Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મટન લેવા નીકળેલા યુવકની અવાવરુ જગ્યાએથી લોહીલુહાણ લાશ મળી:શાપરમાં તળાવના કાંઠે શ્રમિકનું ગળું કાપી હત્યા

    8 hours ago

    રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપરમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. મૂળ બિહારના પટના જિલ્લાના હેમતપુર ગામના વતની અને હાલ શાપરના રામદેવનગર મફતિયાપરામાં રહેતા 34 વર્ષીય અંજુકુમારીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, તેમના પતિ કમલેશકુમાર ભીમાભાઈ રામ (ઉં.વ.36) છૂટક મજૂરીકામ કરતા હતા. ગત 28 ઓગસ્ટની સાંજે આશરે સાતેક વાગ્યે કમલેશકુમાર મજૂરીકામ પૂરું કરીને ઓરડીએ આવ્યા હતા. ત્યારબાદ પત્ની પાસેથી પૈસા લઈને “હું મટન લેવા જાઉં છું’ તેમ કહીને નીકળ્યા હતા. મોડી રાત સુધી કમલેશકુમાર પરત ન ફરતાં પત્નીએ આસપાસના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ ભાળ મળી નહોતી. બીજા દિવસે સવારે નવેક વાગ્યે તપાસ દરમિયાન રામદેવનગર તળાવના કાંઠે એક અવાવરુ જગ્યામાં લોહીથી લથપથ હાલતમાં એક પુરુષની લાશ પડી હોવાની જાણ થઈ હતી. પત્નીએ ઘટનાસ્થળે જઈને જોતાં આ લાશ તેમના પતિ કમલેશકુમારની હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતાં જ શાપર (વેરાવળ) પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. પીએમ કરનાર તબીબના જણાવ્યા મુજબ, ગળાના ભાગે ધારદાર વસ્તુના ઘા મારવાના કારણે મોત નીપજ્યું હતું. શાપર પીઆઈ રવિરાજસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આ હત્યાની ઘટના સોમવારે રાત્રે 7થી મંગળવારે સવારે 9 વાગ્યા દરમિયાન બની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે હત્યાનો ચોક્કસ સમય પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. બીજું, જે જગ્યાએ હત્યા થઈ છે ત્યાં નજીકમાં કોઈ સીસીટીવી કેમેરા પણ નથી. 500 મીટરથી 1000 મીટર દૂર આવેલા સીસીટીવી કેમેરાના આધારે હત્યાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરાઈ છે. મૃતક છૂટક મજૂરી કરતો હોય અને તેની પાસે મોબાઈલ પણ ન હોવાથી હત્યા માટેનું કોઈ ચોક્કસ કારણ સ્પષ્ટ થતું નથી. જોકે ક્ષણિક આવેશમાં આ ઘટના બન્યાનું પ્રાથમિક તારણ છે.
    Click here to Read More
    Previous Article
    રાત્રે કિંમતી ટાયરો ગાયબ કરતી ગેંગને આજી ડેમ પોલીસે દબોચી:સૌરાષ્ટ્રભરમાંથી પાર્ક કરેલી બોલેરોના ટાયર ચોરી કરતી બેલડી ઝડપાઈ, 6.91 લાખનો મુદ્દામાલ કબજે
    Next Article
    રાજકોટ પહોંચતા 12 દિવસ લાગ્યા, MLA-MPએ માગને સર્મથન આપ્યું:દિવ્યાંગ-વિધવાને 35 કિલો રાશનની માંગ સાથે યુવકની દિલ્હી સુધીની સાઇકલ યાત્રા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment