Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુકરમુંડા પોસ્ટ ઓફિસમાં બાબુઓની બેદરકારી:અધિકારી કર્મચારીઓ ગાયબ રહેતાં લોકો રઝળ્યા

    7 hours ago

    તાપી જિલ્લાના છેવાડે આવેલા કુકરમુંડા તાલુકા સેવા સદનમાં કાર્યરત સબ પોસ્ટ ઓફિસમાં અધિકારીઓ અને કર્મચારીઓની બેજવાબદાર કાર્યપદ્ધતિ સામે નાગરિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. તાલુકા મથકે આવેલી પોસ્ટ ઓફિસમાં સમયસર કોઈ જવાબદાર અધિકારી કે સ્ટાફ હાજર ન મળતાં સામાન્ય અરજદારો સહિત વેપારીઓના કાયદાકીય અને નાણાકીય કામકાજ ઠપ થઈ રહ્યા છે. સ્થાનિક વેપારીને સતત 3 દિવસ ધક્કા ખાવા છતાં રજિસ્ટર AD ની સાદી સુવિધા ન મળતાં, આખરે કંટાળીને મહારાષ્ટ્રની સરહદે આવેલા નલગવાણ ગામની પોસ્ટ ઓફિસે જઈ કામ પતાવવું પડ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વિગતો મુજબ, કુકરમુંડા ગામના સ્થાનિક વેપારી મગનભાઈ ઉત્તમભાઈ ચૌધરી પોતાના વ્યાપારી અને કાનૂની દસ્તાવેજોની રજિસ્ટર AD કરવા માટે તાલુકા સેવા સદન સ્થિત પોસ્ટ ઓફિસમાં છેલ્લા 3 દિવસથી નિયમિત આંટા ફેરા મારતા હતા. જોકે, દર વખતે પોસ્ટ ઓફિસમાં ટેબલ ખાલીખમ જોવા મળતાં તેઓને નિરાશ થઈને પરત ફરવું પડતું હતું. મંગળવારે પણ કચેરીમાં કોઈ જ હાજર ન જણાતાં, વેપારીએ કુકરમુંડા મામલતદાર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી અને સમયમર્યાદા સચવાય તે માટે સરહદ પાર આવેલા મહારાષ્ટ્રના નલગવાણ સ્થિત પોસ્ટ ઓફિસે પહોંચીને રજિસ્ટર AD પોસ્ટ કરવી પડી હતી. સરહદી તાલુકામાં સંચાર સેવાઓ સામે મોટો સવાલ સરકારી સેવા સદનની ગરિમા જોખમાઈ | તાલુકા મથકના એક જ સંકુલમાં તમામ સરકારી કચેરીઓ લોકોની સુવિધા માટે ઊભી કરાઈ છે, પરંતુ પોસ્ટ ઓફિસમાં સ્ટાફની અનિયમિતતાથી "સેવા સદન’નો મૂળ હેતુ માર્યો જાય છે. મહારાષ્ટ્ર પર નિર્ભરતા | સરહદી પંથક હોવાથી જો ગુજરાતના તાલુકા મથકે જ સ્પીડ પોસ્ટ, રજિસ્ટ્રી કે પાર્સલ જેવી સેવાઓ ન મળે તો સરહદી આદિવાસી પ્રજાએ ફરજિયાત પડોશી રાજ્ય મહારાષ્ટ્રના ધક્કા ખાવા પડે છે. મનસ્વી વહીવટ ચાલે છે તાલુકા મથકની પોસ્ટ ઓફિસમાં અધિકારી કે કર્મચારીઓ પોતાની મરજી મુજબ આવે છે અને ગાયબ થઈ જાય છે. સરકારી નિયમોનો કોઈ ડર નથી. એક રજિસ્ટર AD માટે મારે 3 દિવસ બગાડવા પડ્યા અને છેવટે મહારાષ્ટ્ર જવું પડ્યું, જે સમગ્ર વહીવટી તંત્ર માટે શરમજનક છે. મગનભાઈ ચૌધરી, વેપારી, કુકરમુંડા હું નિઝર છું, કામ ચાલુ છે‎ પોસ્ટ ઓફિસમાં રજિસ્ટર AD ની કામગીરી નિયમિત ચાલુ જ હોય છે. આજે હું કામ અર્થે નિઝર આવ્યો છું, પરંતુ ત્યાં હાજર કર્મચારી કામ કરી આપશે.શુભમભાઈ, પોસ્ટ ઓફિસ અધિકારી, કુકરમુંડા
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:મનપાએ 7 બગીચા સંભાળતાં જાળવણી ખર્ચ ચાર ગણો વધી રૂ.1.70 લાખના 5.96 લાખએ પહોંચ્યો
    Next Article
    DPR છુપાવવા અને જમીન સંપાદનમાં છેતરપિંડીનો આક્ષેપ:ભરૂડી-હિરાસર સિક્સલેન હાઈવે સામે 17 ગામોના 400થી વધુ ખેડૂતોનો ઉગ્ર વિરોધ: રાજકોટ કલેક્ટર કચેરી ગજવી મૂકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment