Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુશાંત સિંહને યાદ કરીને પરિણીતિ ચોપરા ભાવુક થઈ:કહ્યું- 'મને નેશનલ અવોર્ડ મળ્યો, ત્યારે તે ખુશીથી ઉછળી પડ્યો હતો'

    20 hours ago

    એક્ટ્રેસ પરિણીતિ ચોપરાએ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યો. ઝૂમને આપેલા ઇન્ટરવ્યૂમાં પરિણીતિએ વર્ષ 2013ની ફિલ્મ 'શુદ્ધ દેશી રોમાન્સ'ના શૂટિંગના દિવસોની એક ભાવુક ઘટના શેર કરી. પરિણીતિએ જણાવ્યું કે, જ્યારે તેની પહેલી ફિલ્મ 'ઇશ્કઝાદે' માટે નેશનલ અવોર્ડની જાહેરાત થઈ હતી, ત્યારે સુશાંત ખુશીના માર્યા સ્વિમિંગ પૂલની ખુરશીઓ પર ચઢીને બૂમો પાડવા લાગ્યો હતો. પરિણીતિએ સુશાંતને પોતાનો સાચો મિત્ર અને સૌથી મોટો ચીયરલીડર ગણાવ્યો. 'પૂલની ખુરશી પર ઊભા રહીને બૂમો પાડી હતી' પરિણીતિએ જણાવ્યું કે, ફિલ્મ 'શુદ્ધ દેશી રોમાન્સ'ના શૂટિંગ દરમિયાન એક દિવસ કામમાંથી રજા હતી. તે સુશાંત સિંહ રાજપૂત અને દિવંગત એક્ટર ઋષિ કપૂર સાથે હોટેલના સ્વિમિંગ પૂલ પાસે બેઠી હતી. ત્યારે પરિણીતિના ફોન પર ફિલ્મમેકર કરણ જોહરનો ‘અભિનંદન’ મેસેજ આવ્યો. પરિણીતિ સમજી શકી નહીં કે, અભિનંદન શેના માટે છે, પરંતુ સુશાંત તરત જ તેનું કારણ જાણવામાં લાગી ગયો. જેવી ખબર પડી કે પરિણીતિને તેની ડેબ્યૂ ફિલ્મ ‘ઇશ્કઝાદે’ માટે નેશનલ અવૉર્ડ (સ્પેશિયલ મેન્શન) મળ્યો છે, સુશાંત ખૂબ ખુશ થઈ ગયો. તે (સુશાંત) પૂલ ડેકની ખુરશીઓ પર ચઢી ગયો અને જોરજોરથી બૂમો પાડવા લાગ્યો કે ‘હું નેશનલ અવૉર્ડ વિજેતા સાથે કામ કરી રહ્યો છું.’ પરિણીતિ રડવા લાગી અને સુશાંતે તેને ગળે લગાવી લીધી. આ જોઈને ઋષિ કપૂરે હસતાં-હસતાં બંનેને કહ્યું હતું કે, 'તમે બંને પાગલ થઈ ગયા છો.' ‘અમારા બંને વચ્ચે ઇકોનોમિક્સ અને સાયન્સ પર વાતચીત થતી હતી’ પોતાની બોન્ડિંગ વિશે વાત કરતાં પરિણીતીએ જણાવ્યું કે, સુશાંત માત્ર તેનો કૉ-સ્ટાર જ નહોતો, પરંતુ એક ખૂબ સારો મિત્ર પણ હતો. ફિલ્મોમાં આવતા પહેલાં પરિણીતિ બેન્કર હતી, જ્યારે સુશાંતે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. પરિણીતીના જણાવ્યા મુજબ, અભ્યાસ-લેખનનો બેકગ્રાઉન્ડ હોવાને કારણે બંને સેટ પર ફિલ્મો ઉપરાંત ઇકોનોમિક્સ, સ્ટાર્સ અને સાયન્સ જેવા ગંભીર વિષયો પર ઘણી વાતો કરતા હતા. પરિણીતીએ કહ્યું કે, બંને એકબીજાની વિચારસરણીને ખૂબ સારી રીતે સમજતા હતા. તેઓ હોમી અદજાનિયાના ડિરેક્શનમાં વધુ એક ફિલ્મ સાથે કરવાના હતા, પરંતુ તે પ્રોજેક્ટ બની શક્યો નહીં. 2013માં આવી હતી ‘શુદ્ધ દેશી રોમાન્સ’ સુશાંત સિંહ રાજપૂત અને પરિણીતિ ચોપરાની ફિલ્મ 'શુદ્ધ દેશી રોમાન્સ' વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. મનીષ શર્માના ડિરેક્શન અને આદિત્ય ચોપરાના નિર્માણમાં બનેલી આ ફિલ્મમાં વાણી કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હતી. લિવ-ઇન રિલેશનશિપ અને લગ્નના ડર પર આધારિત આ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ભારતમાં સફળ રહી હતી. આ ફિલ્મ વર્ષ 2013ના ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF)માં પણ દર્શાવવામાં આવી હતી. જૂન, 2020માં થયું સુશાંતનું મૃત્યુ સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020ના રોજ બાંદ્રા સ્થિત પોતાના ઘરે રહસ્યમય રીતે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રથમ નજરે આ મામલો આત્મહત્યાનો લાગ્યો હતો, પરંતુ બાદમાં પરિવારની ફરિયાદ, મીડિયા અને વિપક્ષી દળોના દબાણને કારણે મામલાની તપાસ CBIને સોંપવામાં આવી હતી. CBIના ક્લોઝર રિપોર્ટમાં મૃત્યુનું સાચું કારણ આત્મહત્યા જ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ કેસમાં CBIએ 6 ઑગસ્ટ 2020ના રોજ FIR નોંધાવી હતી. 4 વર્ષ 6 મહિના 15 દિવસ બાદ CBIએ માર્ચ 2025માં અંતિમ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો, જેમાં જણાવાયું કે સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આવ્યો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. રિયા ચક્રવર્તી અને અન્ય લોકોને કેસમાં ક્લીનચિટ આપવામાં આવી. આ સમાચાર પણ વાંચો- 'પોસ્ટમોર્ટમમાં સુશાંતનું પગનું હાડકું તૂટેલું મળ્યું હતું':એક્ટરની બહેનના ગંભીર આરોપ- 'મૃતદેહ પર સ્ટન ગનના નિશાન હતા, બળપ્રયોગ કરાયો હતો' સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક્ટરના પોસ્ટમોર્ટમ સાથે જોડાયેલો મોટો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે, 'પોસ્ટમોર્ટમના સમયે સુશાંતના પગનું હાડકું તૂટેલું હતું, આંખની પાસે ઈજાના નિશાન હતા અને ગળા પર સ્ટન ગન (આત્મરક્ષણ માટે ઉપયોગમાં લેવાતું ઇલેક્ટ્રિકલ સાધન)ના પણ નિશાન હતા. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    ભેસ્તાનમાં નિકાહના બીજા દિવસે જ યુવકનો આપઘાત:પત્ની પિયર ગઈ અને પાછળથી નવપરિણીત યુવકે ફાંસો ખાધો, મિત્રોએ દરવાજો તોડી મૃતદેહ નીચે ઉતાર્યો
    Next Article
    યુવક પર જર્મન શેફર્ડ છોડી હુમલો, આડેધડ બચકાં ભર્યા:રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચમાં બાતમી આપ્યાની શંકા રાખી પાડોશીએ રિક્ષાચાલકને સાંકળથી માર માર્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment