Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભારવાડામાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરનાર શખ્સ ઝડપાયો:એસઓજીએ મોતી તળાવની 'કે.જી.એન ગેસ સર્વિસ'માંથી 6 સિલિન્ડર, ડિજિટલ કાંટો અને રિફિલિંગ ભૂંગળી કબજે કરી

    10 hours ago

    ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે પૂર્વ બાતમીના આધારે કુંભારવાડા વિસ્તારના મોતીતળાવ ખાતે આવેલી ‘કે.જી.એન ગેસ સર્વિસ’ નામના સ્થળે દરોડો પાડીને ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી ૬ ગેસ સિલિન્ડર, ડિજિટલ વજન કાંટો અને રિફિલિંગ ભૂંગળી સહિત ₹12,350નો મુદ્દામાલ જપ્ત કરીને એક શખ્સ સામે બોરતળાવ પોલીસ મથકમાં આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. દરોડા દરમિયાન પોલીસે કે.જી.એન ગેસ સર્વિસના સંચાલક અમીન જીવણભાઈ ચૌહાણ (રહે. મોતીતળાવ, કુંભારવાડા)ની અટકાયત કરી હતી. દુકાનની તપાસ કરતા ભારત ગેસનો 1 અને ઇન્ડિયન ગેસના 5 મળી કુલ 6 રાંધણગેસના સિલિન્ડર મળી આવ્યા હતા. પૂછપરછમાં શખ્સે કબૂલાત કરી હતી કે તે પોતાના અને સગા-સંબંધીઓના નામે એજન્સીમાંથી પૂરા માપના સિલિન્ડર મેળવી, તેમાંથી ગેરકાયદેસર રીતે અન્ય ખાલી બાટલાઓમાં ગેસ ટ્રાન્સફર કરીને છૂટક વેચાણ કરતો હતો. એસઓજી પોલીસે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ માટે બોરતળાવ પોલીસને સોંપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જૂની વીજ લાઈનથી ખેડૂતો પરેશાન:નખત્રાણામાં સિંચાઈ માટે વીજળી ન મળતાં PGVCLમાં રજૂઆત, નવી લાઈનની માંગ
    Next Article
    બનાસકાંઠામાં દારૂની હેરાફેરી કરનાર બુટલેગરની પાસા હેઠળ અટકાયત:નરપતસિંહ રાજપુતને પાલનપુરથી ઝડપી ભાવનગર જેલ મોકલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment