Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાત્રે કિંમતી ટાયરો ગાયબ કરતી ગેંગને આજી ડેમ પોલીસે દબોચી:સૌરાષ્ટ્રભરમાંથી પાર્ક કરેલી બોલેરોના ટાયર ચોરી કરતી બેલડી ઝડપાઈ, 6.91 લાખનો મુદ્દામાલ કબજે

    8 hours ago

    સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં પાર્ક કરેલી બોલેરો પિકઅપ ગાડીઓને ટાર્ગેટ કરી તેનાં ટાયર ચોરી જતી શાતિર બેલડીને આજી ડેમ પોલીસે કોઠારિયા સોલવન્ટ સોમનાથ ઇન્ડસ્ટ્રિયલના ગેટ પાસેથી દબોચી લીધી છે. પકડાયેલા બંને શખસ પોતે પણ બોલેરો પિકઅપના ડ્રાઇવર છે. પોલીસે તેમની પાસેથી વ્હીલ પ્લેટ સાથે 16 ટાયર, વાહન ઊંચકવા માટેનો જેક અને એક કાર મળી કુલ રૂ.6.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આજી ડેમ પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન જૂના માર્કેટિંગ યાર્ડ પાછળ મંછાનગરમાં રહેતા લાલજી કરશન મેઘાણી અને રાહુલ બાઘા ચિરોડિયા (ઉં.વ.26)ને ઝડપી લીધા હતા. આ રીતે ટાયર ચોરીનો ભેદ ઉકેલાયો પીઆઈ એચ.એન. પટેલે જણાવ્યું હતું કે, “અમારા વિસ્તારમાં ટાયર ચોરીની ફરિયાદો મળતાં હલેન્ડા પાસે થયેલી બોલેરો પિકઅપના ટાયર ચોરીના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક રિક્ષાનો શંકાસ્પદ નંબર મળ્યો હતો. જેના આધારે ડી-સ્ટાફના પીએસઆઈ વિક્રમ ડોડિયા અને તેમની ટીમે રિક્ષાચાલકને શોધી હલેન્ડા આ બંને તસ્કરોને કયા વિસ્તારમાંથી લાવ્યો તેની પૂછપરછ કરતાં યુવરાજનગરમાંથી બંનેને લાવ્યાની કબૂલાત કરી હતી. તે દરમિયાન એક સસ્પેક્ટેડ મોબાઇલ નંબર મળતાં તેની ચકાસણી કરતાં લાલજી નામનો શખસ ઓળખાયો હતો. આથી તેને ઉઠાવી લીધો હતો અને બાદમાં તેની કબૂલાતના આધારે સાગરીત રાહુલને પણ ઉઠાવી લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    કાંગશિયાળીમાં તસ્કરોનો પરોણો:પરિવાર ઊંઘતો રહ્યો ને રૂ.73 હજારની મતા ચોરાઈ
    Next Article
    મટન લેવા નીકળેલા યુવકની અવાવરુ જગ્યાએથી લોહીલુહાણ લાશ મળી:શાપરમાં તળાવના કાંઠે શ્રમિકનું ગળું કાપી હત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment