Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:સુપ્રીમ કોર્ટે કહ્યું - કેન્સરની દવાઓની ઊંચી કિંમત નરસંહાર જેવી; જજનો રેપ પીડિતાને સ્પેશિયલ મેસેજ; પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ કોંગ્રેસમાં જોડાશે

    7 hours ago

    નમસ્તે, સુપ્રીમ કોર્ટે કેન્સરની દવાઓના મોંઘા ભાવ અંગે સવાલ ઉઠાવ્યો અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો. રેપ પીડિત બાળકીને ટ્રાયલ કોર્ટના જજે પત્ર લખ્યો, જેના હાઇકોર્ટે પણ વખાણ કર્યા. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે બાંગ્લાદેશમાં સૌથી મોટો વીજળી સંકટ છવાયેલો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દિલ્હીમાં SIR ને લઈને INDIA બ્લોકની મહત્વની બેઠક યોજાશે. 2. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રીપરિષદની હાઇલેવલ બેઠક બોલાવી છે. 📰 કાલના મોટા સમાચારો 1. સુપ્રીમ કોર્ટે કહ્યું- કેન્સરની દવાઓના ઊંચા ભાવ નરસંહાર જેવા:₹2700ની દવા પર કિંમત ₹27 હજાર કેવી રીતે લખાઈ; દર વર્ષે ₹5,381 કરોડનો દવાનો બિઝનેસ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે ₹2700ની કેન્સરની દવા પર MRP ₹27,000 કેમ છે. કોર્ટે દવાઓની કિંમતો પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે આ નરસંહાર છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે મંગળવારે દવાઓની કિંમત અને જેનરિક દવાઓ સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી કરી. સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર હતા. કોર્ટે કહ્યું- આ નરસંહાર છે. આ કેવી રીતે થઈ રહ્યું છે? કોર્પોરેટ કોઈને છોડતા નથી, મૃતદેહોને પણ બહાર જવા દેતા નથી. સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના 2025-26ના વાર્ષિક અહેવાલ મુજબ, 2024-25માં ભારતમાં કેન્સર-વિરોધી દવાઓનું વાર્ષિક વેચાણ ₹5,281 કરોડ રહ્યું. 2021-22માં તે ₹3,382 કરોડ હતું. એટલે કે ત્રણ વર્ષમાં વેચાણ લગભગ 56% વધ્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. CISF જવાને સાથીઓ પર ગોળી ચલાવી, 4નાં મોત:જમ્મુના કઠુઆમાં વિવાદ બાદ ફાયરિંગ; અંદરો-અંદર ઝઘડામાં 5 વર્ષમાં 24 મોત જમ્મુ-કાશ્મીરના કઠુઆ સ્થિત બસોહલી કેમ્પમાં CISF જવાને પોતાના સાથીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં 4 CISF જવાનોના મોત થયા છે. મૃતકોમાં એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પણ સામેલ છે. મૃતકોની ઓળખ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અંકિત કુમાર પાંડે, એસઆઈ લક્ષ્મણ સિંહ, કોન્સ્ટેબલ રફીક અહમદ અને કોન્સ્ટેબલ સંદીપ કુમાર તરીકે થઈ છે. આ જવાનો હિમાચલ પ્રદેશની સરહદને અડીને આવેલા બસોહલીના મશકા ગામમાં સેવા-III પાવર પ્રોજેક્ટની સુરક્ષામાં તૈનાત હતા. કોઈ વાતને લઈને બે જવાનો વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન તેમાંથી એક જવાને અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું હતું. કઠુઆ પોલીસે આરોપી જવાનની ધરપકડ કરી લીધી છે. CISFના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ‘POKના લોકોને ભારત આવવું છે’:115 દિવસના આક્રોશ પછી આરપારની લડાઈ, LoC પર 25 હજારની ભીડનો હલ્લાબોલ; ભારત તરફનો રસ્તો ખોલવા સૈન્યને અલ્ટીમેટમ! પીઓકે (પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર)માં આઝાદીના અવાજો વધુ તેજ બની ગયા છે. LOCથી લગભગ 7 કિમી દૂર આવેલા મંધોલમાં 25 હજાર લોકોની ભીડ આંદોલન પર બેઠી છે. પાકિસ્તાની સેનાના વડા આસિમ મુનીર અને પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ વિરુદ્ધ નારા ગુંજી રહ્યા છે. જોઈન્ટ અવામી લીગ (જેએએલ)ના નેતાઓ હવે આરપારની લડાઈ માટે કમર કસી ચૂક્યા છે. તેમણે સ્પષ્ટ જાહેરાત કરી છે કે પાકિસ્તાન સરકારે પૂંછ અને મેંધરનો રસ્તો ખોલવો પડશે. આ રસ્તો ભારત તરફ જાય છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે અમે ભારત સાથે જોડાવા માંગીએ છીએ. પાકિસ્તાની સરકારે પ્રદર્શનોને કારણે પીઓકેની સપ્લાય લાઇન કાપી નાખી છે. લોકો પાસે લોટ અને અન્ય ખાદ્ય સામગ્રી નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. એશિયન ગેમ્સ: ભારતને છઠ્ઠો ગોલ્ડ મળ્યો:4x400m વુમન્સ રિલેમાં ભારતે ગોલ્ડ જીત્યો, ગુલવીરની મેડલની હેટ્રિક; સતત છઠ્ઠી વાર ભારતના 50 મેડલ ભારતે એશિયન ગેમ્સની 4x400 મીટર મહિલા રિલે રેસમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ટીમે 3 મિનિટ 29.69 સેકન્ડમાં રેસ પૂરી કરી. આ સાથે જ એશિયન ગેમ્સમાં ભારતને 6 ગોલ્ડ મળી ગયા છે. મંગળવારે ભારતીય ટીમે એશિયન ગેમ્સમાં સતત છઠ્ઠી વાર 50 મેડલનો આંકડો પણ પાર કર્યો. એશિયન ગેમ્સ દર 4 વર્ષે યોજાય છે અને 2006થી ભારત દર વખતે 50 કે તેથી વધુ મેડલ જીતી રહ્યું છે. ગુલવીર સિંહે 5000 મીટર રેસમાં 13 મિનિટ 32.75 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ જીત્યો. તે 10 હજાર અને 1500 મીટરમાં સિલ્વર જીતી ચૂક્યો છે. તે મેડલની હેટ્રિક કરનારા પ્રથમ ભારતીય પુરુષ રનર બન્યો. નીરૂ ઢાંડાએ વિમેન્સ ટ્રેપ શૂટિંગમાં ગોલ્ડ જીત્યો. 10 દિવસ પહેલાં ફ્લૂના કારણે હોસ્પિટલમાં દાખલ રહેલા નીરૂ આ ઇવેન્ટમાં ગોલ્ડ જીતનારા પ્રથમ ભારતીય મહિલા બન્યાં. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 'જેણે તારું બાળપણ છીનવ્યું, તે અંકલ જેલમાં જ મરશે':'હવે બેટા, પોતાની જિંદગી જીવો, શાળાએ જાઓ-હસો-રમો-સપનાં જુઓ', 10 વર્ષની રેપ પીડિતાને જજનો ઇમોશનલ લેટર દિલ્હીની ટ્રાયલ કોર્ટના જજ રજની રંગાએ 10 વર્ષની બળાત્કાર પીડિત બાળકી માટે ચુકાદો સંભળાવ્યા બાદ એક ખાસ પત્ર લખ્યો. તેમાં તેમણે કહ્યું- અમે તાારું બાળપણ તો પાછું લાવી શકતા નથી, પરંતુ તારી હિંમતને યાદ રાખીશું. જેણે તને ઈજા પહોંચાડી, તે હવે ક્યારેય જેલમાંથી બહાર આવી શકશે નહીં. દિલ્હી હાઈકોર્ટે હવે આ પત્ર બાળકીને અથવા તેના પરિવાર સુધી પહોંચાડવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે તેને ‘કરેજ નોટ’ એટલે કે હિંમતનો સંદેશ ગણાવ્યો. નોર્થ-વેસ્ટ દિલ્હી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA)ને તેને પ્રિન્ટ કરીને બે અઠવાડિયામાં બાળકી સુધી પહોંચાડવા કહેવામાં આવ્યું છે. આ મામલો 23 જુલાઈ 2023નો છે. તે સમયે બાળકી 7 વર્ષની હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે અપીલ ફગાવી ગુજરાત હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં 25 હજારનો કોસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કેજરીવાલ દ્વારા સિંગલ જજના આ ચુકાદા સામે રિવ્યૂ અરજી પણ કરવામાં આવી હતી. જેને સિંગલ જજે નકારી નાખી હતી. જેની સામે કેજરીવાલે ગુજરાત હાઇકોર્ટમાં ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી હતી. જેનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. જેને આજે જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની અપીલને ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, CIC દ્વારા વડાપ્રધાનની ડિગ્રી જાહેર કરવા ગુજરાત યુનિવર્સિટીને હુકમ કરાયો હતો. જેની સામે યુનિવર્સિટી હાઈકોર્ટ ગઈ હતી. તેમાં અરવિંદ કેજરીવાલને યુનિવર્સિટીએ પક્ષકાર તરીકે જોડ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ કોંગ્રેસમાં જોડાશે, નવરાત્રિ પહેલાં નવાજૂની:અમિત ચાવડાએ કહ્યું- હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલુ, બાપુએ પણ કહ્યું- હા સાચી વાત ગુજરાતની રાજનીતિના આજે(29 સપ્ટેમ્બર) સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલુ છે. તો બીજી તરફ બાપુએ પણ કહ્યું- હા સાચી વાત છે. શંકરસિંહે 2017માં એમના જૂથના ધારાસભ્યો સાથે કોંગ્રેસને તોડી હતી. 9 વર્ષ બાદ હવે કોંગ્રેસમાં જોડાવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શંકરસિંહ વાઘેલા સહિત અનેક લોકોને કોંગ્રેસમાં જોડાવવા માટે હાઇકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. નવરાત્રિ પહેલાં નવાજૂનીના એંધાણ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : યૂપીમાં 8 નદીઓ જોખમના નિશાનથી ઉપર:17 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ; બિહારમાં બગહા-ચંપારણ તટબંધ તૂટ્યો, રાજસ્થાનમાં કરા પડ્યા ( સંપૂર્ણ સમાચાર વાંચો ) 2.ઈન્ટરનેશનલ : મ્યાનમારે રાખાઈન રાજ્યમાં એરસ્ટ્રાઈક કરી, 49નાં મોત:સેનાએ બજાર નજીક બોમ્બ ફેંક્યા; આ વિસ્તાર બળવાખોર જૂથના કબજામાં છે, 58 લોકો ઘાયલ ( સંપૂર્ણ સમાચાર વાંચો ) 3.નેશનલ : અરુણાચલ પ્રદેશમાં ભારત-મ્યાનમાર સરહદ પર ઉગ્રવાદી હુમલો:આસામ રાઇફલ્સનો જવાન શહીદ, 4 ઘાયલ; પેટ્રોલિંગ દરમિયાન ઘાત લગાવીને ફાયરિંગ કર્યું ( સંપૂર્ણ સમાચાર વાંચો ) 4.ઈન્ટરનેશનલ : બાંગ્લાદેશમાં સૌથી મોટું વીજ સંકટ:પાકિસ્તાનની અવળચંડાઈ, ન્યુક્લિયર ફ્યુઅલ લઈ જતી રશિયન ફ્લાઇટને પોતાનું એરસ્પેસ ન આપ્યું ( સંપૂર્ણ સમાચાર વાંચો ) 5.બિઝનેસ : રિલાયન્સ અને નાયરાએ પેટ્રોલ-ડીઝલનું વેચાણ મર્યાદિત કર્યું:ક્રૂડ 107 ડોલર પાર થતાં નુકસાન વધ્યું, નાયરા પંપો પર એક વાહનને માત્ર 200L ડીઝલ મળશે ( સંપૂર્ણ સમાચાર વાંચો ) 6.સ્પોર્ટ્સ : બળાત્કારના આરોપી અભિષેક પોરેલની બંગાળ ટીમમાં કમબેક:આસામ સામે પ્રેક્ટિસ મેચ રમશે; 11 દિવસ પહેલાં જામીન મળ્યા હતા ( સંપૂર્ણ સમાચાર વાંચો ) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : પૂજા-પાઠ છતાં દંપતિનું દુઃખ ઓછું ન થયું:ઉદાસ પતિ-પત્નીને સંતની શીખામણ- આ 10 વાતોનું ધ્યાન રાખશો તો જીવન સુખી થઈ જશે ( સંપૂર્ણ વાર્તા વાંચો ) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ પાણી પર દોડાવ્યું બે માળનું ઘર અમેરિકાના લુઇસિયાનામાં એક અનોખો નજારો જોવા મળ્યો. અહીં એક બે માળનું ઘર પાણી પર ચાલતું જોવા મળ્યું. વીડિયોમાં એક વ્યક્તિ વરંડામાં બેઠેલો દેખાયો, જ્યારે બીજી વ્યક્તિ તેને રિમોટથી ચલાવી રહ્યો હતો. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. બંધ રૂમમાં મયૂરી સાથે શું થયું હતું?: પોટલામાંથી પથ્થર સાથે બાંધેલી હાલતમાં લાશ મળી, એ સાંજે ભાઇના ઘરે પહોંચ્યા હતા પ્રેમી પંખીડા 2. પારકી પંચાત : પોલીસે કોંગ્રેસીનો ટાંટિયો ખેંચી લીધો:સાડીવાળા આન્ટી રસ્તા પર જ સૂઈ ગયાં; જોઈ લો ‘ચિઠ્ઠી’ના ચાકર, BJPના નેતાઓએ એકસરખી સ્ક્રિપ્ટ વાંચી 3. Editor's View : 'ભારતને મહાશક્તિ નહીં બનવા દે અમેરિકા': રશિયાના રાજદૂતનો સ્ફોટક ખુલાસો, ચીનને હથિયાર વેચવા ટ્રમ્પની જિનપિંગને ઓફર, મહાસત્તાની ડબલ ગેમનો ભાંડો ફુટ્યો 4. આજનું એક્સપ્લેનર: ચોખાના ઉત્પાદનમાં 17 વર્ષની સૌથી મોટી ઘટ; સરકાર પાસે જરૂરિયાત કરતાં 6 ગણો સ્ટોક, તો પણ હજી મોંઘા થશે? 5. શું IIT કેમ્પસ આત્મહત્યા ફેક્ટરી બની રહ્યાં છે: 3 જિંદગીઓ-કહાની એક જેવી, 5 વર્ષમાં 75 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી 6. વિદ્યાર્થીઓ અને વાલીઓ સાવધાન!:વિદેશમાં ઓછા ખર્ચે ભણવાની લાલચ બનાવે છે ફ્રોડનો શિકાર, અસલી અને ફેક સ્કૉલરશિપ ઓફરને આ રીતે ઓળખો 7. ગરમાગરમ ચા પીધા વિના દિવસ નથી ઉગતો?:જો જો, આ જ ટેવ કેન્સરને નોતરશે! જાણો ચાનું યોગ્ય તાપમાન અને પીવાની સાચી રીત 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: સિંહ અને કુંભ જાતકોને મળશે મોટો ફાયદો, વૃષભ અને મિથુન રાશિના લોકોએ ગુસ્સા પર કાબૂ રાખવો વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Pentagon Signs $20 Billion Boeing Deal For 6th-Generation Strike Fighter
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:મનપાએ 7 બગીચા સંભાળતાં જાળવણી ખર્ચ ચાર ગણો વધી રૂ.1.70 લાખના 5.96 લાખએ પહોંચ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment