Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટે 1800 અંધ લોકોને અપાવી નવી દૃષ્ટિ

    9 hours ago

    જનકલ્યાણ સાર્વજનિક ચૅરિટેબલ ટ્રસ્ટે 9 વર્ષમાં 900 ચક્ષુદાન મેળવ્યું હતું. જેમાં અંધ 1800 લોકોને નવી દૃષ્ટિ અપાવીને સત્કાર્ય કર્યું. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા 53 સ્કિન ડોનેશન, 07 દેહદાન અને 61 રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા છેલ્લા 3 વર્ષથી બુક-બેંક ચલાવે છે, જે અંતર્ગત આ વર્ષે ધોરણ 3થી 12ના 60 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પુસ્તકો આપવામાં આવ્યા છે. ટ્રસ્ટ દ્વારા ચંપલ (સ્લીપર), શિયાળામાં ધાબળા તેમજ તહેવારોમાં મીઠાઈ અને ફરસાણનું વિતરણ પણ કરવામાં આવે છે. દર વર્ષે ચક્ષુદાતા અને દેહદાતાના પરિવારજનોનું સન્માન કરાય છે, જેમાં અત્યાર સુધી 5 કાર્યક્રમો યોજાયા છે અને માર્ચ-2027માં છઠ્ઠો સન્માન સમારોહ યોજાશે. દાન અને સ્વયંસેવકોના સહયોગથી ચાલતી આ પ્રવૃત્તિઓ માટે ઢેબર રોડ પર આવેલા ‘જનકલ્યાણ ટ્રસ્ટ’ કાર્યાલય ખાતે દરરોજ સાંજે 5થી 8 વાગ્યા દરમિયાન સંપર્ક કરી શકાય છે. જાગૃતિ માટે અવનવા કાર્યક્રમો જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા લોકમેળામાં સવારે 10થી રાત્રે 11 વાગ્યા સુધી સ્ટોલ રાખીને અંગદાન, ચક્ષુદાન, સ્કિન ડોનેશન અને દેહદાન અંગે જાગૃતિ ફેલાવીને સંકલ્પપત્રો ભરાવવામાં આવ્યા હતા. આ સાથે વિવિધ ફાયર સ્ટેશનો, જાહેર રસ્તાઓ અને મંદિરો પાસે સાંજે 5થી 7 વાગ્યા દરમિયાન તથા વહેલી સવારે રેસકોર્સ રિંગ રોડ અને હનુમાન મઢી જેવા વોકિંગ ઝોનમાં બોર્ડ, બેનરો અને માહિતીસભર પેમ્ફલેટ્સ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા વિવિધ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમોમાં પણ જનજાગૃતિનું કાર્ય સતત ચાલુ રખાય છે. ઉનાળામાં જરૂરિયાતમંદોને નિઃશુલ્ક છાશ વિતરણ નવ વર્ષમાં 900 લોકોના ચક્ષુદાન મેળવ્યા
    Click here to Read More
    Previous Article
    રાજકોટ પહોંચતા 12 દિવસ લાગ્યા, MLA-MPએ માગને સર્મથન આપ્યું:દિવ્યાંગ-વિધવાને 35 કિલો રાશનની માંગ સાથે યુવકની દિલ્હી સુધીની સાઇકલ યાત્રા
    Next Article
    વિદ્યાર્થીઓના સ્ટ્રેસ અને ડિજિટલ લાઈફની મૂંઝવણો ઉકેલશે:બાળકોનો સ્ક્રીન ટાઈમ, સ્ટ્રેસ ઘટાડવા CISCEની મેન્ટલ હેલ્થ કોન્ક્લેવ: 3,300 સ્કૂલના 16 લાખ વિદ્યાર્થી જોડાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment