Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:મનપાએ 7 બગીચા સંભાળતાં જાળવણી ખર્ચ ચાર ગણો વધી રૂ.1.70 લાખના 5.96 લાખએ પહોંચ્યો

    7 hours ago

    મહેસાણા સિટી-2 વિસ્તારના સાત બગીચાઓની જાળવણીના મુદ્દે મહાનગરપાલિકાનું ગણિત ઊંધું પડ્યું છે. મનપા હસ્તક સંચાલન આવવાથી ખર્ચ ઘટશે તેવી દલીલો વચ્ચે વાસ્તવમાં જાળવણીનો માસિક ખર્ચ ચાર ગણાથી પણ વધુ વધી ગયો છે. અગાઉ પ્રાઇવેટ એજન્સી મારફતે સાતેય બગીચાની જાળવણી માટે મનપા દર મહિને રૂ. 1.70 લાખ ચુકવતી હતી. જોકે, એજન્સીની મુદત પૂરી થતાં મનપાએ બગીચાઓનું સંચાલન પોતાના હસ્તક લીધું અને મેનપાવર એજન્સી મારફતે 31 કર્મચારીઓ તૈનાત કર્યા. પરિણામે માસિક ખર્ચ રૂ. 1.70 લાખથી સીધો કૂદીને રૂ. 5.96 લાખે પહોંચી ગયો છે. એટલે કે અગાઉ કરતાં મનપાને દર મહિને રૂ. 4.26 લાખનો વધારાનો આર્થિક ફટકો પડશે. આ નવી વ્યવસ્થાને કારણે સાત‎ બગીચાઓનો સરેરાશ માસિક‎ ખર્ચ અગાઉ જે પ્રતિ બગીચો રૂ.‎24,280 હતો, તે હવે વધીને‎ આશરે રૂ. 85,000 થયો છે. હવે ‎જોવાનું એ રહેશે કે પ્રજાના ‎ટેક્સના નાણાંમાંથી કરાતા આ‎ચાર ગણા વધારાના ખર્ચ સામે ‎બગીચાની જાળવણી અને‎ બાળકોના રમતગમતના ‎સાધનોની સુરક્ષામાં ખરેખર કોઈ‎ સુધારો આવે છે કે પછી માત્ર ખર્ચ‎ જ વધશે.‎ લાખોનો ખર્ચ વધ્યો, છતાં બાળકો માટે રમતગમતનાં સાધનો તૂટેલાં‎ 31 કર્મચારીઓમાં 12 ગાર્ડ, 13 સફાઈ કામદાર અને 6 માળી મનપાએ સાત બગીચા માટે કુલ 31 કર્મચારી ફાળવ્યા છે. તેમાં 12 સિક્યુરિટી ગાર્ડ, 13 સફાઈ કામદાર અને 6 માળીનો સમાવેશ થાય છે. માળીને લોન કટીંગ સહિતની કામગીરી સોંપવામાં આવી છે. માળી માટે દૈનિક રૂ.665.88 તથા ગાર્ડ અને સફાઈ કામદાર માટે દૈનિક રૂ. 638.47નો દર નક્કી કરાયો છે. કર્મચારીને અગાઉ કરતાં વધુ પગાર મળશે આંબાવાડી સહકાર બગીચાના સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું હતું કે અગાઉ એજન્સી મારફતે દર મહિને રૂ.8થી 9 હજાર રોકડ મળતા હતા. હવે મનપાના સંચાલન હેઠળ બેંક ખાતું ખોલાવવામાં આવ્યું છે અને અગાઉ કરતાં વધુ રકમ મળશે તેવી આશા છે. એરોડ્રામ સરદાર બાગના માળીએ પણ અગાઉ રૂ.10 હજાર રોકડ મળતા હોવાનું જણાવ્યું હતું. હવે બેંક ખાતા મારફતે વધુ રકમ મળશે તેમ મહાનગરપાલિકા તરફથી જણાવવામાં આવ્યું છે. ફરિયાદોનું સીધું નિવારણ થશે : ડે.કમિશનર આ મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.બી. મંડોરીએ જણાવ્યું હતું કે એજન્સીની મુદત પૂર્ણ થયા બાદ મનપાએ બગીચાઓનું સંચાલન પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. અગાઉ બગીચા અંગેની ફરિયાદ એજન્સીને મોકલવામાં આવતી હતી, જ્યારે હવે મનપા સીધી ફરિયાદનું નિવારણ કરશે. ઇજનેર અને કર્મચારીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવશે. જરૂરિયાત મુજબ કામદારો રાખવામાં આવશે અને કર્મચારીઓના ભથ્થા પ્રમાણે ખર્ચમાં વધારો થાય છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:સુપ્રીમ કોર્ટે કહ્યું - કેન્સરની દવાઓની ઊંચી કિંમત નરસંહાર જેવી; જજનો રેપ પીડિતાને સ્પેશિયલ મેસેજ; પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ કોંગ્રેસમાં જોડાશે
    Next Article
    કુકરમુંડા પોસ્ટ ઓફિસમાં બાબુઓની બેદરકારી:અધિકારી કર્મચારીઓ ગાયબ રહેતાં લોકો રઝળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment