રેણીમાં મૂકાયેલું છે. હાલમાં તેઓ માત્ર બે શિકારીમુક્ત નાનકડા ટાપુઓ પર રહે છે, જેની ધારણક્ષમતા હવે લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જો તેમને યોગ્ય સમયસર ત્રીજો સુરક્ષિત ટાપુ નહીં મળે, તો બીમારી કે કુદરતી હોનારતમાં સમગ્ર પ્રજાતિ ફરી સંકટમાં આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:એક નૂર આદમી હજાર નૂર સર્વિસિસ!
    Next Article
    પ્રસંગકથા:મોભ વિના છત ન બને અને પિતા વિના ઘર…

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment