Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસાની રત્નદીપ યોગ શાખામાં વરિષ્ઠ નાગરિકોએ કૃષ્ણોત્સવ ઉજવ્યો:અભિનય અને રાસથી ભક્તિનો માહોલ સર્જાયો, ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ થયા

    19 hours ago

    મોડાસામાં સરસ્વતી બાલ મંદિરની રત્નદીપ યોગ શાખામાં કૃષ્ણોત્સવની અનોખી ઉજવણી કરાઈ. કાર્યક્રમમાં મોટાભાગના કલાકારો વરિષ્ઠ નાગરિકો હતા. તેમની ઊર્જા, અભિનય અને કલાત્મક રજૂઆતે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા. શરૂઆત કૃષ્ણાષ્ટકમના સામૂહિક પારાયણથી થઈ. રાધા-કૃષ્ણના પ્રેમના વિવિધ પાસાઓને અભિનય દ્વારા રજૂ કરાયા. મીનાબેન પિનલ, પૂજાબેન, ચંદ્રિકાબેન, શિલ્પાબેન, સુનિતાબેન અને ગીતુ તુલસીએ ઉત્કૃષ્ટ અભિનય કર્યો. કૃષ્ણ અને ગોપીઓના સંબંધો રાસ-ગરબાથી દર્શાવાયા. મંજુલાબેન, રીટાબેન, ચાંદનીબેન, પારુલ, નાવ્યા, શ્વેતા અને રીટા પ્રજાપતિની વેશભૂષા તથા રજૂઆત મનમોહક હતી. ભુપેન્દ્રભાઈ ગોરે ‘મારી નજરે કૃષ્ણ’ પર ચિંતન રજૂ કર્યું, જ્યારે કૈલાશબેન પટેલે ‘દ્રૌપદીની મનોવ્યથા’ પર એકપાત્રી અભિનય કર્યો. પ્રમુખ નિલેશ જોશી, અતિથિ વિશેષ લલિતાબેન પ્રણામી અને કાઉન્સિલર અશ્વિન પરમાર હાજર રહ્યા. ડો. હરિલાલ પટેલે સંચાલન અને માર્ગદર્શન આપ્યું. વરિષ્ઠ નાગરિકોના ઉત્સાહભર્યા પ્રદર્શને સમગ્ર શાખાને કૃષ્ણમય બનાવી દીધી.
    Click here to Read More
    Previous Article
    પાલીતાણામાં શખસે મહિલાનો પીછો કરી અશ્લીલ ઈશારા કર્યા:પરણિતા પતિ સાથે સમજાવવા જતા અપશબ્દો બોલી છરી મારવાની ધમકી આપી
    Next Article
    જૂની અદાવતમાં યુવક પર જર્મન શેફર્ડ શ્વાન છોડી હુમલો:​ક્રાઈમ બ્રાન્ચમાં બાતમી આપ્યાની શંકા રાખી પડોશીએ હુમલો કરી રિક્ષાચાલકને સાંકળ વડે માર માર્યો, CCTV આવ્યા સામે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment