Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભેસ્તાનમાં નિકાહના બીજા દિવસે જ યુવકનો આપઘાત:પત્ની પિયર ગઈ અને પાછળથી નવપરિણીત યુવકે ફાંસો ખાધો, મિત્રોએ દરવાજો તોડી મૃતદેહ નીચે ઉતાર્યો

    20 hours ago

    સુરતના ઉન-ભેસ્તાન વિસ્તારમાંથી એક યુવકે પોતાના નિકાહના બીજા જ દિવસે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. નિકાહને લઈને જે ઘરમાં ખુશીનો માહોલ હતો, ત્યાં અચાનક જ કલ્પાંત અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ભેસ્તાન પોલીસના જણાવ્યા અનુસાર, નસીમનગર રઝા ચોક ખાતે રહેતો અને ગરમ મસાલાનો વ્યવસાય કરતો 28 વર્ષીય રિઝવાન ઈસ્માઈલ મોહમદ નામનો યુવકે આપધાત કર્યો છે. ગત 27 સપ્ટેમ્બરે જ તેના નિકાહ થયા હતા, પરંતુ બીજા જ દિવસે તેણે આ અંતિમ પગલું ભરી લેતા સૌ કોઈ સ્તબ્ધ છે. પત્ની પિયર ગઈ અને પાછળથી લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાધો 28 સપ્ટેમ્બરે સાંજે આશરે પાંચ વાગ્યાની આસપાસ રિઝવાનની નવપરિણીત પત્નીને તેના પરિવારજનો રિવાજ મુજબ પિયર તેડી ગયા હતા. આ જ સમયગાળા દરમિયાન રિઝવાનની માતા અને તેનો નાનો ભાઈ પણ કોઈ કામસર હોસ્પિટલ ગયા હતા. ઘરમાં એકલા રહેલા રિઝવાને કોઈ અગમ્ય કારણોસર છત પર લાગેલી લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. નિકાહના 24 કલાકની અંદર જ બનેલી આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે, પરંતુ યુવકે ક્યા માનસિક તણાવમાં આવીને આ પગલું ભર્યું તે અંગે હાલ કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મિત્રોએ દરવાજો તોડી હોસ્પિટલ ખસેડ્યો, પરંતુ મૃત જાહેર રિઝવાનના મિત્ર અસલમ ખાનના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે રૂમ અંદરથી બંધ હતો. કંઈક અજુગતું બન્યાની શંકા જતા સ્થાનિક રહીશોની મદદથી દરવાજો તોડવામાં આવ્યો હતો. રૂમમાં પ્રવેશતા જ રિઝવાન ફાંસે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. મિત્રો અને પાડોશીઓએ તાત્કાલિક તેને નીચે ઉતારી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક રિઝવાનને અન્ય બે ભાઈઓ પણ છે. હાલમાં ભેસ્તાન પોલીસે યુવકના આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    એશિયન ગેમ્સ: ભારતને છઠ્ઠો ગોલ્ડ મળ્યો:4x400m વુમન્સ રિલેમાં ભારતે ગોલ્ડ જીત્યો, ગુલવીરની મેડલની હેટ્રિક; સતત છઠ્ઠી વાર ભારતના 50 મેડલ
    Next Article
    સુશાંત સિંહને યાદ કરીને પરિણીતિ ચોપરા ભાવુક થઈ:કહ્યું- 'મને નેશનલ અવોર્ડ મળ્યો, ત્યારે તે ખુશીથી ઉછળી પડ્યો હતો'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment