Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DPR છુપાવવા અને જમીન સંપાદનમાં છેતરપિંડીનો આક્ષેપ:ભરૂડી-હિરાસર સિક્સલેન હાઈવે સામે 17 ગામોના 400થી વધુ ખેડૂતોનો ઉગ્ર વિરોધ: રાજકોટ કલેક્ટર કચેરી ગજવી મૂકી

    7 hours ago

    રૂ.2,000 કરોડના ખર્ચે બની રહેલા ભરૂડીથી હિરાસર એરપોર્ટ સિક્સલેન હાઈવેમાં 17 ગામોની ફળદ્રુપ જમીન કપાત થવાના મામલે ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે જમીન સંપાદન અધિકારી પ્રીતિબેન મોઢવાડિયા દ્વારા રામપર બેટી અને સાયપર ગામના ખેડૂતોની સુનાવણી રાખવામાં આવી હતી. આ વેળાએ તંત્રની મનમાની અને છેતરપિંડી સામે સડક પીપળિયા, ગઢકા, રામપરા બેટી, સાયપર, રાજકોટ, કોટડાસાંગાણી અને ગોંડલ પંથકના 400થી વધુ ખેડૂતોએ એકઠા થઈ કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી અને કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશને પૂરક આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,“અગાઉ તંત્ર દ્વારા મૌખિક ખાતરી અપાઈ હતી કે, આ રોડ સ્થાનિકો માટે ખુલ્લો રહેશે, પરંતુ NHAIના ઓફિશિયલ પ્લાન પર આજે પણ તે “Access Controlled’ બાયપાસ જ દર્શાવાયો છે. વારંવાર માગણી છતાં સત્તાવાર ડીપીઆર કે જંક્શન ડિઝાઇન છુપાવવામાં આવી રહી છે, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઘોર ઉલ્લંઘન છે. જૂના રસ્તાઓ કપાઈ જવાથી આ પ્રોજેક્ટ વિસ્તારના વિકાસના બદલે વિનાશ સમાન બનશે.” ખેડૂતોએ માંગ કરી છે કે, ઉપજાવ જમીનો અને આજીવિકા છીનવવાના બદલે પ્રોજેક્ટનું એલાઈનમેન્ટ બદલી નજીકની સરકારી પડતર જમીન તરફ ડાઇવર્ટ કરવામાં આવે અથવા હયાત રસ્તાને પહોળો કરાય. હાલ આંકવામાં આવેલી જૂની સરકારી જંત્રી સામે બજારકિંમતના 4 ગણા વળતરની પણ માંગ કરાઈ છે. આવેદનમાં સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે તમામ વાંધા અરજીઓનો સક્ષમ સત્તાધિકારી દ્વારા સહી-સિક્કાવાળો લેખિત ઓર્ડર ન મળે ત્યાં સુધી કલમ-3D હેઠળનું આખરી જાહેરનામું બહાર પાડવું ગેરકાયદેસર ગણાશે. જો તંત્ર જબરદસ્તી કરશે તો ગ્રામજનો કબજો સોંપશે નહીં, રસ્તા પર ઊતરી ઉગ્ર આંદોલન કરશે અને ગુજરાત હાઈકોર્ટમાંથી સ્ટે ઓર્ડર મેળવશે, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્ર તથા એન.એચ.એ.આઈ.ની રહેશે. રૂ.2,000 કરોડના ‘એક્સેસ કંટ્રોલ્ડ’ પ્રોજેક્ટ સામે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું: DPR છુપાવવા અને જમીન સંપાદનમાં છેતરપિંડીનો આક્ષેપ
    Click here to Read More
    Previous Article
    કુકરમુંડા પોસ્ટ ઓફિસમાં બાબુઓની બેદરકારી:અધિકારી કર્મચારીઓ ગાયબ રહેતાં લોકો રઝળ્યા
    Next Article
    બ્રાન્ડેડ પાઇપ બનાવતી ફેક્ટરી પર પીસીબીના દરોડા:સોખડામાં આશીર્વાદ કંપનીના ડુપ્લિકેટ પાઇપ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment