Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ પહોંચતા 12 દિવસ લાગ્યા, MLA-MPએ માગને સર્મથન આપ્યું:દિવ્યાંગ-વિધવાને 35 કિલો રાશનની માંગ સાથે યુવકની દિલ્હી સુધીની સાઇકલ યાત્રા

    9 hours ago

    8 સપ્ટેમ્બરે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરેથી બિહારના દીપક સિંહે દિલ્હી સુધીની સાઇકલ યાત્રા શરૂ કરી છે. યુવકની આ યાત્રાનો મુખ્ય હેતુ દિવ્યાંગો અને વિધવા મહિલાઓને દર મહિને 35 કિલો રાશન મળે તે માટે સરકાર સુધી તેમની મુશ્કેલીઓ પહોંચાડવાનો છે. સોમનાથથી રાજકોટ પહોંચવામાં 19 દિવસ લાગ્યા હતા. રાજકોટમાં યુવકનું આગમન થતાં ધારાસભ્ય રમેશ ટીલાળાએ પણ માંગને સમર્થન આપી વડાપ્રધાનને લેખિત રજૂઆત કરી હતી. દીપક સિંહને દિલ્હી પહોંચવામાં અંદાજે 2 મહિના જેટલો સમય લાગશે. તેઓ રોજ હોટેલ કે મંદિરમાં રાત્રી રોકાણ-આરામ કરીને ફરી સવારે દિલ્હીના માર્ગો પર પ્રસ્થાન કરે છે. યાત્રા દરમિયાન માર્ગમાં કોઈ મુશ્કેલી પડે તો તેઓના મિત્ર કિશોરભાઈ મકવાણા તેમને જરૂરી તમામ સપોર્ટ પૂરો પાડે છે. દીપક સિંહ પોતાના વતન બિહાર પાસે આરા ગામમાં સાઈબર કાફે ચલાવે છે. તેમની આ માંગને સ્થાનિક ધારાસભ્ય અને સાંસદે પણ સમર્થન આપીને વડાપ્રધાન સમક્ષ લેખિત રજૂઆત કરી છે. ગાંધીનગર થઈને દિલ્હી જઈશ દિવ્યાંગજનો અને વિધવા બહેનો જે સામાજિક અને આર્થિક રીતે થોડાક કમજોર હોય છે. તેથી તેમણે 35 રાશનની વ્યવસ્થા કરી આપવામાં આવે હાલ માત્ર 5 કિલો રાશન મળે છે જે કેટલા દિવસો ચાલે ? સરકાર જો તેને 35 કિલો સુધી કરી આપે તો તેમના જીવન ધોરણમાં સુધારો થઈ શકે છે. સોમનાથથી શરૂ કરેલી આ સાઇકલ યાત્રા ગાંધીનગર, અમદાવાદ સહિતના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થઈ દિલ્હી સુધી પહોંચીશ. સોમનાથથી રાજકોટ પહોંચવામાં 19 દિવસ લાગ્યા હતા. - દીપક સિંહ, યાત્રા કરનાર
    Click here to Read More
    Previous Article
    મટન લેવા નીકળેલા યુવકની અવાવરુ જગ્યાએથી લોહીલુહાણ લાશ મળી:શાપરમાં તળાવના કાંઠે શ્રમિકનું ગળું કાપી હત્યા
    Next Article
    ભાસ્કર વિશેષ‎:જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટે 1800 અંધ લોકોને અપાવી નવી દૃષ્ટિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment