Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં દારૂની હેરાફેરી કરનાર બુટલેગરની પાસા હેઠળ અટકાયત:નરપતસિંહ રાજપુતને પાલનપુરથી ઝડપી ભાવનગર જેલ મોકલાયો

    9 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં દારૂની ગેરકાયદે હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી કરી છે. એલસીબી પાલનપુરે દારૂના ગુનામાં સંડોવાયેલા બુટલેગર નરપતસિંહ ભવાનીસિંહ રાજપુતની પાસા હેઠળ અટકાયત કરી. પોલીસ મુજબ, નરપતસિંહ રાજસ્થાનથી દારૂ સપ્લાય કરતો હતો. તેની ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા એલસીબીએ પાસા દરખાસ્ત તૈયાર કરી, જેને જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂર કરી હતી. નરપતસિંહ મળતો ન હોવાથી એલસીબી ટીમે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી શોધખોળ કરી. 20 સપ્ટેમ્બર, 2026ના રોજ તેને પાલનપુરથી ઝડપી ભાવનગર જિલ્લા જેલ મોકલી દેવાયો. આ કાર્યવાહી બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના હેઠળ એલસીબી પીઆઈ ડી.એમ. રાઠોડની ટીમે કરી. તેના પર ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સહિતના ગુના નોંધાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    કુંભારવાડામાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરનાર શખ્સ ઝડપાયો:એસઓજીએ મોતી તળાવની 'કે.જી.એન ગેસ સર્વિસ'માંથી 6 સિલિન્ડર, ડિજિટલ કાંટો અને રિફિલિંગ ભૂંગળી કબજે કરી
    Next Article
    સુરતનો યુવક 90 લાખના ગાંજા સાથે ઝડપાયો:બે પ્લાસ્ટિકની થેલીઓમાં 30 નંગ ડીહાઈડ્રેટેડ જામફડના પેકેટ મળ્યા, અમદાવાદ કસ્ટમ્સે 973 ગ્રામ પ્રતિબંધિત ગાંજો જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment