Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતનો યુવક 90 લાખના ગાંજા સાથે ઝડપાયો:બે પ્લાસ્ટિકની થેલીઓમાં 30 નંગ ડીહાઈડ્રેટેડ જામફડના પેકેટ મળ્યા, અમદાવાદ કસ્ટમ્સે 973 ગ્રામ પ્રતિબંધિત ગાંજો જપ્ત કર્યો

    8 hours ago

    બેંગકોકથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં સુરતના યુવક પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. એક કિલો ગાંજાની ઇન્ટરનેશનલ બજારમાં કિંમત 1 કરોડ ગણવામાં આવે છે. જેથી પકડાયેલા 973 ગ્રામ ગાંજાની કિંમત 90 લાખથી વધુ ગણી શકાય છે. આ જથ્થા સાથે મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. APIS પ્રોફાઇલિંગના આધારે, અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) ના અધિકારીઓએ સુરતના રહેવાસી એવા એક પુરુષ મુસાફરને અટકાવ્યો હતો, જે 29 સપ્ટેમ્બરના રોજ ફ્લાઇટ નંબર TG 343 દ્વારા બેંગકોકથી આવ્યા હતા. બે પ્લાસ્ટિકની થેલીઓમાં છુપાવેલો લીલા રંગનો પદાર્થ મળ્યો તેમના કેબિન બેગેજમાં રહેલી એક કાગળની થેલીની તપાસ દરમિયાન, અધિકારીઓને બે પ્લાસ્ટિકની થેલીઓમાં છુપાવેલ લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો; આ પ્લાસ્ટિકની થેલીઓમાં કુલ 30 નાના પ્રિન્ટેડ પેકેટ હતા, જેના પર 'ડીહાઇડ્રેટેડ જામફળ' (સૂકવેલા જામફળ) લખેલું હતું. 973.23 ગ્રામ ગાંજા સાથે મુસાફરની ધરપકડ NDPS ફિલ્ડ ટેસ્ટ કિટ વડે પ્રાથમિક તપાસ કરતા, તે પદાર્થ ગાંજા (મારિજુઆના) માટે પોઝિટિવ હોવાનું જણાયું હતું. જપ્ત કરાયેલ પ્રતિબંધિત માલનું કુલ વજન 973.23 ગ્રામ છે. NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ આ પ્રતિબંધિત માલ જપ્ત કરવામાં આવ્યો છે અને મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. આ ગાંજાનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો. આ ઉપરાંત અગાઉ કયારેય હેરાફેરી કરી હતી કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં દારૂની હેરાફેરી કરનાર બુટલેગરની પાસા હેઠળ અટકાયત:નરપતસિંહ રાજપુતને પાલનપુરથી ઝડપી ભાવનગર જેલ મોકલાયો
    Next Article
    કુસુમ વિદ્યાલયની બે વિદ્યાર્થિનીઓની અંડર-17 ક્રિકેટમાં પસંદગી:ચીપલામાં યોજાયેલા જિલ્લા સિલેક્શનમાં અનાલી અને વિનતી ટંડેલે ટોપ-5માં સ્થાન મેળવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment