Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-સુરત સહિત 6 નવી કચેરીઓના ઇન્ચાર્જ DEOના નામ જાહેર:પેન્ડિગ ફાઇલોનો ફટાફટ નિકાલ થશે, અન્ય ડીઈઓ ઓફિસ પરનું ભારણ ઘટશે, જુઓ સંપૂર્ણ લિસ્ટ

    15 hours ago

    ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મોટા જિલ્લાઓમાં વહીવટી ભારણ ઘટાડવા માટે નવી 6 જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ મોટા જિલ્લાઓની કચેરીઓનું વિભાજન કરી ગ્રામ્ય અને વિસ્તારવાર કચેરીઓ બનાવી છે. જે માટે હવે નવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં ઇન્ચાર્જ DEO તરીકેના શિક્ષણ વિભાગ દ્વારા હુકમ કરવામાં આવ્યા છે. 6 જેટલી નવી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં ઇન્ચાર્જ DEOની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તો ગાંધીનગર ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ગાંધીનગર શહેરના જિલ્લા શિક્ષણાધિકારી ભગવાન પ્રજાપતિને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી તરીકે વડોદરા શહેરના જિલ્લા શિક્ષણાધિકારી મુકેશકુમાર પાંડેને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો સુરત ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી તરીકે સુરત શહેર જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. કચ્છ અંજાર જિલ્લા શિક્ષણાધિકારી તરીકે કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો રાજકોટ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી તરીકે રાજકોટ શહેર જિલ્લા દીક્ષિત પટેલને વધારાનો ચાર્જ શિક્ષણ વિભાગ દ્વારા સોંપવામાં આવ્યો છે. ગત ડિસેમ્બરમાં 6 નવી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. તેમજ ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાગજન કરવામાં આવ્યું હતું. તેમજ કચ્છ જિલ્લાને અંજાર પૂર્વ અને કચ્છ ભુજમાં પશ્ચિમ DEO કચેરીને મંજૂરી આપવામાં આવી હતી. ખાનગી સ્કૂલો વધતા કામનું ભારણ ખૂબ વધ્યું હતું ખાનગી શાળાઓ ખૂબ જ વધી રહી હોવાથી અત્યારની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પર કામનું ભારણ ખૂબ વધી ગયું હતું. જેથી હવે અત્યારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓનું વિભાજન કરીને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીઓની પણ નિમણુક કરવામાં આવી છે. નવી ઊભી થયેલી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં જિલ્લા શિક્ષણાધિકારીઓને ખાલી જગ્યાનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. અંજારમાં પૂર્વ DEO કચેરી અને કચ્છ-ભુજમાં પશ્ચિમ DEO કચેરી કચ્છ સૌથી મોટો જિલ્લો હોવાથી એક જ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હતી. જેથી શાળા સંચાલકોએ અને ધક્કા ખાવા પડી રહ્યા હતા. જેથી હવે કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું વિભાજન કરવામાં આવ્યું હતું. અંજારમાં પૂર્વ DEO કચેરી અને કચ્છ-ભુજમાં પશ્ચિમ DEO કચેરીને મંજૂરી આપી હતી. જેમાં પૂર્વ વિસ્તાર અંજારમાં 258 શાળાઓને અને પશ્ચિમ વિસ્તાર કચ્છ-ભુજમાં 329 સ્કૂલ રાખવામાં આવી છે. અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ એમ ભાગમાં વિભાજન અમદાવાદ શહેરની કચેરીનું પણ પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શહેર પૂર્વ DEO કચેરીમાં 1242 સ્કૂલ અને અમદાવાદ શહેર પશ્ચિમ DEO કચેરીમાં 650 સ્કૂલ રાખવામાં આવી છે. શાળા સંચાલકોની માંગ હતી કે પૂર્વ વિસ્તારમાં અલગ DEO કચેરી બનાવવામાં આવે. જેથી શાળાઓ સંચાલકોને દૂર સુધી જવું ન પડે. પરંતુ વસ્ત્રાપુરમાં આવેલા બહુમાળી ભવનમાં બી બ્લોકમાં શહેર પૂર્વ DEO કચેરીને વૈકલ્પિક બેઠક વ્યવસ્થા આપવામાં આવશે. વડોદરા, સુરત, ગાંધીનગર અને રાજકોટમાં શહેર-ગ્રામ્યની કચેરી અલગ વડોદરા ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં કુલ 1018 સ્કૂલમાંથી વડોદરા ગ્રામ્ય DEO કચેરીમાં 298 સ્કૂલ અને વડોદરા શહેર DEO કચેરીમાં 720 સ્કૂલને રાખવામાં આવી હતી. જેમાં વડોદરા ગ્રામ્ય DEO કચેરી માટે કારેલીબાગમાં આવેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં વૈકલ્પિક બેઠક વ્યવસ્થાનું સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને પણ ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં વિભાજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 445 સ્કૂલમાંથી ગ્રામ્ય DEO કચેરીમાં 271 સ્કૂલ અને શહેર DEO કચેરીમાં 174 સ્કૂલ રાખવામાં આવી છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીનું વિભાજન કરી શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 1551 સ્કૂલમાંથી ગ્રામ્ય DEO કચેરીમાં 590 સ્કૂલ અને શહેર DEO કચેરીમાં 961સ્કૂલ રાખવામાં આવી છે. સુરતમાં જિલ્લા સેવાસદન-2માં વૈકલ્પિક વ્યવસ્થા સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું પણ શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 1779 સ્કૂલમાંથી ગ્રામ્ય વિસ્તાર/ પૂર્વ વિસ્તાર DEO કચેરીમાં 378 સ્કૂલ અને શહેર વિસ્તાર/ પશ્ચિમ DEO કચેરીમાં 1401 સ્કૂલ રાખવામાં આવી છે. જેમાં નવી DEO કચેરીને અઠવાલાઈન્સમાં આવેલા જિલ્લા સેવા સદન - 2માં એ બ્લૉકમાં ત્રીજા માળે વૈકલ્પિક બેઠક વ્યવસ્થા આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાર્ક કરેલી કારના બોનેટમાં 6 ફૂટ લાંબો સાપ ઘૂસી ગયો:રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ સાપને બહાર કાઢી સુરક્ષિત સ્થાને મુક્ત કર્યો; ચોમાસામાં ગાડી સ્ટાર્ટ કરતા પહેલાં સાવધાન
    Next Article
    Over 8,000 Civilians Killed In Ukrainian Strikes Since War Broke Out: Russia

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment