Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયન ગેમ્સ: ભારતને છઠ્ઠો ગોલ્ડ મળ્યો:4x400m વુમન્સ રિલેમાં ભારતે ગોલ્ડ જીત્યો, ગુલવીરની મેડલની હેટ્રિક; સતત છઠ્ઠી વાર ભારતના 50 મેડલ

    1 day ago

    ભારતીય મહિલા ટીમે 4x400 મીટર રિલે સ્પર્ધામાં 3 મિનિટ 29.69 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સમાં ભારતનો આ છઠ્ઠો ગોલ્ડ મેડલ છે. આ શાનદાર સફળતાની સાથે જ ભારતે એશિયન ગેમ્સના ઇતિહાસમાં સતત છઠ્ઠી વાર 50 મેડલ જીતવાનો અદભુત રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. આ પહેલાં મંગળવારે એથ્લીટ ગુલવીર સિંહે 5,000 મીટર રેસ 13 મિનિટ 42.75 સેકન્ડમાં પૂરી કરી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ તે એશિયન ગેમ્સના એક જ સંસ્કરણમાં ત્રણ મેડલ (મેડલ હેટ્રિક) જીતનારા સૌપ્રથમ ભારતીય પુરુષ રનર બન્યો છે. તેણે આ અગાઉ 10,000 મીટર અને 1,500 મીટર સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યા હતા. બીજી તરફ, નિશાનેબાજ નીરૂ ઢાંડાએ વુમન્સ ટ્રેપ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતીને નવો ઇતિહાસ રચ્યો છે. સ્પર્ધાના માત્ર 10 દિવસ પહેલાં જ ફ્લૂના કારણે હોસ્પિટલમાં દાખલ રહેલા નીરૂ આ ઇવેન્ટમાં ગોલ્ડ મેળવનારા પ્રથમ ભારતીય મહિલા બન્યાં છે. આ ઉપરાંત, ભારતે 4x100 મીટર મિક્સ્ડ રિલે સ્પર્ધામાં 41.06 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. હવે ભારતના ખાતામાં 6 ગોલ્ડ સહિત કુલ 50 મેડલ થઈ ગયા છે અને ભારતીય ટીમ મેડલ ટેલીમાં 10મા સ્થાને પહોંચી ગઈ છે. 10 દિવસ પહેલાં હોસ્પિટલમાં દાખલ હતી નીરૂ નીરૂ 10 દિવસ પહેલાં ભોપાલની હોસ્પિટલમાં દાખલ હતી. તેને સખત તાવ હતો. તે 5 દિવસ સુધી કંઈ પણ ખાવા-પીવાની સ્થિતિમાં નહોતી. ત્યારે તેના કોચ મનશેર સિંહે તેને બીમારી ભૂલીને પોતાનું સર્વસ્વ લગાવી દેવા માટે પ્રેરિત કર્યા હતા. જીત બાદ નીરૂએ કહ્યું, ‘મનશેર સરે જ બસ એટલું જ કહ્યું કે જે થયું તે ભૂલી જાઓ અને નિશાના પર ધ્યાન આપો, અને મેં બસ એ જ કર્યું.’ ફોટોઝમાં નીરુનું સેલિબ્રેશન જુઓ… ભારતને પાંચમો ગોલ્ડ મળ્યો, શૂટિંગમાં બીજો આ ભારતનો એશિયન ગેમ્સ 2026માં પાંચમો ગોલ્ડ છે. આ વ્યક્તિગત સ્પર્ધાનો પહેલો ગોલ્ડ છે. શૂટર્સે ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. પહેલો ગોલ્ડ પિસ્તોલ શૂટિંગના મિક્સ્ડ ઇવેન્ટમાં આવ્યો. આ પહેલા 8 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ અપાવી ચૂક્યા છે. શૂટિંગમાં અત્યાર સુધી 14 મેડલ આવી ચૂક્યા છે.
    Click here to Read More
    Previous Article
    America's Fastest Spy Plane SR-71 Blackbird May Fly Again: Report
    Next Article
    ભેસ્તાનમાં નિકાહના બીજા દિવસે જ યુવકનો આપઘાત:પત્ની પિયર ગઈ અને પાછળથી નવપરિણીત યુવકે ફાંસો ખાધો, મિત્રોએ દરવાજો તોડી મૃતદેહ નીચે ઉતાર્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment